Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાડોશીએ જ સગીરા પર દુષ્કર્મ આચર્યું:ઘરે કોઈ નથી ચા બનાવવા મોકલો કહી સગીરાને બોલાવી, આરોપીની ધરપકડ

    1 day ago

    અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મની ઘટના બની હતી. વટવાના ચાર માળિયા વિસ્તારમાં પડોશીએ જ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આરોપીએ ઘરે કોઈ નથી દીકરીને ચા બનાવવા મોકલો કહીને સગીરાને ઘરે બોલાવી હતી. ત્યારબાદ બહારથી નાસ્તો મંગાવીને જ્યારે પરત આવી ત્યારે તેને શરીરે અડપલા કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ગભરાયા બાદ સગીરાએ આ અંગે માતાને જાણ કરી હતી. વટવા પોલીસે 34 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે. ચા બનાવવાના બહાને સગીરાને ઘરે લઈ ગયો મળતી માહિતી મુજબ શહેરના વટવા ચાર માળિયા વિસ્તારમાં 13 વર્ષીય સગીરા તેના પરિવાર સાથે રહે છે. પાડોશમાં રહેતા ઈમ્તિયાઝ નામના શખ્સે સગીરાની માતાને ઘરે કોઈ નથી તો તમારી દીકરીને ચા બનાવવા મોકલો એમ કહીને ઘરે બોલાવી હતી. સગીરા આરોપીના ઘરે પહોંચી ત્યારે નરાધમે પહેલા તેની પાસે ચા બનાવડાવી હતી. ચા બનાવ્યા બાદ આરોપીએ સગીરાને બહારથી નાસ્તો લેવા માટે મોકલી હતી. આરોપીએ શારીરિક અડપલાં કરી બળાત્કાર ગુજાર્યો સગીરા નાસ્તો લઈને પરત ફરી ત્યારે આરોપીએ શારીરિક અડપલાં કરી બળાત્કાર ગુજાર્યો હતો. દુષ્કર્મ આચર્યા બાદ આરોપીએ સગીરાને કોઈને પણ આ અંગે જાણ ન કરવા ધમકી આપી હતી. દીકરી લાંબા સમય સુધી પરત ન ફરતા માતાને શંકા ગઈ અને તપાસ કરવા આરોપીના ઘરે પહોંચી. ઘરમાં શંકાસ્પદ સ્થિતિ જોયા બાદ પૂછપરછ કરતા ગભરાયેલી સગીરાએ પહેલા કંઈ જણાવ્યું ન હતું. પોલીસે આરોપી ઇમ્તિયાઝ શેખની ધરપકડ કરી જોકે બીજે દિવસે એટલે કે 1 જુલાઈએ સગીરાએ પોતાની માતાને સમગ્ર આપવીતી જણાવી દીધી હતી. જે બાદ વટવા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે 34 વર્ષીય આરોપી ઇમ્તિયાઝ શેખની ધરપકડ કરી છે. આરોપી પરણિત છે અને 4 બાળકોનો પિતા છે.
    Click here to Read More
    Previous Article
    નાસીરનગર ડિમોલિશનના વિવાદાસ્પદ DCP નકુમને સરકારનું ઇનામ:એક તરફ હાઇકોર્ટ ખખડાવતી હતી ને બીજી તરફ IPSના પ્રમોશનનો લેટર છૂટ્યો
    Next Article
    ખેડાના કઠવાડામાં ઘાસના ગંઠામાં આગ:માલધારી પરિવારને નુકસાન, ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment