Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આપઘાત પાછળનું કારણ અકબંધ:તરસાલી વિસ્તારમાં ચાર મહિના અગાઉ લગ્ન કરનાર યુવતીએ ગળેફાંસો ખાધો, પતિ માનસિક ત્રાસ આપતો હોવાના પિયર પક્ષના આક્ષેપો

    1 day ago

    વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી શિવમ રેસિડેન્સીમાં નવપરણિત યુવતીએ ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો છે. આ પરણીતાએ ચાર મહિના અગાઉ જ લગ્ન કર્યા હતા અને અચાનક ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ મામલે કપૂરાઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચાર મહિના પહેલાં જ લગ્ન થયા હતા શહેરના તરસાલી વિસ્તારમાં રેવા પાર્ટી પ્લોટની બાજુમાં આવેલી શિવમ રેસિડેન્સીમાં રહેતા કાર્તિક રાજેન્દ્રકુમાર જોશીના નેહા જોશી સાથે ચાર મહિના પહેલાં જ લગ્ન થયા હતા. આજે નેહા જોશીએ અચાનક ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. આ ઘટના અંગેની જાણ થતા કપૂરાઈ પોલીસે સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પિયર પક્ષનો પતિ કાર્તિક પર ગંભીર આક્ષેપ હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનો અને પતિના પરિવારજનો વચ્ચે ઘટનાને લઈ રકજક થઈ હતી. જો કે સમયસર રાવપુરા પોલીસે દોડી આવી પરિસ્થિતિને કાબૂમાં લઈ મામલો શાંત પાડ્યો હતો.નેહાના પરિવારજનોએ પતિ કાર્તિક જોશી પર માનસિક ત્રાસ આપવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેઓએ કહ્યું છે કે લગ્ન પછી નેહાને માનસિક યાતના આપવામાં આવતી હતી. પિયર પક્ષના આક્ષેપોને આધારે પોલીસે મૃતકના ઘરે સર્ચ કર્યું કપૂરાઈ પોલીસે આખા મામલાની વિગતવાર તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. પિયર પક્ષના આક્ષેપોને આધારે પોલીસે મૃતકના ઘરે સર્ચ કર્યું છે પરંતુ કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. છતાં પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Why Michael Olise, not Kylian Mbappe, is lynchpin of France’s star-studded attack
    Next Article
    Usha Mangeshkar Says Sister Asha Bhosle Was A 'Tomboy' Before She Eloped At 16

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment