Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પાકિસ્તાનની લૂલી ધમકી- પાણી રોક્યું તો હાથ કાપી નાખીશું; ટ્રમ્પે કહ્યું- યુદ્ધ ખતમ, પેટ્રોલ સસ્તું કરો, હવે નંબર વગર ચાલશે વોટ્સએપ

    9 घंटे पहले

    નમસ્તે, કાલના મહત્વના સમાચાર પાકિસ્તાનને લઈને છે. ત્યાંના મંત્રીએ ભારતને ધમકી આપી છે કે પાણી રોકનારાઓનો હાથ કાપી નાખીશું. બીજા સમાચાર ટ્રમ્પના નિવેદનની છે જેમાં તેમણે કંપનીઓને પેટ્રોલના ભાવ ઘટાડવા માટે કહ્યું છે. અમે તમને એ પણ જણાવીશું કે વોટ્સએપના નવા યુઝરનેમ ફીચરથી શું થશે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. મનરેગાની જગ્યાએ લાવવામાં આવનાર વિકસિત ભારત- જી રામ જી યોજના લાગુ થશે 2. ઈરાન-અમેરિકા શાંતિ કરાર પર ફોલોઅપ. 3. જાપાનના પીએમ સાને તાકાઇચી ભારતની મુલાકાતે આવશે. 4. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર થશે. 📰 કાલના મોટા સમાચારો 1. બંગાળથી કાશ્મીર સુધી 1500 કિમી લાંબી ચોમાસાંની પટ્ટી બની:તેનાથી ઉત્તર ભારતમાં 1-4 જુલાઈ સુધી ભારે વરસાદની શક્યતા, 26 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું મંગળવારે બપોરે ચોમાસાએ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કર્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 26 રાજ્યોને આવરી લીધા છે. આ પહેલા 24 જૂને મધ્યપ્રદેશ-ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ 6 દિવસ સુધી અટકી ગયું હતું. જેના કારણે ઘણા રાજ્યોમાં ગરમી અને ભેજનું પ્રમાણ યથાવત રહ્યું છે. બીજી તરફ, દિલ્હી અને ઉત્તર ભારત માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. સેટેલાઇટ તસવીરોમાં લગભગ 1,500 કિમી લાંબી ચોમાસાની ટ્રફ બનતી જોવા મળી છે. આ ઉત્તર બંગાળની ખાડીથી લઈને જમ્મુ-કાશ્મીર સુધી ફેલાયેલી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. અમારું પાણી રોક્યું તો હાથ કાપી નાખીશું:પાણી માટે તરફડિયાં મારતાં પાકિસ્તાને ફરી આપી ખોખલી ધમકી, ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું પાકિસ્તાને સિંધુ જળ સંધિ પર ફરી એકવાર ભારતને ધમકી આપી છે. પાકિસ્તાનના જળવાયુ પરિવર્તન મંત્રી મુસાદિક મલિકે કહ્યું કે જો કોઈએ પાકિસ્તાનના હિસ્સાનું પાણી રોકવાનો પ્રયાસ કર્યો તો અમે તે હાથ કાપી નાખીશું. તેમણે દાવો કર્યો કે ભારત પાકિસ્તાનના હિસ્સાનું પાણી રોકવા માગે છે. મુસાદિક મલિકે સૂચના મંત્રી અતાઉલ્લાહ તરાર સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, પડોશી દેશના વડાપ્રધાનના હાથમાં એક નળ છે. તેઓ કહે છે કે પાકિસ્તાનમાં પાણીનું એક ટીપું પણ જવા દેશે નહીં. જેઓ અમારા હિસ્સાના પાણી પર દાવો કરશે, તેમના હાથ કાપી નાખવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ઈરાન બોલ્યું- ફસાયેલા પૈસા લેવા દોહા જઈ રહ્યા છીએ:અમેરિકા સાથે કોઈ વાતચીત નહીં થાય; કતાર-પાકિસ્તાન મારફત વાત કરશે ટ્રમ્પના જમાઈ અમેરિકા અને ઈરાન વચ્ચે 17 જૂને થયેલા સમજૂતી કરાર (MoU) ને લાગુ કરવાની કોશિશો વચ્ચે બંને દેશોની ટીમો કતારની રાજધાની દોહા પહોંચી રહી છે. જોકે, ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે તેમનું પ્રતિનિધિમંડળ અમેરિકા સાથે સીધી વાતચીત નહીં કરે. ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ કહ્યું કે તેમનો હેતુ હાલમાં વિદેશોમાં ફસાયેલા ફ્રીઝ્ડ ફંડને મુક્ત કરાવવાનો છે. જ્યાં સુધી આ દિશામાં કોઈ કામ નહીં થાય, ત્યાં સુધી શાંતિ કરાર પર આગળ વાતચીત નહીં થાય. તો અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકૉફ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર પણ દોહા પહોંચી ચૂક્યા છે. અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિમંડળ સામસામે નહીં બેસે, પરંતુ બંને પક્ષો વચ્ચે વાતચીત મધ્યસ્થીઓ દ્વારા થશે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. અજાણ્યા વ્યક્તિને WhatsApp નંબર આપવો નહીં પડે:વ્હોટસએપ લાવ્યું નવું પ્રાઈવસી ફીચર, તમે પણ બનાવો યુનિક યૂઝરનેમ; જાણો નિયમ અને શરતો અત્યાર સુધી વોટ્સએપ પર કોઈ નવા વ્યક્તિ સાથે વાત કરવા માટે પોતાનો મોબાઈલ નંબર આપવો જરૂરી હતો. પરંતુ હવે આવું નહીં થાય. મેટાની માલિકીના વોટ્સએપે યુઝરનેમ ફીચર લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ પછી લોકો પોતાનો મોબાઈલ નંબર જણાવ્યા વિના પણ માત્ર યુઝરનેમ દ્વારા ચેટ કરી શકશે. કંપનીએ 29 જૂનથી દુનિયાભરમાં યુઝરનેમ રિઝર્વેશન શરૂ કરી દીધું છે. જોકે આ સુવિધા બધા યુઝર્સને એકસાથે નહીં મળે. આવનારા કેટલાક મહિનાઓમાં તેને ધીમે ધીમે બધા દેશોમાં રોલ આઉટ કરવામાં આવશે. જ્યારે આ ફીચર તમારા વિસ્તારમાં ઉપલબ્ધ થશે, ત્યારે વોટ્સએપની અંદર નોટિફિકેશન મળશે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ઇથેનોલ ફાળવણીમાં ફેરફાર ન કરો, સુપ્રીમ કોર્ટનો આદેશ:સરકારે કહ્યું- પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળવવું એક પ્રયોગ છે, તેની અસર આવતા વર્ષે સ્પષ્ટ થશે સુપ્રીમ કોર્ટે મંગળવારે ઇથેનોલ સપ્લાય યર 2025-26 માટે ઇથેનોલ ફાળવણીમાં કોઈ ફેરફાર ન કરવાનો આદેશ આપ્યો. સુનાવણી દરમિયાન સરકાર વતી એટર્ની જનરલ આર વેંકટરમણીએ જણાવ્યું હતું કે પેટ્રોલ (E20) માં 20% ઇથેનોલ ભેળવવાની સરકારી નીતિ બદલાશે નહીં. આ યોજનાની સંપૂર્ણ અસર આવતા વર્ષ સુધીમાં વધુ સ્પષ્ટ થશે. કોર્ટે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ની અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ એમ એમ સુંદરશ અને જસ્ટિસ શીલ નાગુની બેન્ચે આ આદેશ આપ્યો. એટર્ની જનરલે જણાવ્યું હતું કે કર્ણાટક હાઈકોર્ટના આદેશથી સરકારની 20% ઇથેનોલ બ્લેન્ડિંગ યોજના પર અસર પડી શકે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આવા ઘણા કેસ અલગ-અલગ હાઈકોર્ટમાં ચાલી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. નવસારીમાં 4 ઈંચ વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યાં:સાવરકુંડલાની નાવલી નદીમાં પૂર, 48 કલાકમાં ચોમાસું ગુજરાતને કવર કરી લેશે; ભારેથી અતિભારે વરસાદની આગાહી ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂને સત્તાવાર રીતે ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસું 24 જૂને બેસ્યું હતું. મોડું બેસ્યા બાદ પણ દક્ષિણ ગુજરાતમાંથી આગળ ન વધતા જૂન મહિનામાં 80 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. જો કે, હવે હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈ થોડી રાહતના સમાચાર આવ્યા છે. જુલાઈ મહિનાની શરૂઆતમાં જ રાજ્યમાં વરસાદ ભુક્કા કાઢે તેવી શક્યતા છે. આવતીકાલ (1 જુલાઈ)થી રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાની અને વીજળી પડવાની પણ આગાહી કરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. વેઇટલોસની લાલચ આપી 150 યુવતીની ગેંગે દેશભરની મહિલાઓને લૂંટી: ગુરુગ્રામની કંપનીએ ફેસબુક પર એડ મૂકીને 80 કરોડનું કાંડ કર્યું, સુરતી યુવતી વજન ઉતારવા ગઈ ને 1.77 કરોડ ગુમાવ્યા એરિયામાં એક આલીશાન ઓફિસ ભાડે રાખીને "CUREST SCIENCE WELLNESS PRIVATE LIMITED" નામે એક સત્તાવાર રજિસ્ટર્ડ કંપની ખોલવામાં આવી હતી. આ કોર્પોરેટ ઓફિસમાં 150થી વધુ યુવક-યુવતીઓથી સજ્જ એક હાઈટેક કૉલ સેન્ટર હતું. અહીંથી રોજ હજારો કૉલ્સ દેશભરની માસૂમ મહિલાઓને કરવામાં આવતા હતા. કૉલ સેન્ટરની અંદર અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી, જેમાં 150 જેટલી મહિલા કૉલર્સ અને 20 જેટલા પુરુષો સામેલ હતા, જેઓ ફેસબુક પર વજન ઘટાડવાની એડ મૂકીને અને તબીબી જગતના ખોટા પ્રોટોકોલ વાપરીને લોકોને જાળમાં ફસાવતા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : મુંબઈમાં ચાલતી સ્કૂલ બસ પર ઝાડ પડ્યું:એક બાળકનું મોત, 11 ઈજાગ્રસ્ત; શાળાએથી ઘરે પરત ફરી રહ્યા હતા વિદ્યાર્થીઓ (વાંચો સંપૂર્ણ સમાચાર) 2.ઈન્ટરનેશનલ : વિયેતનામમાં ભારતીય પરિવારે હોબાળો મચાવ્યો, VIDEO:રેસ્ટોરાંમાં તોડફોડ કરી, બાળકો અને માતા-પિતાએ પ્રોપર્ટીને નુક્સાન પહોંચાડ્યું; સ્ટાફ સાથે ઝઘડો કર્યો (વાંચો સંપૂર્ણ સમાચાર) 3.નેશનલ : PM મોદીએ સચિવો સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરી:કહ્યું- વિભાગીય દીવાલો તોડો, યોજનાઓની અસર જમીન પર દેખાવી જોઈએ (વાંચો સંપૂર્ણ સમાચાર) 4.ઈન્ટરનેશનલ : મોદીજી જાગી ગયા હશે, તેઓ ઊંઘતાં જ નથી...:ટ્રમ્પે સવારે 6 વાગ્યે PMને ફોન કરવાની વાત કહી, અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે ટ્રમ્પ-મોદીની મિત્રતાનો મજેદાર કિસ્સો જણાવ્યો (વાંચો સંપૂર્ણ સમાચાર) 5.બિઝનેસ : સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 8.2% અને PPF પર 7.1% વ્યાજ મળશે:સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં, સતત 10મી વખત વ્યાજ દર સ્થિર (વાંચો સંપૂર્ણ સમાચાર) 6.સ્પોર્ટ્સ : ઓસ્ટ્રેલિયા 8મી વખત ફાઇનલમાં પહોંચ્યું:વિમેન્સ T20 વર્લ્ડકપમાં વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે હરાવ્યું, બેથ મૂનીની અણનમ ફિફ્ટી (વાંચો સંપૂર્ણ સમાચાર) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 5 થી 8 કલાકની મુસાફરી હવે 30 મિનિટમાં પૂરી થશે:હવે અમરનાથમાં કેબલ કાર શરૂ થવાની તૈયારી, દર કલાકે 2 હજાર શ્રદ્ધાળુઓ આવી-જઈ શકશે (વાંચો સંપૂર્ણ સમાચાર) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ચા-બિસ્કિટ ઘરે લઈ જવા બદલ નોકરી ગઈ હતી, 4 વર્ષ પછી પુનઃબહાલી 17 વર્ષ સુધી નોકરી કરનારા એક કર્મચારીને વધેલી ચાની પત્તી અને બિસ્કિટ ઘરે લઈ જવાના આરોપમાં 2022માં નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. હવે 4 વર્ષ બાદ ઝારખંડ હાઈકોર્ટે તેને નોકરી પર પરત લેવાનો (બહાલીનો) આદેશ આપ્યો છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. 'સાહેબ, લાશ જોતાં કેસ કંઇક બીજો જ લાગે છે':ઘરમાં ઝઘડો, થોડીવાર પછી સન્નાટો અને પત્નીની બૂમાબૂમ, પ્રતિષ્ઠિત સોની વેપારીનું મોત કેવી રીતે થયું? 2. આજનું એક્સપ્લેનર:ખામેનીના અંતિમ સંસ્કારમાં ન પીએમ મોદી જશે, ન વિદેશ મંત્રી; રાજ્યપાલ અને રાજ્યમંત્રી શા માટે મોકલી રહ્યા છે, ભારતની રણનીતિ શું છે? 3. Editor's View: પેટ્રોલ પછી હવે ડીઝલમાં ભેળસેળ:ભારત દુનિયામાં સૌથી પહેલો અખતરો કરશે, ફ્યુલ બ્લેન્ડિંગથી તમારાં વાહનોને શું અસર થશે? જાણો મોદી સરકારનો પ્લાન 4. બાળકનું ભવિષ્ય સુધારવાના ચક્કરમાં જીવને જોખમમાં ન મૂકી દેતા!:કોચિંગમાં એડમિશન લેતા પહેલાં આ 10 પ્રશ્નો પૂછો, અસુરક્ષિત કોચિંગના 13 રેડ ફ્લેગ્સને ઓળખો 5. Uncut અમદાવાદ- 'સ્ટન્ટબાજોથી ખૂબ જ ડર લાગે છે':'પોતાની ન પડી હોય પણ બીજાના જીવ જોખમમાં મૂકે છે', રિલ્સ માટે સ્ટન્ટ કરતા યુવાઓને લઈ અમદાવાદીઓએ શું કહ્યું? 6. પારકી પંચાત- કોર્પોરેટરના પતિદેવે સટાસટ લાફાવાળી કરી:ક્લાસ-1 સાહેબોના ‘મહેલ’ પર બુલડોઝર ચાલ્યું; કોંગ્રેસના સિનિયર નેતાએ રાજકારણ છોડવાની હિન્ટ આપી 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ રાશિફળ બુધવારનું રાશિફળ:કન્યા અને મકર રાશિને ધાર્યું પરિણામ મળશે, ધન અને મીન જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    Rajnath Singh misled Parliament on soldier deaths, says Venugopal; demands privilege proceedings
    Next Article
    Inside Trump's Camp, Why JD Vance And Marco Rubio Differ On Iran, Lebanon

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment