Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરનો ચકચારી રાજ સ્કૂલ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો કેસ:પોલીસ તપાસના નામે ગરબા રમતી રહી, આરોપીની ક્વોશિંગ પીટીશન; પીડિત સાથે સમાધાન પણ કરી લીધું!

    1 day ago

    ગાંધીનગરના સેક્ટર 25માં આવેલી જાણીતી રાજ સ્કૂલના આચાર્ય અશ્વિન ભોળાભાઈ પટેલના પુત્ર રાજ પટેલ દ્વારા સગીર વિદ્યાર્થી સાથે આચરવામાં આવેલા સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યએ પાટનગરના શિક્ષણ જગતને શર્મસાર કરી દીધું છે. સગીરના શારીરિક શોષણનો વીડિયો વાઇરલ થયા બાદ સેક્ટર 21 પોલીસ મથકમાં પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગત 14 જૂનના રોજ ગુનો દાખલ કરી તપાસનાં નામે પોલીસ ગરબા રમતી રહી અને આરોપીએ આ સમયનો લાભ ઉઠાવી ક્વોશિંગ પીટીશન દાખલ કરી પીડિત પરિવાર સાથે સમાધાન પણ કરી લીધું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. શાળાના પરિસરમાં જ સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આશરે બે વર્ષ જૂના આ કેસની હચમચાવી મૂકતી વિગતો મુજબ, સેક્ટર 25 ખાતેની રાજ સ્કૂલમાં જ ઓફિસ પાસેના એક રૂમમાં આ શર્મશાર ઘટના ઘટી હતી. રાજ પટેલ રાત્રિના સમયે ત્યાં જઈને સગીરને એકલો પાડીને તેની મરજી વિરુદ્ધ પોતાની હવસ સંતોષતો હતો. જેનો કથિત વીડિયો બહાર આવતા જ સેકટર 21 પોલીસ મથકમાં પોક્સો અને એટ્રીસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટના બાદ આરોપીના રાજકીય કનેક્શનો પણ સપાટી પર આવ્યા હતા. સત્તાધારી પક્ષની યુવા ટીમ સાથે ગાઢ રીતે સંકળાયેલો રાજ પટેલ અવારનવાર જાહેર કાર્યક્રમોમાં મોટા નેતાઓ સાથે ફોટા પડાવીને પોતાનો રાજકીય પ્રભાવ જમાવતો હતો. જોકે આ કલંકિત વીડિયો વાઇરલ થતાં જ બદનામીના ડરથી યુવા ટીમના નેતાઓએ તાત્કાલિક તેનાથી છેડો ફાડી લીધો હતો. આશ્ચર્યની અને ખેદની વાત એ છે કે, આટલો ગંભીર અને સંવેદનશીલ મુદ્દો હોવા છતાં આ પ્રકરણમાં બાળ અધિકાર, વિદ્યાર્થી સુરક્ષા અને સામાજિક ન્યાયના નામે મોટી વાતો કરતા સંગઠનો પણ આ મામલે ભેદી મૌન સેવી લીધું હતું. આરોપી પોલીસને ગરબા રમાડી ભૂગર્ભમાં ઉતરી ગયો બીજી તરફ આરોપી ધોળા દિવસે પોલીસને ગરબા રમાડીને ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને પોલીસ તંત્ર માત્ર તપાસ ચાલુ છે તેવું ગાણું ગાઈને હાથ અધ્ધર કરી રહ્યું હતું. સામાન્ય રીતે પોક્સો એટ્રોસિટી જેવા સંવેદનશીલ મામલામાં પોલીસ આરોપીને રાત દિવસના ઉજાગરા કરીને પણ શોધી કાઢી લેતી હોય છે. પરંતુ ઉકત કિસ્સામાં આ સમગ્ર ચકચારી કેસમાં તપાસ ગોકળગતિએ ચાલી હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. આરોપી રાજ પટેલે હાઇકોર્ટમાં ક્વોશિંગ પીટીશન ફાઇલ કરી કેમકે રૂમમાં બાળકનું શારીરિક શોષણ કરતો કથિત વીડિયોમાં રાજ પટેલ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. પોલીસની ઢીલી તપાસના લીધે તેને કાયદાકીય છટકબારીઓ શોધવા માટેનો પૂરતો સમય મળી ગયો હતો. જેનો લાભ ઉઠાવી રાજ પટેલે હાઇકોર્ટમાં ક્વોશિંગ પીટીશન ફાઇલ કરી પીડિત પરિવાર સાથે સમાધાન પણ કરી લીધું છે. પીડિત પરિવાર સાથે સમાધાન થઈ ગયું આ અંગે એસટી એસી સેલના ડીવાયએસપી એસ.એમ.ચૌધરીએ કહ્યું કે, રાજ પટેલે એફઆઈઆર મામલે હાઈકોર્ટમાં ક્વોશિંગ પીટીશન દાખલ કરી હતી. જેનું પીડિત પરિવાર સાથે સમાધાન થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, રાજ પટેલના રાજકીય કનેક્શન્સ અને સત્તાધારી પક્ષના નેતાઓ સાથેના ફોટાઓ આ કેસમાં તપાસની ગતિ ધીમી પડવા પાછળનું મુખ્ય કારણ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. પોલીસની તપાસમાં જે સક્રિયતા દેખાવી જોઈતી હતી તે આ કિસ્સામાં ક્યાંય જોવા મળી નહીં. ફરિયાદ રદ કરવા સુધીનો માર્ગ મોકળો કર્યો સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, જે ગંભીર ગુનામાં પીડિત બાળકનું ભવિષ્ય અને તેની માનસિક સ્થિતિ દાવ પર હતી. ત્યાં અંતે બંને પક્ષે સમાધાન થઈ ગયું. પોલીસની નિષ્ક્રિયતાના કારણે આરોપી પીડિત પરિવાર સુધી પહોંચી શક્યો અને દબાણ કે લોભલાલચ આપીને ફરિયાદ રદ કરવા સુધીનો માર્ગ મોકળો કર્યો હોવાની ચર્ચા હાલમાં ટોક ઑફ ધ ટાઉન બની છે.
    Click here to Read More
    Previous Article
    કેશોદ-માંગરોળ પંથકમાં આભ ફાટ્યું, VIDEO:જળબંબાકાર વચ્ચે વહીવટી તંત્ર તેમજ NDRF એલર્ટ, છેલ્લા 12 કલાકમાં 9.8 ઇંચ વરસાદથી સ્ટેટ હાઇ-વે બંધ
    Next Article
    Pak Army Handed Guns To Kashmiris, Now They Call Us Terrorists: PoK Leader

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment