Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીકરીના લગ્નમાં 'તારક મહેતા' મન મૂકીને નાચ્યા:શૈલેષ લોઢાએ આલીશાન હોટલમાં દીકરીના લગ્ન કર્યા, 'તેરે જેસા યાર' સાંભળતાં જ યુઝર્સને આવી 'જેઠાલાલ'ની યાદ

    9 hours ago

    ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં તારક મહેતાનું પાત્ર ભજવી ચૂકેલા શૈલેષ લોઢાની દીકરી સ્વરાના લગ્ન થઈ ગયા છે. આ લગ્ન મુંબઈના બાંદ્રા સ્થિત તાજ લેન્ડ્સ એન્ડ હોટલમાં ખાનગી સમારોહમાં થયા. લગ્નના વીડિયો અને તસવીરો સામે આવ્યા બાદ આ માહિતી મળી છે. આ વીડિયોમાં શૈલેષ લોઢા દીકરીના લગ્નના ફંક્શનમાં ગાતા અને ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ આ વીડિયો જોયા પછી શૈલેષને જેઠાલાલ વિશે પૂછી રહ્યા છે. દીકરીના લગ્નમાં શૈલેષ લોઢાએ કર્યો ડાન્સ સ્વરાના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. તેમાં શૈલેષ લોઢા લાઇવ બેન્ડ સાથે ગીત ગાતા અને મનોરંજન કરતા દેખાઈ રહ્યા છે. એક બીજા વીડિયોમાં તેઓ પરિવારના સભ્યો સાથે ડાન્સ કરતા જોવા મળ્યા. લગ્નના આ ફંક્શનમાં કવ્વાલી ગાયક કૈફી અને હમઝા શબરીએ પરફોર્મ કર્યું હતું. તેમણે જ સોશિયલ મીડિયા પર આ લગ્નના વીડિયો શેર કર્યા છે. લગ્ન સંપૂર્ણપણે પ્રાઇવેટ રાખવામાં આવ્યા હતા, જેમાં ફક્ત નજીકના લોકો સામેલ થયા. વ્યવસાયે લેખિકા છે સ્વરા લોઢા શૈલેષ લોઢાની દીકરી સ્વરા લાઇમલાઇટ અને એક્ટિંગની દુનિયાથી દૂર રહે છે. તે વ્યવસાયે એક લેખિકા છે. સ્વરાએ તેમના માતા ડો. સ્વાતિ લોઢા સાથે મળીને એક પુસ્તક પણ લખ્યું છે. શૈલેષના પત્ની ડો. સ્વાતિ લોઢા પણ મેનેજમેન્ટ ગુરુ અને લેખિકા છે. યુઝર્સે પૂછ્યું- 'જેઠાલાલ લગ્નમાં કેમ ન આવ્યા?' સોશિયલ મીડિયા પર લગ્નના વીડિયો સામે આવ્યા પછી ચાહકો શૈલેષ લોઢાના વખાણ કરી રહ્યા છે. તો ઘણા યુઝર્સે કોમેન્ટ બોક્સમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના મુખ્ય પાત્ર જેઠાલાલ (દિલીપ જોષી) વિશે પૂછવાનું શરૂ કરી દીધું. શોમાં જેઠાલાલ અને તારક મહેતાની મિત્રતાને ખૂબ પસંદ કરવામાં આવતી હતી. તેથી લોકો કોમેન્ટ્સમાં પૂછી રહ્યા છે કે, 'શું જેઠાલાલ આ લગ્નમાં હાજર નહોતા રહ્યા?' 14 વર્ષ પછી આ કારણોસર શો છોડ્યો હતો શૈલેષ લોઢાએ વર્ષ 2022માં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો છોડી દીધો હતો. તેઓ 14 વર્ષ સુધી આ શો સાથે જોડાયેલા રહ્યા હતા. એક ઇન્ટરવ્યુમાં શૈલેષે શો છોડવાનું કારણ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પ્રોડ્યુસર અસિત મોદીએ તેમની સાથે ખોટી રીતે વાત કરી હતી. જ્યારે શૈલેષ સબ ટીવીના એક સ્ટેન્ડ અપ શો 'ગુડ નાઈટ ઇન્ડિયા'નો ભાગ બન્યા, ત્યારે અસિત મોદીએ તેમને ફોન કર્યો અને અસભ્ય ભાષાનો ઉપયોગ કર્યો. આ વાત તેમને સહન ન થઈ અને તેમણે શો છોડી દીધો. બાદમાં શોમાં તેમની જગ્યાએ સચિન શ્રોફને લેવામાં આવ્યા.
    Click here to Read More
    Previous Article
    યોકોવિચ વિમ્બલ્ડનના ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો:સિતસિપાસને 98 મિનિટમાં સીધા સેટમાં હરાવ્યો; ડિફેન્ડિંગ ચેમ્પિયન સિનરની પણ આગલા રાઉન્ડમાં એન્ટ્રી
    Next Article
    આવો એક્સિડન્ટ તમે ક્યારેય નહીં જોયો હોય!:અટલ ટનલમાંથી બહાર નીકળતા જ સ્કોર્પિયો હવામાં ઉડી પિલરમાં ફસાઈ, સળિયા કારની આરપાર નીકળ્યા; એકનું મોત

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment