Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુસાફરોમાં ભારે રોષ:રાજપાર્ક પાસે બસનો સ્ટોપ પણ બુકિંગ પોઇન્ટે‎બસ ઉભી ન રહેતા મુસાફરોને પડતી હાલાકી‎

    11 hours ago

    શહેરમાં એસટી વિભાગ દ્વારા વિકટોરીયા પુલ પાસે આ વિસ્તારના લોકો માટે બુકીગ પોઇન્ટ ઉભુ કરવામાં આવ્યું હતું જેથી મુસાફરોને ડેપો સુધી ધકકા ન ખાવા પડે તેની તકેદારી રાખવામાં આવી હતી. પરંતુ ઓવરબ્રિજ બનતા આ બુકીંગ પોઇન્ટને વિકટોરીયા પુલ પાસેથી ખસેડી રાજપાર્કથી આગળ રાખવામાં આવ્યો હોવાથી રાજપાર્ક પાસે બસનો સ્ટોપ હોવાથી મુસાફરોને નાછૂટકે બુકિંગ પોઇન્ટથી દોડતા દોડતા બસના સ્ટોપ પાસે પહોચવુ પડતું હોવાથી મુસાફરોમાં ભારે રોષની લાગણી જન્મી છે. એસટી વિભાગ દ્વારા બુકિંગ પોઇન્ટ હોય ત્યાં જ બસના તમામ સ્ટોપ કરવામાં આવે તો મુસાફરોને પડતી હાલાકી દુર થઇ શકે તેવી લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. એસટી વિભાગ દ્વારા રાજપાર્કથી આગળ બુકીંગ પોઇન્ટ રાખવામાં આવ્યો છે પરંતુ નવાઇની વાત એ છેકે, રાજકોટ સહિતના રૂટની તમામ બસો બસો રાજપાર્ક પાસે ઉભી રહેતા જે મુસાફરો બુકીગ પોઇન્ટ પાસે બસની રાહ જોતા ઉભા હોય છે તેઓને બસમાં જવા માટે આ પોઇન્ટે આવવુ પડે છે, ખરેખરે તો બુકિગ પોઇન્ટ હોય ત્યાં તમામ બસનો સ્ટોપ હોય છે. આ પોઇન્ટે બસો ઉભી ન રહેતા ટીકીગ લીધા બાદ પણ મુસાફરોને નાછૂટકે બસ સ્ટેશનને જવાની ફરજ પડી રહી છે. આ બુકીગ પોઇન્ટે રાજકોટ તરફ જતી તમામ બસો ઉભી રાખવામાં આવે તેવી મુસાફરોમાં માંગ ઉઠવા પામી છે. આ અંગે ઉચ્ચ અધિકારીઓએ મુસાફરોને પડતી હાલાકીને દુર કરે તો આ બુકીગ પોઇન્ટની આવકમાં પણ વધારો થઇ શકે અને આ વિસ્તારના લોકોને ડેપો સુધી ધકકામાંથી મુકિત મળે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    કાનાલુસ યાર્ડમાં ફોર્સ્ડ ટ્રેક લેઆઉટનું નિરાકરણ:રાજકોટ ડિવિઝને રેલવે સેફ્ટીના અપગ્રેડેશનની દિશામાં મેળવી મહત્વપૂર્ણ સફળતા‎
    Next Article
    મનપાને 81,509 આસામીએ વેરા ભર્યો‎:વેરા વળતર યોજનામાં 41.37 કરોડની આવક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment