Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં અસહ્ય ગરમી બાદ ધોધમાર વરસાદ:વીજળીના કડાકા સાથે ​સિદ્ધપુર, ચાણસ્મા, સરસ્વતી સહિતના વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

    एक दिन पहले

    પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારા બાદ શુક્રવારે મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં કાળા વાદળો ઘેરાયા બાદ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આ વરસાદને કારણે સમગ્ર પાટણ પંથકમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે. પાટણ શહેર ઉપરાંત સિદ્ધપુર, ચાણસ્મા અને સરસ્વતી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારથી લઈને ધોધમાર વરસાદ નોંધાયો હતો. લાંબા સમયના વિરામ બાદ વરસેલા આ વરસાદથી ગરમીથી ત્રસ્ત નાગરિકો, પશુ-પંખીઓ અને પ્રકૃતિમાં નવી ચેતનાનો સંચાર થયો છે. અચાનક શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે પાટણ સહિતના વિવિધ તાલુકા મથકોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. માર્ગો પર પાણી ફરી વળતા વાહનચાલકો અને સ્થાનિક રહીશોને થોડી અગવડતાનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આ વરસાદ સામાન્ય જનજીવન માટે મોટી રાહત લઈને આવ્યો છે. વરસાદના આગમનથી સૌથી વધુ ખુશી ધરતીપુત્રોમાં જોવા મળી રહી છે. ખેડૂતોમાં આગામી પાકને લઈને આનંદની લાગણી વ્યાપી ગઈ છે. આ વરસાદ આગામી પાક માટે અત્યંત સાનુકૂળ સાબિત થશે તેવી આશા સાથે ખેડૂતો ખેતીકામની તૈયારીઓમાં જોતરાઈ જશે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ જિલ્લામાં મેઘતાંડવ, માંગરોળમાં 22 ઈંચ વરસાદ:22 ગામ સંપર્ક વિહોણા, રાજ્યના 16 અને પંચાયતના 27 રસ્તા બંધ; ભાખરવડ ડેમ ઓવરફ્લો, વઘઈ-અંબિકામાં 14-14 ઈંચ
    Next Article
    દમણ કોસ્ટલ હાઈવે પર કન્ટેનર ડ્રેનેજ ખાડામાં ફસાયું:પાતલિયા-ભેંસલોર માર્ગે ટ્રાફિક ખોરવાયો, સદનસીબે જાનહાનિ ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment