Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં સાર્વત્રિક વરસાદ, સુત્રાપાડામાં પાંચ ઇંચ:વહેલી સવારે બે કલાકમાં ત્રણ ઇંચ વરસ્યો, ખેતરોમાં પાણી ભરાયા

    1 day ago

    ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં અડધા ઇંચથી પાંચ ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ સુત્રાપાડા તાલુકામાં 133 મી.મી. (આશરે પાંચ ઇંચ) નોંધાયો છે. સુત્રાપાડામાં આજે વહેલી સવારે 4 થી 6 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં અંદાજે ત્રણ ઇંચ ધોધમાર વરસાદ પડ્યો હતો. આ ભારે વરસાદને કારણે અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા સવારે 6 વાગ્યા સુધી જાહેર કરાયેલા આંકડા મુજબ, ગીરગઢડામાં 24 મી.મી., તાલાલામાં 26 મી.મી., વેરાવળમાં 85 મી.મી., કોડીનારમાં 14 મી.મી. અને ઉના તાલુકામાં 26 મી.મી. વરસાદ નોંધાયો છે. વેરાવળ શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસતાં રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા હતા. સુત્રાપાડા પંથકમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાયા હતા. આ વરસાદ ખેતી માટે લાભદાયી હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ખેડૂતોના મતે, આ વરસાદથી ખરીફ પાકના વાવેતર માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી થઈ છે. જમીનમાં પૂરતો ભેજ મળતાં આગામી દિવસોમાં વાવેતરની કામગીરીને વેગ મળશે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, જે કૃષિ અને જળસંગ્રહ માટે લાભદાયી બની શકે છે.
    Click here to Read More
    Previous Article
    MP-UP અને મહારાષ્ટ્રમાં વરસાદથી રસ્તા ડૂબ્યા:કાર-બાઈક તણાયા, પોલીસ સ્ટેશનમાં પાણી ઘૂસી ગયું; બિહાર-ઝારખંડમાં વીજળી પડવાથી 5 લોકોનાં મોત
    Next Article
    Pak Businessman Demolishes 125-Year-Old Gurdwara, India Calls It "Highly Deplorable"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment