Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ‘નમો સ્વચ્છતા અભિયાન’નો પ્રારંભ:સરકારી દવાખાનાઓને દર્દી-મૈત્રીપૂર્ણ બનાવવાનો સંકલ્પ

    2 days ago

    વલસાડ જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે રાજ્યવ્યાપી ‘નમો સ્વચ્છતા અભિયાન’નો પ્રારંભ થયો છે. જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલના અધ્યક્ષસ્થાને મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે આ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છતા અને આરોગ્યને મજબૂત બનાવવાનો છે, અને આ પ્રસંગે મુખ્યમંત્રીના રાજ્યવ્યાપી પ્રારંભ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલે રાષ્ટ્રીય ડોક્ટર દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે આરોગ્ય અને સ્વચ્છતા એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. દર્દીઓ ડોક્ટરને ભગવાન સમાન માને છે, ત્યારે તેમની સેવા સાથે હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોની સ્વચ્છતા જાળવવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. તેમણે પીએચસી, સીએચસી, સબ સેન્ટર, સિવિલ હોસ્પિટલ અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સ્વચ્છતા જાળવવા તેમજ દર્દીઓને પણ સ્વચ્છતા અંગે જાગૃત કરવા અપીલ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતે જણાવ્યું કે, ચોમાસામાં સંક્રમણજન્ય રોગો સામે સ્વચ્છતા સૌથી અસરકારક ઉપાય છે. તેમણે માહિતી આપી કે, જિલ્લામાં આરોગ્ય સેવાઓને આધુનિક બનાવવા માટે વિવિધ ગ્રાન્ટમાંથી આશરે રૂ. 10 કરોડના ખર્ચે એક્સ-રે, લેપ્રોસ્કોપી મશીન, બાયોકેમિસ્ટ્રી એનાલાઇઝર, સીસીટીવી સહિતના આધુનિક સાધનો સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. દરેક સબ સેન્ટરને નવા મકાન અને હાઈટેક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યા છે. સરકારનો પ્રયાસ લોકોનો સરકારી દવાખાનાઓ પ્રત્યેનો વિશ્વાસ વધારવાનો છે, જેથી તેઓ ખાનગી હોસ્પિટલોના મોંઘા વિકલ્પને બદલે સરકારી આરોગ્ય સેવાઓનો વધુ લાભ લઈ શકે. ધરમપુર તાલુકા પંચાયત પ્રમુખ શકુંતલાબેન ચૌધરીએ જણાવ્યું કે આ અભિયાનનો મુખ્ય હેતુ આરોગ્ય સંસ્થાઓને સ્વચ્છ, સુરક્ષિત, સુવ્યવસ્થિત અને દર્દી-મૈત્રીપૂર્ણ બનાવી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો છે. આ કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. ભાવેશ ગોયાણી, મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન ડો. કીર્તિદા ટંડેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.કે. સિંઘ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.પી. સિંઘ, તાલુકા હેલ્થ ઓફિસરો, કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો, સ્ટાફ નર્સ સહિત મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં 4 મોબાઈલ હેલ્થ યુનિટને લીલીઝંડી:ધરમપુર, કપરાડા, પારડી, વાપીના ડુંગરાળ વિસ્તારોમાં ઘરઆંગણે સેવા મળશે
    Next Article
    After cross-voting, ‘Sadananda Gowda clip’, leadership speculation expose BJP rift

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment