Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સફર:ભગવાન શ્રીકૃષ્ણનું સૌથી ઊંચું મંદિર

    1 day ago

    નિતુલ ગજ્જર શ્રી કૃષ્ણનું સૌથી ઊંચું મંદિર હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં આવેલું છે. 12,778 ફીટની ઊંચાઈએ સ્થિત આ ધાર્મિક સ્થળ યુલાકાંડા તરીકે ઓળખાય છે. ‘કાંડા’નો અર્થ સ્થાનિક ભાષામાં પાલતુ પ્રાણીઓને ચરવા માટેનું સ્થળ એવો થાય છે. અહીં દરેક ગામનો આવો એક વિસ્તાર હોય છે. યુલાકાંડા ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર હોવા ઉપરાંત હિમાલયની ગોદમાં વસેલું અતિશય ખૂબસૂરત સ્થળ પણ છે. અહીં નાનકડા સરોવર વચ્ચે ભગવાન બિરાજે છે અને પાણી પર બનેલા સાંકડા રસ્તે થઈ મંદિર સુધી જવાય છે. શ્રીકૃષ્ણનું સ્થાનક હોવાને કારણે આ જગ્યાએ જન્માષ્ટમીનું આગવું મહત્ત્વ છે. વર્ષો પહેલાં સ્થાનિક રાજવીએ આ મંદિરમાં જન્માષ્ટમીનો પર્વ ઊજવવાની શરૂઆત કરી હતી. એ સમયે હજારો શ્રદ્ધાળુઓ ખાસ આ તહેવાર માટે અહીં આવતા. હિમાચલ પ્રદેશના કિન્નૌર નજીક યુલાખાસ નામનું નાનકડું ગામ આવેલું છે. જ્યાંથી આ મંદિરનો ટ્રેક શરૂ થાય છે. જંગલ વિસ્તાર હોવાને કારણે અહીં ટ્રેકિંગની શરૂઆતમાં ફોરેસ્ટ ચેકપોસ્ટે રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. આ ટ્રેકિંગ ખાસ અઘરું નથી પરંતુ સાવ દુર્ગમ વિસ્તારમાં હોવાથી તેનો અનુભવ ઘણી રીતે રસપ્રદ સાબિત થાય તેમ છે. યુલાખાસથી તમારી સફર શરૂ કરો એટલે આશરે પાંચ કિલોમીટરે વન વિભાગની કેમ્પસાઇટ જોવા મળશે. જ્યાં પહાડોનો અવિસ્મરણીય નજારો જોતાં થોડીવાર આરામ કરી શકાય. યુલાકાંડા મંદિર સુધીનું કુલ ટ્રેકિંગ 12 કિલોમીટરનું છે. ઊંચાં વૃક્ષો, ઠંડું પણ સહન થાય તેવું વાતાવરણ, કૂણો તડકો અને હિમાલયનો મનમાં વસી જાય તેવો નજારો નિહાળતાં આ ટ્રેકિંગ કરવાની મજા અનોખી છે. વધુ આકરું ચઢાણ ન હોવાને કારણે મંદિર સુધી પહોંચવામાં ખાસ થાક પણ લાગતો નથી. યુલાકાંડા ટ્રેકની એક અન્ય ખાસિયત એ છે કે જે લોકોને શારીરિક શ્રમ વેઠવાની આદત ન હોય તેઓ પણ આ ટ્રેકનો આનંદ માણી શકે છે. મંદિરથી ત્રણ કિલોમીટર પહેલાં સુધી તમને નાસ્તો તેમજ પાણીની સુવિધા મળી રહે છે. ઠેર ઠેર આરામ કરવા માટે નાની મોટી કેમ્પસાઇટ પણ આવેલી છે. જ્યારે ત્રણ કિલોમીટર પહેલાં આવતા મંદિરના ગેટથી આગળ કોઈપણ પ્રકારનું રોકાણ તેમજ ભોજન પ્રવૃત્તિઓ પ્રતિબંધિત છે. મંદિરમાં દર્શન કરી ત્યાં આસપાસ થોડું ફરી એકાદ બે કલાકમાં પાછા ગેટ સુધી આવી શકાય છે. યુલાકાંડા મંદિરથી થોડા આગળ વધો ત્યાં રોરા કાંડા નામનો અન્ય વિસ્તાર છે. પ્રકૃતિની ગોદમાં વસેલા આ સ્થળેથી કિન્નર કૈલાશનું અદભુત સૌંદર્ય જોવાનો મોકો મળે છે. તેમાં પણ જો યુલાખાસથી વહેલી સવારે ચાલવાનું શરૂ કર્યું હોય તો સંભવતઃ કિન્નર કૈલાશ રેન્જ પરથી સૂર્યોદય જોવાનો લાભ પણ મળી શકે. યુલાકાંડાના મામલે આ તમામ માન્યતાઓ ખોટી પડે છે. આ ટ્રેક સવારે શરૂ કરો તો સાંજ પહેલાં તો પતાવીને પાછા પણ ફરી શકો એટલો સરળ છે. યુલાખાસમાં રોકાવા માટે પર્યાપ્ત સુવિધા છે. ભોજન માટેના પણ કેટલાક રસપ્રદ વિકલ્પ અહીં મોજૂદ છે. જોકે વધુ સુવિધાજનક રીતે રોકાવું હોય તો નજીકમાં આવેલા કિન્નૌર જિલ્લાના પાટનગર રિકોંગ પીઓમાં પણ રોકાઈ શકાય. હિમાચલનો આ વિસ્તાર સફરજનની ખેતી માટે વખણાય છે. સમય હોય તો એકાદ સફરજનના બગીચાની મુલાકાત લઈ શકાય. ઉપરાંત આ વિસ્તારમાં કિન્નૌરી સંસ્કૃતિની ઝલક બધે જ જોવા મળશે. યુલાકાંડા મંદિરનો ટ્રેક કરવો હોય તો ઠંડી સામેના રક્ષણ સિવાય કોઈ ખાસ તૈયારી કરવાની જરૂર નથી. યુલાખાસ સુધી પહોંચવું જોકે થોડું અઘરું સાબિત થશે. કારણ કે અહીંથી સૌથી નજીકનું રેલવે સ્ટેશન કાલકા 320 કિલોમીટરના અંતરે સ્થિત છે. જ્યારે સૌથી પાસે પડતું ચંદીગઢ એરપોર્ટ 360 કિલોમીટરના અંતરે છે. શિમલાથી આ ગામનું અંતર 230 કિલોમીટર છે. શિમલા સુધી ટોય ટ્રેન આવે છે. જ્યાંથી આગળ વધવા રોડમાર્ગ સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. આ વિસ્તારમાં બસની સુવિધા છે. ચંદીગઢ અને શિમલા બંને જગ્યાએથી રિકોંગ પીઓ સુધીની બસ મળે છે. જ્યાંથી આગળનો પ્રવાસ જોકે ટેક્સી સિવાય શક્ય નથી. યુલાકાંડાનો પ્રવાસ કરવાનો સૌથી ઉત્તમ સમય મે મહિનાથી ઓક્ટોબરની શરૂઆત સુધીનો છે. નવેમ્બરથી એપ્રિલ સુધી આ વિસ્તારમાં ભારે હિમવર્ષા થાય છે. જે દરમિયાન અહીં વાતાવરણ વિષમ અને રસ્તા બંધ હોય છે.
    Click here to Read More
    Previous Article
    France vs Paraguay Score, FIFA World Cup 2026 Live Updates: Goalless after 60 minutes as Mbappe and Co frustrated
    Next Article
    France vs Paraguay LIVE Score, FIFA World Cup 2026 Round Of 16: Kylian Mbappe Wastes Golden Chance, Involved In Heated Bust-Up | FRA 0-0 PAR

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment