Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્પોર્ટ્સ અપડેટ- વિન્ડીઝ પ્રવાસ માટે ન્યૂઝીલેન્ડની વન-ડે ટીમ જાહેર:મેટ ફિશરને પહેલીવાર તક, બ્રુક બોલ્યો- વૈભવ સૂર્યવંશી માટે ખાસ રણનીતિ બનાવી

    2 days ago

    ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે બુધવારે 11 જુલાઈથી વેસ્ટ ઇન્ડીઝમાં યોજાનારી 5 મેચની વનડે શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. 26 વર્ષીય ફાસ્ટ બોલર મેટ ફિશરને પ્રથમ વખત સ્થાન મળ્યું છે. જેકબ ડફી T20 વર્લ્ડ કપ ફાઇનલ પછી કમબેક કરી રહ્યો છે. મિચેલ સેન્ટનર ફરી એકવાર વ્હાઇટ-બોલ ટીમની કેપ્ટનશીપ કરશે. સ્પિન વિભાગમાં તેની સાથે માઈકલ બ્રેસવેલ, જેડન લેનોક્સ અને ડીન ફોક્સક્રોફ્ટ હશે. ટોમ લેથમ વિકેટકીપરની ભૂમિકા ભજવશે. પેસ એટેકમાં જેકબ ડફી, મેટ ફિશર, ક્રિસ્ટિયન ક્લાર્ક, બેન સિયર્સ અને નાથન સ્મિથના નામ છે. કાઈલ જેમિસન, મેટ હેનરી અને વિલ ઓ'રુર્કેને આરામ આપ્યો છે. બ્લેર ટિકનર પગની ઘૂંટીની સર્જરીને કારણે ઉપલબ્ધ નથી. ડેવોન કોનવે ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ દરમિયાન તેના બીજા બાળકના જન્મ પછી પરિવાર સાથે સમય વિતાવવા માટે આ પ્રવાસ પર જશે નહીં. ટીમ: મિચેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ક્રિસ્ટિયન ક્લાર્ક, જેકબ ડફી, મેટ ફિશર, ડીન ફોક્સક્રોફ્ટ, મિચ હે, નિક કેલી, ટોમ લેથમ, જેડન લેનોક્સ, ડેરિલ મિચેલ, હેનરી નિકોલ્સ, બેન સિયર્સ, નાથન સ્મિથ અને વિલ યંગ. ------------------------------------------ સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો… બ્રુકે કહ્યું- સૂર્યવંશીની બેટિંગનો ડિટેલ અભ્યાસ કર્યો ઇંગ્લેન્ડના સ્ટાર બેટર હેરી બ્રુકે કહ્યું કે તેની ટીમે યુવા ભારતીય બેટર વૈભવ સૂર્યવંશીનો સામનો કરવા માટે ખાસ રણનીતિ તૈયાર કરી લીધી છે. જોકે, 15 વર્ષીય સૂર્યવંશીના T20 આંતરરાષ્ટ્રીય ડેબ્યૂને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. મેચ પહેલા બ્રુકે કહ્યું કે ઇંગ્લેન્ડના સપોર્ટ સ્ટાફે સૂર્યવંશીની બેટિંગને ડિટેલમાં સ્ટડી કરી છે. તેણે કહ્યું, 'અમે અમારી રણનીતિ તૈયાર કરી લીધી છે. આશા છે કે તે કામ કરશે. પડદા પાછળ ઘણી મહેનત કરવામાં આવી છે, જેથી એ સમજી શકાય કે તેને તેની સર્વશ્રેષ્ઠ ક્રિકેટ રમતા કેવી રીતે રોકવા.' ભારતીય ટીમ બુધવારે ચેસ્ટર લી સ્ટ્રીટમાં સિરીઝનો પહેલો મુકાબલો રમશે. બધાની નજર એ વાત પર રહેશે કે શું 15 વર્ષના ડાબા હાથના બેટર વૈભવ સૂર્યવંશીને T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ મળે છે.
    Click here to Read More
    Previous Article
    Why the US Supreme Court struck down Trump’s birthright citizenship order
    Next Article
    ઓસ્ટ્રેલિયા આઠમી વખત ફાઇનલમાં પહોંચ્યું:વુમન્સ T20 વર્લ્ડકપમાં વેસ્ટ ઇન્ડીઝને 8 વિકેટે હરાવ્યું, બેથ મૂનીની અણનમ ફિફ્ટી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment