Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:વક્ફ બોર્ડમાં પહેલીવાર હિન્દુ સભ્યો બન્યા; આમિર ખાનના ત્રીજા લગ્ન; મમતા બોલ્યા- મને રોકવી હોય તો મારવી પડશે, રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

    2 days ago

    નમસ્તે, દેશમાં પહેલીવાર વક્ફ બોર્ડમાં હિન્દુ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પાર્ટીના બળવાખોર જૂથને ભાજપમાં જોડાવાનો પડકાર ફેંક્યો. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું કે આમિર ખાને ત્રીજા લગ્ન કરી લીધા છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી 6-8 જુલાઈ સુધી ઇન્ડોનેશિયાના પ્રવાસે રહેશે, એક્ટ ઇસ્ટ પોલિસી અને હિંદ-પ્રશાંત સહયોગ પર ધ્યાન કેન્દ્રિત રહેશે. 2. રામમંદિર ટ્રસ્ટની પ્રથમ બેઠક આજે, દાન ચોરી કેસમાં ચંપત રાય અને મિશ્રા સામે કાર્યવાહી અંગે નિર્ણય સંભવ. 📰 કાલના મોટા સમાચારો 1. મમતા બોલ્યા- મને રોકવી હોય તો મારવી પડશે:ગદ્દારીની પણ એક હદ હોય છે; બળવાખોર નેતાઓને પડકાર- હિંમત હોય તો ભાજપમાં જોડાઈ જાઓ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર પછી તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં ચાલી રહેલી બળવાખોરી વચ્ચે મમતા બેનર્જીએ કહ્યું કે પાર્ટીનું ચૂંટણી ચિહ્ન ક્યાંય નહીં જાય. જો મને રોકવી હોય તો મને મારવી પડશે. મમતાએ બળવાખોર નેતાઓને પડકાર ફેંકતા કહ્યું, જો હિંમત હોય તો ખુલ્લેઆમ BJPમાં જોડાઈ જાઓ. શું તમને લાગે છે કે હું ખતમ થઈ ગઈ છું? હું જનતા વચ્ચે પાર્ટીનું ચૂંટણી ચિહ્ન લઈને જઈશ, મારો અવાજ કોઈ દબાવી શકશે નહીં." તેમણે આરોપ લગાવ્યો કે બળવાખોર નેતાઓ હવે ખુલ્લેઆમ BJP માટે કામ કરી રહ્યા છે. મમતાએ કહ્યું, ગદ્દારીની પણ એક હદ હોય છે. મમતાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે પાર્ટીના 20 સાંસદો અને 58 ધારાસભ્યો અલગ જૂથ બનાવી ચૂક્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ટ્રમ્પે કહ્યું-એક હુમલામાં ઈરાની નેતૃત્વ ખતમ કરી શકતા હતા:ઈરાનનો જવાબ- તમારી પાસે ન સંસ્કૃતિ, ન સન્માન; ખામેનીનાં તાબૂતને જોતાં જ લોકો ધ્રુસકે ને ધ્રુસકે રડ્યાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે ખામેનીના અંતિમ સંસ્કારમાં ઈરાનનું આખું ટોચનું નેતૃત્વ હાજર હતું અને અમેરિકા ઈચ્છે તો એક જ હુમલામાં બધાને ખતમ કરી શકતું હતું. જોકે તેમણે કહ્યું કે અમે આવું કર્યું નથી, કારણ કે પછી વાતચીત માટે કોઈ બચતું નહીં. ટ્રમ્પે જનાજામાં રડી રહેલા લોકો પર પણ કટાક્ષ કરતા કહ્યું, "કદાચ આ આંસુ પણ નકલી હોય." ટ્રમ્પના નિવેદન પર ઈરાને પલટવાર કર્યો. આર્મેનિયા સ્થિત ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પર લખ્યું, “લોકોને મારી શકાય છે, પરંતુ વિચારોને નહીં. તમે ખામેનીને નહીં, તેમની વિચારસરણીને વધુ ફેલાવી દીધી. તમારી પાસે ન સભ્યતા છે, ન ઇતિહાસ અને ન સન્માન.” વાંચો સંપૂર્ણ સમાચાર 3. ફાઇનલી...પતિ-પત્ની બન્યાં આમિર-ગૌરી!:જુઓ ઇનસાઇડ PHOTOs, ત્રીજા લગ્ન બાદ ઇમોશનલ થયો એક્ટર; મહેમાનો સામે બંને રોમેન્ટિકનો અંદાજ જોવા મળ્યો બોલીવુડના 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' આમિર ખાન આજે લગ્નગ્રંથિથી જોડાયો. 61 વર્ષની ઉંમરે, આમિરે ત્રીજા લગ્ન કરીને પોતાની પ્રેમિકા ગૌરીને પોતાની જીવનસાથી બનાવી છે. આમિર અને ગૌરીએ રજિસ્ટર્ડ લગ્નનો વિકલ્પ પસંદ કર્યો અને હવે તે પતિ-પત્ની બની ગયા છે. સમારોહ પછી, તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. પરિવારમાં ઉત્સવનો માહોલ છે, અને નવદંપતીઓ પર દરેક ક્ષેત્રે પ્રેમ અને અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. રામમંદિર ચોરી- મોજામાં નોટ છુપાવીને લઈ જતા હતા આરોપીઓ:ડિલીટ થયેલા CCTV પોલીસે રિકવર કર્યા; જેલમાં 5 આરોપીઓની પોલીસ પૂછપરછ અયોધ્યા રામ મંદિરમાં ચઢાવાની ચોરીના કેસમાં આરોપીઓ મોજા અને ખિસ્સામાં નોટો છુપાવીને લઈ જતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે IT નિષ્ણાતોની મદદથી ડિલીટ થયેલા CCTV ફૂટેજ રિકવર કર્યા છે. ફૂટેજમાં આરોપીઓ ચોરી કરતા જોવા મળ્યા છે. જોકે, આરોપીઓના ચહેરા સ્પષ્ટ દેખાતા નથી. પોલીસ ફૂટેજની ગુણવત્તા સુધારવામાં વ્યસ્ત છે. આ દરમિયાન, પોલીસ રવિવારે બપોરે 1.50 વાગ્યે જેલમાં બંધ આરોપીઓની પૂછપરછ કરવા પહોંચી. આરોપી રમાશંકર મિશ્રા, મનીષ યાદવ, લવકુશ મિશ્રા, અનુકલ્પ મિશ્રા અને કરુણેશ પાંડેયની લગભગ સાડા 4 કલાક પૂછપરછ કરવામાં આવી. પોલીસે અગાઉ 3 આરોપીઓની પૂછપરછ કરી લીધી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ઓસ્ટ્રેલિયા સાતમી વાર વુમન્સ T-20 વર્લ્ડકપ ચેમ્પિયન:ફાઇનલમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, 151 રનનો ટાર્ગેટ 17 બોલ બાકી રહેતા ચેઝ કર્યો ઓસ્ટ્રેલિયાએ સાતમી વખત વુમન્સ ટી-20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો છે. લોર્ડ્સમાં રમાયેલી ફાઇનલમાં ટીમે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું. ઓસ્ટ્રેલિયાએ 151 રનનો ટાર્ગેટ 17 બોલ બાકી રહેતા જ હાંસલ કરી લીધો. બેથ મૂનીએ અડધી સદી ફટકારી. તેણે 49 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 64 રનની ઇનિંગ રમી. ફોબી લિચફિલ્ડ 35 બોલમાં 48 રન બનાવીને આઉટ થઈ. તેણે 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. મૂની અને લિચફિલ્ડે બીજી વિકેટ માટે 100 રનની ભાગીદારી કરીને જીતનો પાયો નાખ્યો. ઇંગ્લેન્ડ તરફથી લોરેન બેલ, ચાર્લી ડીન અને સોફી એક્લેસ્ટને એક-એક વિકેટ લીધી. આ પહેલા ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 4 વિકેટે 150 રન બનાવ્યા હતા. કેપ્ટન નેટ સિવર-બ્રન્ટે અણનમ 58 રન અને ફ્રેયા કેમ્પે અણનમ 44 રન બનાવ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર… 6. સૌરાષ્ટ્રમાં મેઘમહેર: રાજુલા અને ધારીમાં 10-10 ઈંચ વરસાદ ખાબક્યો, નદીઓમાં ઘોડાપૂર; પાંચ દિવસ ભારે વરસાદની આગાહી અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ વિકટ બની છે. રાજુલામાં સૌથી વધુ 10 ઈંચ અને ધારીમાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના કારણે ખેતરો તળાવમાં ફેરવાઈ ચૂક્યા છે. નદીઓમાં ઘોડાપૂરના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક રસ્તાઓ બંધ થયા છે. અમરેલી ઉપરાંત સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ગુજરાત અને આસપાસના રાજ્યોમાં વરસાદ માટે સર્જાયેલી અનુકૂળ સ્થિતિના કારણે આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતા છે. આવતીકાલે પણ આ વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. પોલીસના વીડિયો ઉતારતા યુવાનો પર માયાભાઈ આહિરનો કટાક્ષ:'તમે અમારો પગાર ખાઓ છો કહેનાર રેશનિંગના ઘઉં ખાય છે'; આપ નેતાએ કહ્યું-ભાજપના રૂપિયાથી તમારા મોઢા સિવાયા સુરત શહેરમાં 3 દિવસ પહેલા(2 જુલાઈ) યોજાયેલા પોલીસ વિભાગના એક નિવૃત્તિ કાર્યક્રમે હવે સામાજિક અને રાજકીય વિવાદનું રૂપ ધારણ કરી લીધું છે. હાલમાં જ PI (પોલીસ ઇન્સ્પેક્ટર) તરીકે બઢતી મેળવીને સેવા નિવૃત્ત થનાર અધિકારી જયરાજસિંહ ગઢવીના વિદાય સમારોહ નિમિત્તે એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરત પોલીસ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંચ પર લોકસાહિત્યકાર માયાભાઈ આહીર, લોકગાયક કીર્તિદાન ગઢવી અને લોકગાયિકા મૈથિલી ઠાકુર જેવા નામાંકિત કલાકારો હાજર હતા. જોકે, આ ડાયરા દરમિયાન માયાભાઈ આહીરે સામાન્ય નાગરિકો અને ટેક્સપેયર્સને લઈને એક ટિપ્પણી કરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : જમ્મુ-કાશ્મીરમાં 2 લશ્કરના આતંકવાદીઓ માર્યા ગયાના અહેવાલ:એક પહેલગામ હુમલા બાદ બનેલી હિટ લિસ્ટમાં સામેલ હતો; શોપિયાંમાં 3 કલાક ચાલ્યું એન્કાઉન્ટર વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : પાકિસ્તાની ફોર્સનું PoKમાં અંધાધૂંધ ફાયરિંગ:લોકો જીવ બચાવવા ભાગ્યા, અનેક ગંભીર રીતે ઘાયલ; પાક સરકાર વિરુદ્ધ 40,000 પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : એ લગ્ન, જે થવાના જ નથી...:સિયા ગોયલની સિક્રેટ સ્નેપચેટ સામે આવી, કેતનની હત્યાના 24 દિવસ પહેલાં મિત્ર સાથે કરી હતી વાતચીત વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : અમેરિકાની આઝાદીના 250 વર્ષની ઉજવણી:ટ્રમ્પે કહ્યું- અમેરિકાને સામ્યવાદ નથી જોઈતો; અમે તેની સામે દુનિયાભરમાં યુદ્ધ લડ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : સરકારે LNG સપ્લાય પરનો પ્રતિબંધ હટાવ્યો:અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ થવાથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી શિપમેન્ટ શરૂ, જેનાથી ઉદ્યોગોને રાહત મળશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : સેમસનને ન રમાડ્યા પછી કોચ ગંભીરે વાત કરી:સંજુની જગ્યાએ વૈભવને ડેબ્યૂની તક આપી હતી, સૂર્યવંશીએ ફેન્સનો આભાર માન્યો વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : સ્વાતિ નક્ષત્રમાં ધનનો વરસાદ:વરસાદનાં પાણીનો આ પ્રયોગ સુખ-સંપત્તિ અને સમૃદ્ધિનાં દ્વાર ખોલશે, જાણીતા એસ્ટ્રોગુરુ ડૉ. પંકજ નાગર પાસેથી સમજો વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ મેયરે મગરમચ્છ સાથે લગ્ન કર્યા મેક્સિકોના એક શહેરમાં દર વર્ષે મેયરના લગ્ન એક માદા કેમેન સાથે કરાવવામાં આવે છે. 230 વર્ષ જૂની આ પરંપરાને લોકો સારા વરસાદ, પુષ્કળ પાક અને સમૃદ્ધિનું પ્રતીક માને છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. સન્ડે બિગ સ્ટોરી : ગુજરાતના પેટાળમાં મોટો ખતરો આકાર લઇ રહ્યો છે?: જૂન મહિનામાં ભૂકંપના 5 નાના આંચકા નોંધાયા, સિસ્મોલોજિસ્ટે ચોંકાવનારા તર્ક આપ્યા 2. ખાખી કવર : 36 લોકોને મારીને તેમનું માંસ ખાધું, ખોપરીમાં સૂપ પીધો: કિલરે પત્નીનું નામ ‘ફૂલન દેવી’, સંતાનોનાં નામ ‘અદાલત’ અને ‘જામીન’ રાખ્યાં! 3. સ્પાય ફાઈલ્સ : પોતાનો પેશાબ પીવાનું રહસ્ય જાણવા પાકિસ્તાની રાષ્ટ્રપતિ ફોન કરતા: મોરારજીએ ગુપ્ત માહિતી શેર કરી દીધી, ભારતના ઘણા જાસૂસો માર્યા ગયા; ઓપરેશન કહૂટા પાર્ટ-2 4. આજનું એક્સપ્લેનર: ભારતને ક્રૂડ ઓઈલ વેચનાર રશિયા, હવે ઓઈલ ખરીદવા માટે કેમ મજબૂર બન્યું, શું યુક્રેને તેની બધી રિફાઇનરીઓ તબાહ કરી? 5. ભાસ્કર એક્સપ્લેનર : ઈન્દિરા ગાંધીએ લાલ કિલ્લામાં 32 ફૂટ નીચે ટાઈમ કેપ્સ્યુલ દફનાવી: 4 વર્ષ પછી કેમ બહાર કઢાઇ? તેની અંદર એવું શું હતું કે જેના પર આજેય હોબાળો થાય છે ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ: મિથુન-મકર રાશિ માટે સફળતાના સંકેત, ધન-મીન રાશિના ઘરમાં આનંદભર્યું વાતાવરણ રહેશે વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    Erling Haaland and the leap that felled an empire
    Next Article
    Brazil vs Norway Score, FIFA World Cup 2026 Highlights: Haaland’s brace blows BRA away 2-1, NOR qualify for historic quarterfinals

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment