Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટની હોસ્ટેલમાં દીકરીનું શંકાસ્પદ મોત:વિદ્યાર્થિનીના શંકાસ્પદ મોત મામલે આહિર સમાજનો રોષ, તટસ્થ તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ

    1 day ago

    રાજકોટના જસદણ ખાતે આવેલી આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની હોસ્ટેલમાં અભ્યાસ કરતી ભાવનગર જિલ્લાની દીકરીનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતા ભારે ચકચાર મચી ગઈ છે. હોસ્ટેલ સંચાલકોની ગંભીર બેદરકારી અને શંકાસ્પદ ભૂમિકાના આક્ષેપો સાથે આજે પીડિત પરિવાર અને આહિર સમાજના અગ્રણીઓ દ્વારા ભાવનગર ખાતે વિશાળ મૌન રેલી યોજવામાં આવી હતી. સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલાની તટસ્થ તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પરિવારજનો રાજકોટ સિવિલ પહોંચ્યા તો દીકરી મૃત હાલતમાં મળી આવી હતી ભાવનગરના મોટા ગઢડા ગામના વતની રમેશભાઈ નરસિંહભાઈ આહિરની પુત્રી આયુષ્યબેન રાજકોટની આલ્ફા નવોદય સૈનિક સ્કૂલમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. ગત 28 એપ્રિલ 2026ના રોજ પરિવારજનો તેને અભ્યાસ માટે હોસ્ટેલ મૂકી આવ્યા હતા. પિતા રમેશભાઈના જણાવ્યા અનુસાર 24 જૂનના રોજ હોસ્ટેલ તરફથી ફોન આવ્યો હતો કે દીકરીના પગમાં દુખાવો છે અને ખાલી ચડી ગઈ છે. પિતાએ વધુ તપાસ કરતા સંચાલકોએ જણાવ્યું કે, દીકરીને અછબડા (ચિકનપોક્સ) થયા હતા, પરંતુ હવે તે ઠીક છે. ત્યારબાદ દીકરીની તબિયત વધુ લથડતા તેને રાજકોટની સિનર્જી અને અમૃતા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાંથી તેને સિવિલ હોસ્પિટલ રિફર કરાઈ હતી. કમનસીબે, પરિવારજનો રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે દીકરી મૃત હાલતમાં મળી આવી હતી. આહિર સમાજે ઉઠાવ્યા ગંભીર સવાલો ભાવનગર આહિર સમાજના અગ્રણી મહાવીર ડાંગરે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યા બાદ મીડિયા સમક્ષ હોસ્ટેલ પ્રશાસન સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. હોસ્ટેલમાં અંદાજે 50 જેટલા બાળકોને અછબડા અને ઓરી થયા હોવા છતાં વાલીઓને અંધારામાં રાખવામાં આવ્યા હતા. બે બાળકો ICUમાં દાખલ હોવા છતાં વહીવટી તંત્રે આ માહિતી છુપાવી હતી. દીકરીના શરીર પર જોવા મળેલા ઘા સામાન્ય અછબડાના નથી. તેનું શરીર કાળું પડી ગયું હોવાથી પરિવારને આ કોઈ અત્યાચાર અથવા શોર્ટ સર્કિટ (વીજ કરંટ) જેવી ગંભીર ઘટના હોવાની આશંકા છે. હોસ્ટેલના સંચાલકો રાજકીય રીતે પ્રભાવશાળી અને આર્થિક રીતે સધ્ધર હોવાથી તપાસને ભટકાવવાનો પ્રયાસ થઈ શકે છે તેવી ભીતિ પરિવારે વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સમક્ષ ન્યાયની ગુહાર પીડિત પરિવાર અને આહિર સમાજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને રાજકોટ એસપી વિજય ગુજ્જરને રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે: આ કમનસીબ ઘટનાને પગલે સમગ્ર આહિર સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે. જો આગામી દિવસોમાં તટસ્થ તપાસ કરી કાયદેસરના પગલાં લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સ્પોર્ટ્સ અપડેટ- ગોળી વાગવાથી પેલેસ્ટિનિયન ફૂટબોલર સલીમનું મોત:બીજી ટેસ્ટ પહેલા શ્રીલંકાના 4 ખેલાડીઓ ઈજાગ્રસ્ત, માત્ર 13 ફિટ ખેલાડીઓ જ બચ્યા
    Next Article
    ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય:વીજ ટાવર-લાઈનના જમીન વળતરમાં ઐતિહાસિક વધારો, હવે બજારભાવના બમણા દરે મળશે સહાય, જંત્રી આધારિત વળતરનો અંત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment