Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાવરકુંડલામાં દીવાલ ધરાશાયી, રસોઈ બનાવતી મહિલા દબાઈ:જાફરાબાદના ધારાબંદરની સ્થિતિ વણસી, રેસ્ક્યૂ માટે હીરા સોલંકી પહોંચ્યા; રાજુલા-સાવરકુંડલા મુખ્ય હાઇવે બંધ

    1 day ago

    અમરેલી જિલ્લામાં આભ ફાટતાં પૂરની સ્થિતિ ગંભીર બની છે, જેમાં જાફરાબાદ તાલુકાના ધારાબંદર ગામમાં પૂરના પાણી ઘૂસી જતાં સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી ખુદ મામલતદાર અને વહીવટી તંત્રની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. ધારાસભ્ય પોતે પૂરના પાણીમાં ઊતરીને નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા 50થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સ્થાનિક સરકારી શાળામાં આશ્રય અપાવ્યો હતો, તેમજ લોકોને નીચાણવાળા વિસ્તારોમાં ન રહેવા ખાસ અપીલ કરી હતી. આત્યા બીજી તરફ, અતિભારે વરસાદને પગલે રાજુલા-સાવરકુંડલા મુખ્ય હાઇવે પર થોરડી બાયપાસ પાસે નાળાનું કામ ચાલુ હોવાથી ત્યાં મોટા પાયે પાણી ભરાઈ જતાં આ માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેને કારણે પ્રશાસન દ્વારા રાજુલા, અમરેલી અને રાજકોટ તરફ જતા લોકોને હાલ આ રસ્તે ન જવા કડક સૂચના આપવામાં આવી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં એક દુર્ઘટના સામે આવી છે. ગીણીયા ગામમાં એક મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. આ સમયે ઘરમાં રસોઈ બનાવી રહેલા 40 વર્ષીય મહિલા કૈલાશબેન સકુરભાઈ માંગુડાને અતિ ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યા હતા, જ્યાં હાલ તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. 24 કલાકમાં 154 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વચ્ચે ગીર અને અમરેલી પંથકમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે અત્યંત ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને જોતાં આજે 8 જિલ્લામાં 'રેડ એલર્ટ' અને 6 જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. ગીરમાં ઉપરવાસના ભારે વરસાદને કારણે નદીઓ-નાળા છલકાયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સાવરકુંડલાના ગીણીયામાં રસોઈ બનાવતી વખતે દીવાલ ધરાશાયી, મહિલા દબાઈ અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં વરસી રહેલા ધોધમાર વરસાદ વચ્ચે એક કાળજું કંપાવનારી દુર્ઘટના સામે આવી છે. સાવરકુંડલાના ગીણીયા ગામમાં ભારે વરસાદના કારણે અચાનક એક મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. આ સમયે ઘરમાં રસોઈ બનાવી રહેલા 40 વર્ષીય મહિલા કૈલાશબેન સકુરભાઈ માંગુડા દીવાલના કાટમાળ નીચે ગંભીર રીતે દબાયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવી અતિ ગંભીર હાલતમાં મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં હાલ તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પોરબંદરમાં પાણીના તેજ પ્રવાહમાં ફસાયેલા યુવકનું બોટથી રેસ્ક્યૂ પોરબંદર ફાયર ટીમને વહેલી સવારે 112 કંટ્રોલ રૂમ તરફથી માહિતી મળી હતી કે બળેજ ગામ પાસે આવેલા બળેજ-અમીપુર રોડ પર વાહન લઈને પસાર થઈ રહેલો એક યુવક અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં પૂરના પાણીમાં ફસાયો છે. ઘટનાની જાણ થતાં જ પોરબંદર ફાયર વિભાગની ટીમ તુરંત બોટ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ જૂનાગઢથી માધવપુર જઈ રહેલા 22 વર્ષીય રાજશી રામ નામના યુવકનું બોટ દ્વારા સફળ રેસ્ક્યૂ કરી તેને સલામત સ્થળે ખસેડ્યો હતો. ચોમાસું 48 કલાકમાં ગુજરાતને કવર કરી શકે…
    Click here to Read More
    Previous Article
    ‘Hyperactive hai mera baccha’: Barun Sobti on living with ADHD and seeking treatment
    Next Article
    અમદાવાદમાં સાંજે 7 વાગ્યાથી ધોધમાર વરસાદની સંભાવના:મહારાષ્ટ્રના પુણેની C-DAC કંપનીનું અનુમાન, મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment