Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરોલીની જે.ઝેડ.શાહ કોલેજમાં ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો:પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને શૈક્ષણિક વાતાવરણથી પરિચિત કરાયા

    2 days ago

    અમરોલી સ્થિત જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કૉલેજમાં 29 જૂન, 2026ના રોજ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ આચાર્યા ડૉ. સેજલ. દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને કોલેજના શૈક્ષણિક વાતાવરણ, નિયમો, વિવિધ પ્રવૃત્તિઓ અને ઉપલબ્ધ સુવિધાઓથી પરિચિત કરાવવાનો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને કોલેજ ગીતથી કરવામાં આવી હતી. ઇન્ચાર્જ આચાર્યા ડૉ. સેજલ દેસાઈએ વિદ્યાર્થીઓનું સ્વાગત કરીને ઉચ્ચ શિક્ષણમાં શિસ્ત, નિયમિતતા અને સર્વાંગી વિકાસના મહત્વ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિવિધ વિભાગોના વડાઓએ પોતાના વિભાગો સંબંધિત માહિતી આપી હતી. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને એન્ટી-રેગિંગના નિયમો અને કોલેજ દ્વારા પૂરી પાડવામાં આવતી વિદ્યાર્થી સહાય સેવાઓ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગાન સાથે થયું હતું.
    Click here to Read More
    Previous Article
    Man killed after fall in open manhole in Mumbai as heavy rain lashes Mumbai
    Next Article
    ગીર સોમનાથમાં પોલીસની વિશેષ ટ્રાફિક ડ્રાઇવ:સગીર વાહનચાલકો સામે કાર્યવાહી, વાલીઓને જવાબદારી અંગે ચેતવણી અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment