Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેરવા પે સેન્ટર શાળામાં બાલ સંસદ ચૂંટણી યોજાઈ:વિવિધ મંત્રી પદો માટે વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી

    8 hours ago

    ખેરવા: નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત બાળકોમાં નેતૃત્વ શક્તિ અને લોકશાહીના ગુણો વિકસાવવા માટે શ્રીમતી રાધાબેન અને શ્રી હીરાલાલ શાહ પે સેન્ટર શાળા, ખેરવા ખાતે બાલ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણી દ્વારા બાળકોમાં સમૂહભાવના, જવાબદારીનું મહત્વ અને નૈતિક મૂલ્યો વિકસે તેવો હેતુ છે. ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે, સૌપ્રથમ ભાગ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્રો ભરવામાં આવ્યા હતા. ફોર્મની ચકાસણી બાદ કુલ 22 વિદ્યાર્થીઓએ વિવિધ સમિતિઓ જેવી કે પ્રાર્થના મંત્રી, સ્વાસ્થ્ય મંત્રી, વ્યવસ્થાપન મંત્રી, પાણી મંત્રી, સફાઈ મંત્રી, બાગાયતી મંત્રી, પુસ્તકાલય મંત્રી, સાંસ્કૃતિક મંત્રી, રમતગમત મંત્રી અને શાળા પ્રમુખ મહામંત્રીના પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. મતપત્રમાં 22 ઉમેદવારો અને એક NOTAનું કોલમ રાખવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને નિશાન ફાળવવામાં આવ્યા હતા. ભાગ લેનાર 22 વિદ્યાર્થીઓએ ધોરણ 5 થી 8 માં પોતાના પદ માટે પ્રચાર-પ્રસાર કર્યો હતો. ત્યારબાદ ગુરુજનો અને વિદ્યાર્થીઓ દ્વારા ચૂંટણી બૂથ તૈયાર કરવામાં આવ્યું હતું. મુખ્ય ચૂંટણી અધિકારી, પોલિંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફની નિમણૂક કરીને આદર્શ બાલ સંસદની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી. તબક્કાવાર ધોરણ 5 થી 8 ના બાળકોએ પોતાના પસંદગીના ઉમેદવારને મત આપ્યો હતો. ચૂંટણી પ્રક્રિયાના અંતે, સૌથી વધુ મત મેળવનાર વિદ્યાર્થીને શાળા પ્રમુખ મહામંત્રી બનાવવામાં આવશે, જ્યારે બાકીની સમિતિઓના પ્રમુખોને પણ મળેલા મતના આધારે જવાબદારી સોંપવામાં આવશે. આ બાલ સંસદની ચૂંટણી બાળકોને સંસદની રચના અને કાર્યપદ્ધતિ સમજવાનો ઉત્તમ અનુભવ પૂરો પાડે છે, જેનાથી તેમની નેતૃત્વ અને નિર્ણય શક્તિનો વિકાસ થાય છે.
    Click here to Read More
    Previous Article
    અશુભ સમયમાં સફળતા ને સારા સમયમાં મુશ્કેલી કેમ?:મુહૂર્ત ગમે તેટલું શ્રેષ્ઠ હોય, કુંડળીમાં દમ નહીં હોય તો ફેંકાઈ જશો; જાણો જ્યોતિષનું અજીબોગરીબ રહસ્ય
    Next Article
    आखिर ओवैसी ने क्यों कहा कि यूपी में गेम बदल देंगे, क्या करने जा रहे एआईएमआईएम चीफ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment