Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન:ઇન્વિન્સિબલ એનજીઓ દ્વારા 'રાઇડ ફોર યુથ' અંતર્ગત વિદ્યાર્થીઓને જાગૃત કરાયા

    4 days ago

    જામનગરમાં ઇન્વિન્સિબલ એનજીઓ દ્વારા 'નો ડ્રગ્સ કેમ્પેઈન – રાઇડ ફોર યુથ' અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન યોજાયું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ યુવાનોને ડ્રગ્સના દૂષણથી બચાવીને નશામુક્ત જીવન માટે પ્રેરિત કરવાનો છે. છેલ્લા 13 વર્ષથી યુવાનોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત ઇન્વિન્સિબલ એનજીઓ સાહસ, શિક્ષણ અને સામાજિક જાગૃતિના ક્ષેત્રે સક્રિય છે. ડ્રગ્સનું વધતું દૂષણ સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય બન્યું છે, ખાસ કરીને યુવા પેઢીને નિશાન બનાવતી આ સમસ્યા સામે જાગૃતિ લાવવા સંસ્થા રાજ્યવ્યાપી પ્રયાસ કરી રહી છે. આ અભિયાન અંતર્ગત 29 જૂનથી 10 જુલાઈ દરમિયાન 'રાઇડ ફોર યુથ'નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઇન્વિન્સિબલ એનજીઓની 32 સભ્યોની ટીમ ગુજરાતના સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, સોમનાથ, સાસણ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ અને અમદાવાદ સહિતના 13 શહેરોમાં 250થી વધુ શાળા, કોલેજ અને યુનિવર્સિટી કેમ્પસમાં જાગૃતિ કાર્યક્રમો યોજી રહી છે. આ દ્વારા હજારો વિદ્યાર્થીઓ સુધી પહોંચી તેમને ડ્રગ્સના જોખમો વિશે માહિતગાર કરવામાં આવશે. જામનગરમાં ડી.કે.વી. કોલેજ ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, એસઓજી પી.આઈ. વી.બી. ચૌધરી અને એસઓજી ટીમ ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે ડ્રગ્સના દૂષણથી દૂર રહીને દેશના ભાવિ ભવિષ્યને કેવી રીતે સુરક્ષિત કરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત જામનગર શહેરની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, એસ.બી. શર્મા વર્લ્ડ સ્કૂલ, વિદ્યાસાગર ઈન્ફોટેક કોલેજ, એલ.આર.બી. મોદી સ્કૂલ, ગવર્મેન્ટ કોમર્સ કોલેજ, એમ.પી. શાહ મ્યુનિસિપલ કોમર્સ કોલેજ, હરિયા કોલેજ, એસ.વી.ઈ.ટી. કોલેજ, દરબાર ગોપાલદાસ બી.એડ. કોલેજ, આઈ.ટી.આઈ. જામનગર, પી.વી. મોદી સ્કૂલ, જી.વી. શાહ હાઈસ્કૂલ અને શનશાઇન સ્કૂલ સહિતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં સેમિનાર અને સંવાદ કાર્યક્રમો યોજાયા હતા. વિદ્યાર્થીઓને ડ્રગ્સના દુષ્પ્રભાવો વિશે માહિતગાર કરી નશામુક્ત સમાજના નિર્માણ માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    30 દિવસ જેલમાં રહે તો PM-CMની ખુરશી જશે:સંસદીય સમિતિ જોગવાઈઓ હટાવવાના પક્ષમાં નથી; ચોમાસુ સત્રમાં બિલ ફરી આવી શકે છે
    Next Article
    Elderly woman went to recover loan, killed and dumped near rail track in Karnataka

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment