Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરના દરિયાકાંઠે મરીન કમાન્ડોનું ફૂટ પેટ્રોલિંગ:આતંકવાદી ઘૂસણખોરી, નશીલા પદાર્થોની તસ્કરી સામે મરીન ટાસ્ક ફોર્સનું સઘન ચેકિંગ, રાષ્ટ્રીય સુરક્ષા માટે એજન્સીઓ સતર્ક

    1 day ago

    જામનગર જિલ્લાના સંવેદનશીલ દરિયાકાંઠા વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા એક વિશેષ "સઘન કોસ્ટલ પેટ્રોલિંગ" અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પશ્ચિમ એશિયાના તણાવપૂર્ણ સંબંધોને ધ્યાનમાં રાખીને દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા આ પગલું લેવાયું છે. આ ઓપરેશનનો મુખ્ય હેતુ દરિયાઈ માર્ગે થતી આતંકવાદી ઘૂસણખોરી, નશીલા પદાર્થોની હેરાફેરી અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને અટકાવવાનો છે. આ અભિયાન ATS અને કોસ્ટલ સિક્યુરિટીના એડિશનલ DGP અમિતકુમાર વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. મરીન ટાસ્ક ફોર્સના DIG એ. એમ. મુનિયા અને SP એસ. જે. પરમારે તેનું નેતૃત્વ કર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન, મરીન કમાન્ડોની ટીમોએ રોઝી બંદર, નવા-જુના બેડી બંદર અને માધાપર ભૂંગા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પગપાળા સઘન તપાસ કરી હતી. સામાન્ય રીતે બોટ અને વાહનોનો ઉપયોગ થતો હોવા છતાં, આ વખતે ફૂટ પેટ્રોલિંગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. જામનગરના ઔદ્યોગિક મહત્વને ધ્યાનમાં રાખીને, કમાન્ડોએ બંદરો, જેટીઓ, ઓઈલ ટર્મિનલ્સ અને નિર્જન વિસ્તારો સહિતના મહત્વપૂર્ણ સ્થળો પર વિશેષ નજર રાખી હતી. સુરક્ષા એજન્સીઓએ સ્થાનિક માછીમારો અને દરિયાકાંઠાની વસાહતોની મુલાકાત લીધી હતી. તેમને કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દરિયાઈ સુરક્ષામાં "પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર" (ઉપચાર કરતાં નિવારણ વધુ સારું છે) ના સિદ્ધાંત સાથે આગામી દિવસોમાં પણ આવા પ્રોએક્ટિવ ઓપરેશન્સ સતત ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી:ગિરનારે ઓઢી લીલીછમ ઓઢણી: વરસાદી માહોલ વચ્ચે કુદરતી સૌંદર્યનો લાહવો માણવા ભવનાથ અને વિલિંગ્ડન ડેમ ખાતે પ્રવાસીઓનું ઘોડાપૂર, રસ્તાઓ પર ટ્રાફિકજામ
    Next Article
    Utkarsh Small Finance Bank Q1 Update: Loan Disbursements Jump 49%, Deposits Rise 2.6%

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment