Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાસીરનગર ડિમોલિશનમાં રાજ્ય સરકાર કેમ એક્ટિવ નથી? હાઈકોર્ટ:તપાસ કમિટીનો રિપોર્ટ ભીનું સંકેલવાનો પ્રયાસ, એક મહિના પછી પણ પોલીસ ફરિયાદ કેમ નથી લેતી? ગંભીરતા ક્યાં?

    12 hours ago

    સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા ગેરકાયદે ડિમોલીશન મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી થયા બાદ આજે (2 જુલાઈ) સુનાવણી યોજાઈ હતી. વિવાદિત ડિમોલીશન સમયે પોલીસ અધિકારીઓ અને સુરત મનપાના અધિકારીઓની હાજરીને લઈ કોર્ટે આકરી ટીપ્પણી કરી હતી. સાથે રાજ્ય સરકારની જવાબદારીને લઈ પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, આમાં રાજ્ય કેમ એક્ટિવ નથી.વિવાદિત ડિમોલીશનની તપાસ માટે ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારી હેઠળ રચાયેલી તપાસ કમિટીને લઈ પણ સવાલ ઉઠાવ્યો હતો. પોલીસની કામગીરીને લઈ કોર્ટે કહ્યું હતું કે, ડીસીપી કક્ષાના અધિકારી ઘટનાસ્થળે હાજર હતા તો તેને ડિમાર્કેશન અને ડિમોલીશનના ભેદની ખબર ન પડી? ડિમોલીશન થયાના એક મહિના બાદ પણ પોલીસે ફરિયાદ કેમ નથી લીધી?DCP બોલ્યા હશે કે હાઈકોર્ટમાં જવું હોય તો જાવ તે સાબિત થશે તો કાર્યવાહી થશે. સાથે સવાલ કરતા કહ્યું કે, લોકોનું ઘર તોડી નાખવું એ ફોજદારી ગુનો નથી? ટોરેન્ટ સવાલ કર્યો- શું ફોન પરની સૂચનાથી વીજ પાવર કાપી શકાય? હાઈકોર્ટે ટોરેન્ટ પાવરને પૂછ્યું હતું કે, વીજળી કનેક્શન ડિમોલિશન પહેલા કાપ્યું કે ત્યાં પહોંચ્યા પછી ? ટોરેન્ટ પાવરે જણાવ્યું હતું કે, SMC સેન્ટ્રલ ઝોનમાંથી શૈલેષભાઈ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. કોર્ટે પૂછ્યું હતું કે, SMCના જે 5 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા તેમાં આનું નામ છે ? જેનો જવાબ નકારમાં મળ્યો હતો. કોર્ટે આ શૈલેષભાઈની ઓળખ અંગે પૃચ્છા કરી હતી. તેમની પાસે તેઓનો મોબાઇલ નંબર છે, ટોરેન્ટ પહોંચી ત્યારે ડિમોલિશન ચાલુ હતું, વીજ પ્રવાહ પણ ચાલુ હતો. પછી મુખ્ય જંક્શન બોક્ષમાંથી વીજ પ્રવાહ બંધ કરાયો હતો. ટોરેન્ટ પહોંચ્યું ત્યારે 18 મીટર તૂટેલા હતા, 11 યોગ્ય પરિસ્થિતિમાં નહોતા, 4 મીટર ચાલુ કરાયા અને 07 વીજ કનેક્શન ચાલુ થઈ શકયું નહોતું. કોર્ટે પૂછ્યું હતું કે આ ઘટનામાં ટોરેન્ટ અગાઉથી વીજ સપ્લાય કાપ્યો નથી ,તો આવી ઘટનાઓમાં પ્રોટોકોલ શું હોય છે ? લેખિત પરવાનગી વગર ફક્ત ફોન ઉપરની સૂચનાથી વીજ પાવર કાપી શકાય ? ટોરેન્ટ જણાવ્યું હતું કે, આ સંદર્ભે કોઈ પ્રોટોકોલ નથી, ડિમોલિશન ખોટું હોય તો પણ વીજ પ્રવાહથી અકસ્માત સર્જાઈ શકે એટલે જાણ થતા વીજ પ્રવાહ કાપવો પડે. 'ઘટનાસ્થળે હાજર અધિકારીઓએ તપાસમાં સહકાર ન આપ્યો, સસ્પેન્ડ કરાયા' અરજદારે જણાવ્યું હતું કે, બે શૈલેષ ભાઈ છે એક SMC કર્મચારી અને બીજા બિલ્ડર. એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં SMCએ સેન્ટ્રલ ઝોન જુનિયર ઇજનેર, આસિસ્ટન્ટ એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર અને બે કાર્યપાલક એન્જિનિયરના નિવેદન લીધા હતા. તેઓ ડિમોલિશન સમયે ઘટનાસ્થળે હાજર હોવા ડિમોલિશન અંગે તેઓને માહિતી નહીં હોવાનું જણાવ્યું હતું. તેઓએ તપાસમાં સહકાર આપ્યો નથી, જેથી આ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હવે આગળ ઊંડાણપૂર્ણક કાર્યવાહી શરૂ કરવામાં આવશે. કોર્ટે પૂછ્યું હતું કે, ડિમોલિશન થયું તે વિસ્તાર SMCના કયા ઝોનમાં આવે છે સેન્ટ્રલ કે નોર્થ ઝોનમાં ? એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે તેઓએ SMCની સૂચના મેળવી છે અને તે વિસ્તાર સેન્ટ્રલ ઝોનમાં આવે છે. જ્યારે અરજદારના વકીલે જણાવ્યું હતું કે, અસરગ્રસ્તોન પ્રોપર્ટી ટેક્સ બિલમાં નોર્થ ઝોન લખેલું છે. આ ગેરકાયદે ડિમોલીશન મુદ્દે રાજ્ય સરકારનું સ્ટેન્ડ શું છે?- કોર્ટ મુખ્ય સરકારી વકીલે જણાવ્યું હતું કે, રાજ્ય આ બાબતમાં પોલીસ સિવાય ક્યાંય સંકળાયેલું નથી. જેથી કોર્ટે પૂછ્યું હતું કે, કેમ રાજ્યની નાગરિકો પ્રત્યે જવાબદારી નથી ? શા માટે રાજ્ય કહેતું નથી કે, આ ગેરકાનૂની પ્રવૃતિ હતી. શા માટે રાજ્યે કોઈ પગલાં લીધા નહીં ? તમે આ બાબતને લોકલ ગણતા હોવ તો કોર્ટ તેવી રીતે જોશે. તપાસ કમિટી Dymcના અધ્યક્ષ પદે કેમ બનાવાઈ ? આટલી મોટી ઘટનામાં રાજ્ય સરકાર કેમ એક્ટિવ થઈ નહીં ? આવું મોટું કામ લોકલ અધિકારી કરી શકે નહીં ,કોઈનો ટેકો હોવો જ જોઈએ. જો ડિમાર્કેશન માટે ગયા હતા તો સાથે JCB જેવી મશીનરી કેમ હતી? SMCનો પ્રાથમિક તપાસ અહેવાલ પણ ગોળ ગોળ છે. જો SMC ડિમાર્કેશન માટે નાસિરનગર ગયું હતું તો જોડે JCB જેવી હેવી મશીનરી કેમ હતી ? આમ આ આખું એક ડિમોલિશનનું આયોજન હતું. આટલું સમજતા SMCને વાર લાગે ? આટલો જલ્દી રિપોર્ટ આવી ગયો ? આ ભીનું સંકેલવાનો પ્રયાસ છે. 100 જેટલા કુટુંબ ઘરવિહોણા બની ગયા છે. સસ્પેન્ડ કરાયેલ કર્મચારીઓ તો ઘરે આરામ કરશે અને તપાસ વર્ષો સુધી ચાલશે. રાજ્ય સરકારે જાતે કહેવું જોઈએ કે SMCના કેટલાક અધિકારીઓએ એકલા આવું કર્યું તે માની શકાય તેમ નથી. સૌથી ખરાબ ભાગ એ કે, SMC કમિશ્નર કહે છે કે, તેઓને અનઓફિશિયલ ખાનગી વ્યક્તિ ડિમાર્કેશન માટે રજૂઆત કરે છે. આ સંપૂર્ણ ગેરકાનૂની રીત છે. કમિશ્નર કરતા ઊંચા લેવલના અધિકારીની આ કેસમાં તપાસની જરૂર છે. કોર્પોરેશન આવી રીતે ચાલે છે ? આવું કેટલુંય અનધિકૃત કાર્ય કોર્પોરેશનમાં થતું હશે ! આ તો અસરગ્રસ્ત લોકો વધારે લોકો હતા એટલે કોર્ટ સમક્ષ આવ્યા. કર્મચારીઓને સસ્પેન્ડ કરવા એ કોઈ કડક પગલાં નથી. લોકો ફરિયાદ કરવા ગયા તો પોલીસે કેમ કશું ના કર્યું ? ડિમોલિશન ગેરકાનૂની છે જ વળી ડીમાર્કેશન વિશે પણ કોઈ અધિકૃત અરજી નથી ! એક મહિનો કરતા વધુ સમય વિત્યો પણ પોલીસ ફરિયાદ કેમ થઈ નથી ? તમે હજુ તપાસ જ કરો છો, ગંભીરતા ક્યાં છે ? લોકોનું ઘર તોડી નાખવું એ ફોજદારી ગુન્હો નથી? પોલીસનું કામ માત્ર કાયદો વ્યવસ્થા જાળવવાનું, મુખ્ય કાર્ય SMCનું હતું- સરકારી વકીલ સરકારી વકીલે જણાવ્યું હતું કે, પોલીસનું કામ ત્યાં માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું હતું. બાકી મુખ્ય કાર્ય SMCનું હતું. જેથી કોર્ટે કહ્યું હતું કે, પોલીસ પાસે કોર્પોરેશનનો પાવર ના હોય એ સ્વાભાવિક છે. પરંતુ આટલું મોટું ડિમોલિશન થયું, પોલીસને જાણ કરાઈ તો સંગ્નાંન કેમ લીધું નહીં ? કેમ પગલા લીધા નહીં ? DCP જેવા સિનિયર અધિકારી ડિમોલિશન સ્થળે હતા. તેઓને ડી માર્કેશન અને ડિમોલિશનમાં ખબર ના પડે ? પોલીસના સહકાર વગર આ ડિમોલિશન શક્ય નથી. 'અગાઉ અહીંથી બાંગ્લાદેશી ઝડપાયા એટલે એ પ્રમાણે પોલીસ બંદોબસ્ત રાખવો પડે' મુખ્ય સરકારી વકીલે જણાવ્યું હતું કે, નાસીર નગરમાં અસમાજિક તત્વોનો અહેવાલ છે. ઘર્ષણને ટાળવા પોલીસ ત્યાં હતી. આ રાષ્ટ્રીય સુરક્ષાના પ્રશ્ન પણ છે. 26 ગંભીર ગુન્હેગારો ત્યાં રહે છે. અગાઉ અહીંથી ગેરકાનૂની રીતે રહેતા 44 બાંગ્લાદેશી ઝડપાયા છે, એટલે એ પ્રમાણે પોલીસ બંદોબસ્ત રાખવો પડે. પરંતુ અહીં અમે ડિમોલિશનને જસ્ટિફાઈ કરતા નથી. આવ કેટલાય બંદોબસ્ત અપાયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ વિવાદિત ડિમોલિશન હતું. જ્યારે બીજા અહેવાલોમાં અહીં અનેક ઘર ગેરકાનૂની બન્યા હતા. પોલીસ કમિશનરનું માનવું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતો પોલીસનો અહીં રોલ હતો. જો કંઈ ખોટું થાય તો ઉચ્ચ અધિકારીને જાણ કરવી જોઈએ. ડિમોલીશન પછી પોલીસ કમિશનરેન ફરિયાદ કેમ ના લીધી? કોર્ટ કહ્યું હતું કે, તમને ખબર હતી કે, ત્યાં ડીમાર્કેશનનો બંદોબસ્ત અપાયો છે. ત્યાં પોલીસની હાજરીમાં અનધિકૃત ડિમોલિશન થયું તો મહિનો શું કર્યું ? પોલીસ પ્રોએક્ટિવ કેમ ના થઈ ? ડિમોલિશન પછી પોલીસ કમિશ્નરે ફરિયાદ કેમ ના નોધી ? તમને પોલીસની ક્ષમતા વિશે ડાઉટ છે ? કોર્ટે સરકારી વકીલને સમજાવવા યુટ્યુબ લાઇવ સ્ટ્રીમિંગનું માઇક થોડીક વખત બંધ કરાવી દીધું હતું. ત્યારબાદ આકરી ટિપ્પણી કરી હતી કે, પોલીસ અંધ કે મૂક બધિર નથી. SOGના DCP હોવું મતલબ બીજા સમકક્ષ પોલીસ અધિકારીઓ કરતા શ્રેષ્ઠ હતા. પોલીસ પ્રો એક્ટિવ હોવી જોઈએ. જેટલો સમય આ ઘટનાની તપાસમાં લેવાશે તેટલો ઢાંક પીછોડો કરવાની શકયતા વધુ રહેશે. મીડિયા બધું જુએ છે, સોશિયલ મીડિયા એક્ટિવ છે. આટલું મોટું ગેરકાનૂની કામ કરીને લોકો છટકી જશે ? 112 નંબર ઉપર ફોન કરાયો તો પણ પોલીસ એક્ટિવ થઈ નહીં. DCP બોલ્યા હશે કે હાઈકોર્ટમાં જવું હોય તો જાવ તે સાબિત થશે તો કાર્યવાહી થશે- કોર્ટ મુખ્ય સરકારી વકીલે કહ્યું હતું કે, ઓથોરિટી આ ઘટનાની મૂળમાં જશે. આ દરમિયાન અરજદારના વકીલે જણાવ્યું હતું કે, DCP રાજદીપસિંહ નકુમે ડિમોલિશન સમયે અસરગ્રસ્તોને જણાવ્યું હતું કે, તમારે હાઇકોર્ટમાં જવું હોય તો જાઓ. જેથી કોર્ટે કહ્યું હતું કે, DCPના શબ્દો જો આવા હશે તો તેની વીડિયોની વોઇસ સ્પેક્ટોગ્રાફી માટે તેને FSLમાં મોકલીને DCP સામે કાર્યવાહી કરાશે. આ સમાચાર પણ વાંચોઃ નાસીરનગર ડિમોલિશનના વિવાદાસ્પદ DCP નકુમને સરકારનું ઇનામ:એક તરફ હાઇકોર્ટ ખખડાવતી હતી ને બીજી તરફ IPSના પ્રમોશનનો લેટર છૂટ્યો અરજદારે વધુમાં જણાવ્યું હતું કે 30મે જ નહીં પણ પરંતુ ઓથોરિટીને રજૂઆત કર્યા છત્તા 1 જૂને પણ ડિમોલિશન થયું હતું. આ સમગ્ર ઘટનામાં બિલ્ડરની રોલ છે, બધું બિલ્ડર વતી થયું છે.કોર્ટે અરજદારને અરજીમાં ચોક્કસ આક્ષેપ સાથે આવવા કહ્યું છે અને અત્યારે પોતાની સિમ સરકારી મશીનરીના રોલ જોવા પૂરતી સીમિત રાખી છે. કોર્ટે કહ્યું હતું કે તપાસમાં જે કાઈ પણ સામે આવશે તો કોર્ટ પોતાના પાવરનો ઉપયોગ કરતા ખચકાશે નહીં. પ્રાથમિક દ્રષ્ટિએ આ ડીમોલિશન ગેરકાયદેસર છે. અસરગ્રસ્તોને ત્યાં અથવા યોગ્ય જગ્યાએ વસાવવાનો પ્લાન રજૂ કરો.આ અરજી ઉપર કોર્ટમાં વધુ કાર્યવાહી 09 જુલાઈએ યોજાશે. અસરગ્રસ્તોને મૂળ સ્થળે અથવા અન્ય જગ્યાએ વસાવવાનો પ્લાન રજૂ કરો- કોર્ટ સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, અરજદારોને દબાણકર્તા કહેવા યોગ્ય નથી. આ પ્રથમદર્શી ગેરકાયદેસર ડિમોલીશન છે. અસરકર્તાઓને મૂળ સ્થાને અથવા અન્ય જગ્યા પર વસાવવાનો પ્લાન રજૂ કરો.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:નાસીરનગરના વિવાદિત ડિમોલીશન મુદ્દે હાઈકોર્ટના આકરા સવાલ, ડિંડોલીમાં 40 મીટરનો રોડ બેસી જતા ટ્રક ફસાઈ
    Next Article
    महुआ मोइत्रा को घेर लिया भीड़ ने, कौन बढ़ा रहा है अंडे फेंकने वालों का हौसला

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment