Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આકાશમાં વાદળોની સંતાકૂકડી:અષાઢી બીજ સુધી વરસાદ ના આવે તો મોંઘા‎ બિયારણ અને દવાનો ખર્ચ માથે પડશે : ખેડૂતો‎

    8 hours ago

    બનાસકાંઠા અને થરાદ વાવ જિલ્લામાં આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ વરસાદ ખેંચાયો છે. જેનાથી વરસાદ આધારિત 1.58 હેકટર જમીનમાં વાવેતર જ ન થયું નથી. ખેડૂતોએ મગફળી, કપાસ, મકાઇ સહિતના પાકોનું બિયારણ લાવીને મુકી દીધા છે.આગામી અષાઢી બીજ સુધીમાં વાવણી લાયક વરસાદ નહીં થાય, તો મોંઘા ભાવના બિયારણ, ખાતર અને દવાનો ખર્ચ માથે પડશે. આ અંગે પાલનપુર તાલુકા ભારતીય કિસાન મોર્ચાના પ્રમુખ માવજીભાઇ લોહે જણાવ્યું કે, વરસાદ આધારિત અંદાજે 1.58 હેક્ટર જેટલી જમીન બંજર પડી છે, જેમાં હજુ સુધી વાવણીનું એક ટીપું પણ નંખાયું નથી. ખેતરો ખેડીને તૈયાર રાખ્યા હોવા છતાં આકાશમાં વાદળોની સંતાકૂકડી જોવા મળી રહી છે. 15 દિવસ પછી મગ, ઘાસચારો સહિતના‎ કઠોળની વાવણી શક્ય બનશે‎ કૃષિ તજજ્ઞ કેતન પટેલે જણાવ્યું કે અષાઢી બીજ સુધી ‎મગફળી, મકાઇની વાવણી કરી શકાશે.જો હજુ 15 દિવસ ‎વરસાદ ખેંચાય, તો ખેડૂતોએ મગફળી કે કપાસના બદલે ‎મગ, ઘાસચારો સહિતના ટૂંકા ગાળાના કઠોળ પાકોની ‎વાવણી તરફ વળવું પડશે.‎ બે ખેતર કોરાધાકોર પડ્યા છે મલાણાના મોઘજીભાઇ ચૌધરીએ જણાવ્યું કે પાંચ હેકટર જમીન છે. જોકે બોરમાં પાણી ઓછું થઇ ગયું છે. એક ખેતરમાં 30માંથી માત્ર 12 ફુવારા ઉપડે છે. ત્યાં મગફળી વાવી છે. બાકીની જમીન કોરી ધાકોર પડી છે. વરસાદ આવે તો વાવેતર કરી શકાય. ખેતર ખેડીને તૈયાર કરી મૂક્યા છે ધાનેરા પંથકના દિનેશભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે ખેતર ખેડીને તૈયાર કરી મૂક્યા છે. બજારમાંથી મોંઘા ભાવનું બિયારણ પણ લાવીને ઘરમાં રાખી દીધું છે. દીકરીના લગ્નનું આયોજન પાક પર પાલનપુર પંથકના ખેડૂત વિષ્ણુંજી ઠાકોરે જણાવ્યું કે આવતા વર્ષે મારી દીકરીના લગ્ન લેવાના છે. બધું આયોજન આ ચોમાસાની મગફળીના વાવેતર પર નિર્ભર છે. જો વરસાદ સમયસર નહીં આવે તો મારો આખો પરિવાર મુશ્કેલીમાં મુકાઈ જશે.
    Click here to Read More
    Previous Article
    જીવદયા પ્રેમીઓએ કૃત્ય આચરનારા શખ્સ સામે પોલીસમાં અરજી આપી:પાલનપુરમાં દોરડાથી બાંધી માથામાં પાઇપના ફટકા મારી કૂતરાની હત્યા
    Next Article
    Petrol-Diesel पर बड़ी खबर: सरकार ने डीजल पर टैक्‍स 5.5 रुपये घटाया, पेट्रोल पर बढ़ा दी एक्‍सपोर्ट डयूटी

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment