Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ પોલીસે શંકાસ્પદ કોપર વાયર સાથે એકને ઝડપ્યો:નોકરી ચોરી અને ચેક બાઉન્સના બે ફરાર આરોપી પણ પકડાયા

    1 day ago

    ભરૂચ શહેર 'એ' ડિવિઝન પોલીસે ત્રણ અલગ-અલગ ગુનાઓમાં નોંધપાત્ર કાર્યવાહી કરી છે. પોલીસે શંકાસ્પદ કોપર વાયરના ભંગાર સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત, નોકરી ચોરીના ગુનામાં સાત મહિનાથી ફરાર અને નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ સજા પામેલા નવ મહિનાથી ફરાર એમ બે આરોપીઓને પણ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર. એમ. વસાવાના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ ટીમે આ કાર્યવાહી કરી હતી. પ્રથમ કાર્યવાહીમાં, દાંડીયાબજાર મચ્છી માર્કેટ વિસ્તારમાંથી મળેલી બાતમીના આધારે પોલીસે બ્લુ ટી-શર્ટ પહેરેલા રાકેશભાઈ દિલીપભાઈ સંઘવી (રહે. ભાલીયાવાડનો ટેકરો, ભરૂચ) નામના શખ્સને 18 કિલોગ્રામ શંકાસ્પદ કોપર વાયરના ભંગાર સાથે ઝડપી પાડ્યો હતો. રૂ. 18 હજારની કિંમતના આ કોપર વાયર અંગે સંતોષકારક પુરાવા રજૂ ન કરી શકતા, પોલીસે ભંગાર કબજે કરી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરી હતી. બીજી કાર્યવાહીમાં, સર્વેલન્સ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને નોકરી ચોરીના ગુનામાં છેલ્લા સાત મહિનાથી નાસતા ફરતા આરોપી મિલન ઉર્ફે જીત દાસ (રહે. હુગલી, પશ્ચિમ બંગાળ) ને શોધી કાઢ્યો હતો. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્રીજી કાર્યવાહીમાં, નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 હેઠળ કોર્ટ દ્વારા બે વર્ષની સાદી કેદની સજા ફટકારાયા બાદ છેલ્લા નવ મહિનાથી ફરાર રહેલા અક્ષય પ્રવીણભાઈ પરમાર (રહે. સાબુઘર ઝૂંપડપટ્ટી, શક્તિનાથ, ભરૂચ) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેને ભરૂચ સબ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. ભરૂચ શહેર 'એ' ડિવિઝન પોલીસની આ સતત અને પરિણામલક્ષી કાર્યવાહીને કારણે મિલકત સંબંધિત ગુનાઓ તેમજ ફરાર આરોપીઓ સામે પોલીસની કડક કામગીરી વધુ અસરકારક બની હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    જમ્મુ-કાશ્મીરની સરકારી સ્કૂલોમાં વહેંચાયેલા પુસ્તક પર વિવાદ:હાફિઝ સઈદને મહાન ગણાવ્યો, ભાજપે કહ્યું- આ એકેડેમિક જેહાદ; UAPA હેઠળ FIR નોંધાઈ
    Next Article
    Can E20 Petrol Ruin Your Car's Engine? Govt Debunks 10 Viral Myths, Defends Ethanol Blending

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment