Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાહન ચોરીના વણઉકેલ્યા ગુનાનો પર્દાફાશ:સંત કવરામ ચોકમાંથી ચોરીના મોટરસાયકલ સાથે એક શખસને પોલીસે ઝડપ્યો

    एक दिन पहले

    ભાવનગર રેન્જ આઈ.જી.પી. અને પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા માટે આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને ભાવનગર S.O.G દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, આ દરમિયાન બાતમીના આધારે પોલીસે એક ચોરીના મોટરસાયકલ સાથે એક શખસને રંગેહાથ ઝડપી લઈ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. 'ઈ-ગુજકોપ' સોફ્ટવેરમાં તપાસ કરતા બાઇક ચોરીનું હોવાનું બહાર આવ્યું આ બનાવ અંગે એલસીબી કચેરી ખાતેથી જાણવા મળતી વિગતો અનુસાર પોલીસની અલગ-અલગ ટીમો કાર્યરત હતી. દરમિયાન મળેલી ગુપ્ત બાતમીના આધારે S.O.G.ની ટીમે શહેરના સંત કવરામ ચોક વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા અજય ઉર્ફે ચકિયો રાજુભાઈ વાઘેલા (મારવાડી) નામના શખસને અટકાવ્યો હતો, તેની પાસે રહેલા સ્પ્લેન્ડર મોટરસાયકલ GJ-04-BH-3777 અંગે પોલીસે 'ઈ-ગુજકોપ' સોફ્ટવેરમાં તપાસ કરતા તે ચોરીનું હોવાનું બહાર આવ્યું હતું. નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હતો તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, આ મોટરસાયકલ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયેલા હતો, જેમાં પોલીસે 15,000 રૂપિયાની કિંમતનું આ મોટરસાયકલ કબ્જે કરી આરોપી અજય ઉર્ફે ચકિયો રાજુભાઈ વાઘેલા (ઉ.વ.20, રહે. હલુરિયા તથા જશોનાથ ચોક ફૂટપાથ, ભાવનગર)ની અટકાયત કરી હતી. ​ઝડપાયેલા આરોપી અને કબજે કરેલા વાહનને વધુ કાયદેસરની કાર્યવાહી માટે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી::જૂનાગઢના જોષીપરા-ખલીપુર રોડ પર રસ્તો બેસી જતાં ટ્રક ધસ્યો, મનપાના ભ્રષ્ટાચાર અને લાલિયાવાડી સામે જનતામાં ભારે રોષ
    Next Article
    Diesel Purchase Limit Removed India | આજથી ડીઝલના વેચાણ પર મર્યાદા હટાવાઈ | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment