Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે વર્ષથી પ્રજ્ઞાનગર આવાસનું કામ અટકતા રહીશો બેઘર:ભાડું કે વૈકલ્પિક આવાસ આપવા માંગ, પીડિત પરિવારોએ કમિશનરને લેખિત રજૂઆત કરી

    8 hours ago

    સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં પનાસના ઈ.ડબલ્યુ.એસ. પ્રજ્ઞા નગર આવાસના રહીશોની મુશ્કેલીઓનો અંત આવવાનું નામ નથી લઈ રહ્યો. વર્ષ 2024માં તંત્ર દ્વારા આ આવાસની કુલ 44 બિલ્ડીંગોના ફ્લેટો ખાલી કરાવીને તેનું ડિમોલીશન કરી દેવામાં આવ્યું હતું. જોકે, આ ઘટનાને બે વર્ષ લાંબો સમય વીતી ગયો હોવા છતાં, તંત્ર દ્વારા હજુ સુધી બાંધકામ માટેની કોઈ નક્કર પ્રક્રિયા કરવામાં આવી નથી. જેથી આવાસના ગરીબ અને સામાન્ય વર્ગના રહીશો હાલ રખડતું-ભડકતું અને આર્થિક તંગીભર્યું જીવન જીવવા મજબૂર બન્યા છે. આ મામલે પ્રજ્ઞાનગર આવાસના ફ્લેટ હોલ્ડરો, માલિકો અને કબજેદારોએ ભેગા મળીને સુરત મ્યુનિસિપલ કમિશનરને એક લેખિત રજૂઆત કરવા આ આવાસથી તાપી ભવન ખાતે જવા રવાના થયા છે. વર્ષ 2024માં મનપાના અધિકારીઓએ વચન આપ્યું હતું રહીશોએ કમિશનરને મોકલેલી અરજીમાં જણાવ્યું છે કે, જ્યારે વર્ષ 2024માં સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ દ્વારા આવાસ ખાલી કરાવવામાં આવ્યા, ત્યારે રહીશોને એક મોટું વચન આપવામાં આવ્યું હતું. તંત્રના અધિકારીઓએ ખાતરી આપી હતી કે, નવું મકાન બને એટલી ઝડપે બનાવી આપવામાં આવશે અને જ્યાં સુધી મકાન તૈયાર ન થાય, ત્યાં સુધી સરકારી રાહે રહીશોને ભાડું અથવા તો ભાડા પેટે આર્થિક મદદ ચૂકવવામાં આવશે. રહીશો માટે આર્થિક ભારણ અસહ્ય પરંતુ, વાસ્તવિકતા કંઈક અલગ જ બહાર આવી છે. આજે બે વર્ષ થવા આવ્યા છતાં ગરીબ પરિવારોને કોઈ ભાડું કે સરકારી સહાય મળી નથી. રોજેરોજનું કમાઈને ખાતા આ પરિવારો મોંઘા ભાડાના મકાનોમાં પોતાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સાથે જેમ-તેમ કરીને દિવસો પસાર કરી રહ્યા છે. આવાસના રહીશો માટે વર્તમાન સમયમાં આ આર્થિક ભારણ સહન કરવું અસહ્ય બની ગયું છે. 'કથિત ભ્રષ્ટાચારના કારણે આ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતી નથી' અરજીમાં રહીશોએ તંત્રની ટેન્ડર પ્રક્રિયા સામે સીધા અને ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, મહાનગરપાલિકાને આવાસ ફરીથી બાંધવાની જરૂરી મંજૂરીઓ મળી ચૂકી છે અને આ આવાસનું બજેટ આશરે 110 કરોડની આસપાસ થાય છે, જે રકમ તદ્દન વ્યાજબી છે. મંજૂરી મળ્યા બાદ ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે, પરંતુ કથિત ભ્રષ્ટાચારના કારણે આ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતી નથી. રહીશોનો આરોપ છે કે ભ્રષ્ટાચારના પાપે કોઈ બિલ્ડર કે ડેવલોપર આ આવાસ બાંધવા આગળ આવતા નથી અને આ વિલંબ પાછળ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જ જવાબદાર દેખાઈ રહ્યો છે, જેમાં સામાન્ય જનતા પીસાઈ રહી છે. ભાડું કે વૈકલ્પિક વ્યવસ્થાની રહીશોની માગ પ્રજ્ઞાનગર આવાસના પીડિત રહીશોએ સુરત મ્યુનિસિપલ કમિશનર સમક્ષ નમ્ર અરજ કરતા બે મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. જ્યાં સુધી પ્રજ્ઞાનગર આવાસનું નવું બાંધકામ સંપૂર્ણપણે પૂર્ણ ન થાય અને રહીશોને તેનો કબજો ન મળે, ત્યાં સુધી સરકાર દ્વારા નિયત કરાયેલું માસિક ભાડું રહીશોને ચૂકવવામાં આવે. જો ભાડું આપવું શક્ય ન હોય, તો હાલમાં જે તે વિસ્તારની આસપાસ (જેમ કે હાલમાં અલથાણ ટેનામેન્ટ આવાસો સંપૂર્ણ ખાલી પડ્યા છે) SMC અથવા SUDAના જે આવાસો ખાલી હોય, ત્યાં રહીશોને રહેવા માટે વૈકલ્પિક સગવડ કરી આપવામાં આવે જેથી ગરીબ પરિવારોનું આર્થિક ભારણ ઓછું થઈ શકે. આ સાથે જ રહીશોએ કમિશનરને આ બાબતમાં અંગત રસ લઈ, ટેન્ડર પ્રક્રિયા સત્વરે ચાલુ કરી યોગ્ય બિલ્ડરની પસંદગી કરવા અને ઉચ્ચ ગુણવત્તાવાળું બાંધકામ ઝડપથી પૂરું કરાવી આપવા આદેશ કરવાની માંગ કરી છે. 'બે વર્ષ પહેલા મકાન ખાલી કરાવ્યા ને ડિમોલિશન પણ કર્યું' સ્થાનિક રાજેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમારી સમસ્યા એ છે કે, આજે અમને બે વર્ષ થઈ ગયા મકાન ખાલી કરાવ્યાને, અને ડિમોલિશન પણ કરી નાખ્યું છે. અત્યાર સુધીમાં અમને કોઈ વૈકલ્પિક સુવિધા નથી આપી, નથી ભાડું આપ્યું, નઈ કોઈ કંઈ કર્યું નથી. અમે રજૂઆત કરી છે, છતાં પણ એ લોકો અમારું સાંભળતા નથી. આજે બે વર્ષ થઈ ગયા પબ્લિક એટલી હેરાન થઈ ગઈ છે, તે ભાડું ખર્ચીને આજે માણસો મરવા માટે મજબૂર થઈ ગયા છે, એટલી હાલત ખરાબ થઈ ગઈ છે. અત્યારે અમે કમિશનરને રજૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. અહીંયા અમારે સાતસો ને ચાર બિલ્ડિંગ હતી, લગભગ તો અમારે ત્રણથી ચાર હજાર માણસનું પબ્લિક હતું. સાત-સાત, આઠ-આઠ હજાર, નવ-નવ હજાર રૂપિયા ભાડું ખર્ચીને લોકો રહે છે, પોતાના ભાડે રહે છે. 'મારા છોકરાઓનું ભણતર ન જોયું' સ્થાનિક પ્રતિમાબેન બોરસેએ જણાવ્યું હતું કે, ચોમાસાના ટાઈમ પર છોકરાઓનું ભણતર ન જોયું, શિક્ષણ બગાડ્યું છે. મારી છોકરી જ્યારે દસમા ધોરણમાં હતી ત્યારે મેં આટલા દૂરથી ભાડેથી રહીને અમેને લોકો અહીંયા ઘર ખાલી કરાવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Mehbooba Mufti heads to Tehran for Ayatollah Ali Khamenei’s funeral. Why the visit is politically significant
    Next Article
    सम्राट चौधरी के CM बनते ही ब‍िहार में हर तीसरे द‍िन होने लगे थे एनकांउटर, भरत तिवारी के बाद थम गया स‍िलस‍िला 

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment