Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણદેવી પોલીસે બાઈક ચોરને ઝડપ્યો:મહુવા સહિત બે બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો

    23 hours ago

    ગણદેવી પોલીસે બાઈક ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી કુલ રૂ. ૧ લાખની કિંમતની બે ચોરાયેલી મોટરસાયકલ જપ્ત કરવામાં આવી છે. આ ચોરી ગણદેવી અને સુરત જિલ્લાના મહુવા વિસ્તારમાં થઈ હતી. નવસારી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ પ્રશાસન દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે ગણદેવી પોલીસને આ સફળતા મળી છે. પોલીસને બાતમી મળી હતી કે ગણદેવી વિશ્રામગૃહ પાસેથી ચોરાયેલી હીરો સ્પેલન્ડર પ્લસ (રજી. નંબર- GJ-21-DC-7121) લઈને એક ઇસમ ગણદેવી ચાર રસ્તા તરફથી બીલીમોરા તરફ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ગણદેવી ઘનોરી ચાર રસ્તા પાસે વોચ ગોઠવીને મોટરસાયકલ ચાલકને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા તેણે ગણદેવી ખાતેથી બાઈક ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત, તેણે સુરત ગ્રામ્યના મહુવા બસ સ્ટેશન ખાતેથી પણ અન્ય એક હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ (રજી. નંબર- GJ-05-FM-1539) ની ચોરી કરી હોવાનું સ્વીકાર્યું હતું. પોલીસે બંને મોટરસાયકલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીનું નામ પ્રીતેશ ઉર્ફે રાહુલ નિમેષભાઈ હળપતિ (ઉંમર ૨૦, રહે. કોથા ગામ, વશી ફળિયા, તા. ગણદેવી, જિ. નવસારી) છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં જાનથી મારી નાખવાની ધમકી:રિપોર્ટમાં દાવો– આરોપીએ ફેસબુક પર લખ્યું- મોદી પોતાના મોત માટે આવી રહ્યા છે
    Next Article
    વર્ષે અહીંથી 20 કરોડ ચિપ નીકળશે: PM:મોદીએ સાણંદમાં CG સેમિ. પ્લાન્ટમાં ચિપના ઉત્પાદનનો પ્રારંભ કરાવ્યો, અમદાવાદ એરપોર્ટ પર રાજ્યના મંત્રીમંડળ સાથે બેઠક યોજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment