Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરી ખાતે સમર ફેર યોજાયો:બેઘર લોકોની સહાયાર્થે કરુણા, સંસ્કૃતિ અને સામુદાયિક એકતાનો અનોખો ત્રિવેણી સંગમ

    1 day ago

    લંડનના કિંગ્સબરી ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરના ગણે તાજેતરમાં યોજાયેલો સમર ફેર રંગો, જીવંત સંસ્કૃતિ અને અદ્ભુત સામુદાયિક એકતાનું પ્રતીક બની રહ્યો. આ આયોજન પાછળનો મુખ્ય હેતુ સમાજના વંચિત અને બેઘર લોકોને આર્થિક તેમજ સામાજિક સહાય પૂરી પાડવાનો હતો. ઉમદા કાર્યમાં લોકોએ ઉત્સાભેર ભાગ લીધો આ ઉમદા કાર્યમાં સ્થાનિક પરિવારો, સમર્પિત સ્વયંસેવકો અને મુલાકાતીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સૌ કોઈએ સાથે મળીને માનવતાના આ મહાન કાર્યમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું અને સમાજ સેવા પ્રત્યેનો પોતાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો.આ મેળાનું વાતાવરણ અત્યંત ઉત્સાહવર્ધક અને દિવ્ય હતું. બાળકો માટે ખાસ રમત-ગમતનું આયોજન મેળામાં આવેલા બાળકોના આનંદ માટે ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રંગબેરંગી ફેસ પેઇન્ટિંગ અને વિવિધ રમત-ગમતની મનોરંજક પ્રવૃત્તિઓ મુખ્ય હતી. બાળકોની કિલકિલાટ અને ઉત્સાહને કારણે સમગ્ર મેળો આખો દિવસ જીવંત રહ્યો હતો. ખાણીપીણીના સ્ટોલ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા આ ઉપરાંત, ખાણીપીણીના સ્ટોલ્સ પણ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જેમાં અસલ ભારતીય સ્ટ્રીટ ફૂડની ચટાકેદાર વાનગીઓ, સ્વાસ્થ્યપ્રદ તાજું ઓરેન્જ જ્યુસ અને ઉનાળાની ગરમીમાં રાહત આપતો સૌનો મનપસંદ ફ્રેશ આઇસ ગોલા The Ice Gola Company દ્વારા પીરસવામાં આવ્યો હતો. જેણે સમર ફેરમાં ઠંડક અને યાદગાર સ્વાદ ઉમેર્યો. સમર ફેરમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન હતું સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણીમાં પરંપરાગત ભારતીય નૃત્યની પ્રસ્તુતિઓએ ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. આ નૃત્યોએ બ્રિટનની ધરતી પર ભારતીય ધરોહર અને સંસ્કૃતિનો સુંદર નઝારો રજૂ કર્યો હતો. જો કે, સમગ્ર મહોત્સવનું સૌથી મોટું અને મુખ્ય આકર્ષણ નિઃશંકપણે શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડ-લંડનનું ભવ્ય પ્રદર્શન રહ્યું હતું. બેન્ડના સભ્યોની શિસ્તબદ્ધ શક્તિશાળી હાજરી, માર્ચિંગ અને ઉત્સાહભર્યા સંગીતના સૂરોએ વાતાવરણમાં એક અનોખો રંગ ભરી દીધો, જે સૌના હૃદયમાં કાયમ માટે અંકિત થઈ ગયો. સામુદાયિક એકતા, કરુણા અને ઉમદા હેતુ આ સમર ફેર માત્ર મનોરંજન માટેનો એક સામાન્ય મેળો નહોતો, પરંતુ તે સામુદાયિક એકતા, કરુણા અને ઉમદા હેતુ સાથે મળીને શું હાસલ કરી શકાય, તેનો સુંદર સંદેશ આપતો એક યાદગાર દિવસ હતો. આ મેળો નવ સહાનુભૂતિ અને સમાન હેતુ સાથે મળીને સમાજમાં કેવું મોટું સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે તેનો જીવંત અને પ્રેરણાદાયી સંદેશ આપતો એક અત્યંત સફળ દિવસ સાબિત થયો. દિવ્ય ભાસ્કર માટે લંડનથી સુર્યકાંત જાદવાનો રિપોર્ટ
    Click here to Read More
    Previous Article
    Sai Sudharsan Hits Magnificent 168 As India A Take 175-Run Lead Against Sri Lanka A
    Next Article
    FRA vs PAR Live Streaming: Team News, Likely Starting XI, Key Players, H2H; How To Watch?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment