Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુર એરોમા સર્કલ પાસે બાઇક-ટ્રક અકસ્માત:ડાંગીયા મડાણા તરફ જતા મામા-ભાણેજનાં ઘટનાસ્થળે મોત

    8 घंटे पहले

    પાલનપુર એરોમા સર્કલ નજીક આજે બાઇક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઇક પર સવાર બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. મૃતકો મામા-ભાણીયા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ બંને યુવકો પાલનપુર તરફથી ડાંગીયા મડાણા તરફ જઈ રહ્યા હતા. પાલનપુરથી થોડે આગળ એરોમા સર્કલ પાસે તેમની બાઇક ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે બંને યુવકોને ગંભીર ઇજાઓ થતાં સ્થળ પર જ તેમનું મૃત્યુ થયું હતું. અકસ્માતના પગલે ડીસા-પાલનપુર હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ પશ્ચિમ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિકને નિયંત્રણમાં લીધો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ શરૂ કરી છે. ટ્રક ચાલક સહિત અન્ય જરૂરી વિગતો એકત્ર કરવાની કાર્યવાહી ચાલુ છે. આ અંગે પાલનપુર શહેર પચ્છિમ PI એ જણાવ્યું હતું કે આ બંને યુવકો મડાણા ડાંગીયાના છે બંને ઠાકોર સમાજ ના છે એક યુવક 27 વર્ષનો છે અને બીજો યુવક 45 વર્ષનો મામાં-ભાણીયા છે
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં વીજ વિભાગની કોર્પોરેટર ઓફિસમાં જ આગ:MDની ચેમ્બર પાસેના AC માંથી તણખા ઝર્યા બાદ આગ લાગતા ધૂમાડાના ગોટેગોટા ફેલાયા, સમયસર આગ કાબૂમાં આવી જતા જાનહાનિ ટળી
    Next Article
    E-Rickshaw Drivers की बड़ी परेशानी, BAT-BMS App से बीच रोड़ रिक्शा बंद होने से जान को खतरा!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment