Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામ મંદિર ટ્રસ્ટના પ્રમુખે કહ્યું- દાન ચોરીથી દુઃખ થયું:મહાપાપ કરનારને સજા થશે, ચંપત રાયના રાજીનામા અંગે બેઠકમાં નિર્ણય લેવાશે

    11 hours ago

    શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસે અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરીની ઘટના અંગે તેમનું પ્રથમ નિવેદન આપ્યું છે. સોમવારે જારી કરાયેલા એક પત્રમાં તેમણે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જે કોઈએ પણ આ મહાપાપ કર્યું છે તે કડક સજા થવી જોઈએ. તેમણે કહ્યું: મને વિશ્વાસ છે કે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગી આ પાપમાં સામેલ વ્યક્તિને કડક સજા અપાવશે. આ કરોડો હિંદુઓની આસ્થા સાથે જોડાયેલો વિષય છે. કોઈએ પણ અંગત સ્વાર્થ માટે રાજકારણ ન કરવું જોઈએ. અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરી સામે આવ્યા બાદ સોમવારે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પ્રથમ બેઠક યોજાશે. તે પહેલાં અચાનક બેઠકનું સ્થળ બદલી દેવામાં આવ્યું છે. હવે બપોરે 3 વાગ્યે મણિરામદાસ છાવણીને બદલે રામ મંદિર પરિસરમાં બેઠક યોજાશે. ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ બેઠકની અધ્યક્ષતા કરશે. મહાસચિવ પદ પરથી રાજીનામું આપનાર ચંપત રાય અને ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રાને પણ આ બેઠકમાં બોલાવવામાં આવ્યા છે. ટ્રસ્ટના સભ્યો બહુમતીના આધારે નિર્ણય લેશે કે ચંપત રાય અને ડો. અનિલ મિશ્રાનું રાજીનામું મંજૂર કરવું કે નહીં. સૂત્રો અનુસાર, બંનેનું રાજીનામું મંજૂર થવું નિશ્ચિત છે. 5 ફેબ્રુઆરી 2020ના રોજ બનેલા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની દરેક બેઠકનું નેતૃત્વ અત્યાર સુધી મહાસચિવ ચંપત રાય જ કરતા હતા. તેમણે 26 જૂને મહાસચિવ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમની સાથે ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રાએ પણ રાજીનામું આપ્યું હતું. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે દાન ચોરીના કેસમાં આરોપીઓ મોજાં અને ખિસ્સામાં નોટો છુપાવીને લઈ જતા હતા. પોલીસે IT નિષ્ણાતની મદદથી ડિલીટ થયેલા CCTV રિકવર કર્યા છે. ફુટેજમાં આરોપીઓ ચોરી કરતા દેખાયા છે, જોકે તેમના ચહેરા સ્પષ્ટ દેખાતા નથી. પોલીસ ફુટેજની ક્વોલિટી સુધારવામાં વ્યસ્ત છે. 15 હજારની નોકરી કરતા અવિનાશે ગર્લફ્રેન્ડને ₹2 લાખ અને આઈફોન લઈ દીધો હતો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે રામ મંદિરમાં દાનની ગણતરી કરવાની જવાબદારી સંભાળતા અવિનાશ શુક્લાએ નવું ઘર બનાવ્યા બાદ 'બ્રેઝા' કાર ખરીદી હતી. આ ઉપરાંત, તેણે તેની ગર્લફ્રેન્ડને ₹2 લાખ ટ્રાન્સફર કર્યા હતા અને તેને આઈફોન ભેટમાં આપ્યો હતો. અવિનાશનો માસિક પગાર ₹15,000 હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે તમામ આરોપીઓના ખાતાની વિગતો મેળવી લીધી છે અને હવે તેઓ તેમના પરિવારના સભ્યોના ખાતાઓની પણ તપાસ કરી રહ્યા છે. ટ્રસ્ટના સભ્યને હટાવવાનો શું નિયમ છે રામ મંદિરથી સંબંધિત અપડેટ્સ વાંચવા માટે લાઇવ બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    Aamir Khan Third Wedding: Shaadi के बाद Photo Share करते हुए बोलीं गौरी | Gauri Spratt Third Wife
    Next Article
    પાલિતાણામાં માલધારી પર સિંહનો હુમલો, LIVE VIDEO:ઈજાગ્રસ્તે કહ્યું- મારો હાથ જડબામાં જકડી લીધો, અડધી કલાક છોડ્યો નહીં

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment