Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના આરવ પટેલે રોકબોલમાં ભારતને ગોલ્ડ અપાવ્યો:સાઉથ એશિયન ચેમ્પિયનશિપમાં નેપાળને હરાવી ચેમ્પિયન બન્યું

    1 day ago

    વલસાડના યુવા ખેલાડી આરવ અતીત પટેલે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. નેપાળના કાઠમંડુ ખાતે 29 જૂનથી 1 જુલાઈ દરમિયાન યોજાયેલી સાઉથ એશિયન રોકબોલ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફાઇનલમાં ભારતે યજમાન નેપાળને પરાજય આપ્યો હતો. આ ચેમ્પિયનશિપમાં દક્ષિણ એશિયાના કુલ આઠ દેશોએ ભાગ લીધો હતો, જેમાં ભારત, નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, માલદીવ, ભૂતાન અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે. ભારતીય ટીમે સમગ્ર સ્પર્ધા દરમિયાન શાનદાર દેખાવ કરીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. 1 જુલાઈના રોજ રમાયેલી નિર્ણાયક મેચમાં ભારતે નેપાળને હરાવીને ખિતાબ જીત્યો હતો. આ વિજેતા ભારતીય ટીમમાં વલસાડના આરવ પટેલની સત્તાવાર પસંદગી થઈ હતી. તેમણે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન નોંધપાત્ર રમતનું પ્રદર્શન કરીને ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આરવની પસંદગી તેમના રાષ્ટ્રીય સ્તરના સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન અને જીતેલા મેડલને આધારે કરવામાં આવી હતી. કોચ અને ટીમના કેપ્ટન નિશિતસિંહ રાણાના માર્ગદર્શન હેઠળ આરવે સખત મહેનત કરી હતી. આરવ હાલમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં બી.એસસી. ઇન સ્પોર્ટ્સ કોચિંગનો અભ્યાસ કરી રહ્યો છે. રોકબોલ ઉપરાંત તે વોલીબોલ અને ક્રિકેટમાં પણ પ્રતિભાશાળી ખેલાડી તરીકે જાણીતો છે. તેની આ સિદ્ધિ બદલ વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યના રમતપ્રેમીઓ, સામાજિક અને રાજકીય અગ્રણીઓએ તેને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.
    Click here to Read More
    Previous Article
    અસલીના નામે નકલી સોનાનો ખેલ:નકલી દાગીનાનું અસલી સર્ટિફિકેટ બનાવી બેંક પાસેથી 8.99 લાખની લોન લેનાર ભેજાબાજોને અડાજણ પોલીસે ઝડપ્યા
    Next Article
    ISRO Bengaluru HQ Evacuated After Bomb Threat Email; Police Say Hoax

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment