Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધંધુકા-રાણપુર રોડ પર ડમ્પર પાછળ પિકઅપ ઘૂસી:સુરતથી બોટાદ જતી વાનના ડ્રાઇવર સહિત બે ઇજાગ્રસ્ત

    1 day ago

    ધંધુકા-રાણપુર રોડ પર આવેલા કોટડા ગામ નજીક આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. સુરતથી બોટાદ તરફ જઈ રહેલી એક પિકઅપ વાન રોડ પર ઉભેલા ડમ્પર પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે પિકઅપ વાનનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત બન્યો હતો. આ ઘટનામાં પિકઅપ વાનના ડ્રાઇવર સહિત બે વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં જ ધંધુકા 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે બંને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી, ત્યારબાદ તેમને વધુ સારવાર માટે ધંધુકાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. આ અકસ્માતના કારણે થોડા સમય માટે રોડ પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. સ્થાનિક લોકો અને રાહદારીઓની મદદથી રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માત અંગે ધંધુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢના 4 તાલુકામાં 62 ઈંચ વરસાદ, 22 ગામ સંપર્ક વિહોણા:માંગરોળમાં આભ ફાટ્યું, 19 લોકો પૂરમાં ફસાતા રેસ્ક્યુ; અમદાવાદમાં વીજળીના ચમકારા સાથે ધીમી ધારે વરસાદ
    Next Article
    Alpha Box Office Collection Day 1 Update: Alia Bhatt-starrer earns Rs 15 cr worldwide, weakest Spyverse film yet

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment