Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિલાડીને દૂધનાં રખોપા સોંપ્યાનો આરોપ:જંગલેશ્વર ડિમોલિશન ખર્ચકાંડની તપાસ મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ, ડે. કમિશનર પર પ્રતીકાત્મક બિલાડી ફેંકી

    6 days ago

    રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશન ખર્ચકાંડને લઈને ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓના આક્ષેપો થઈ રહ્યા છે. આ મામલે કોંગ્રેસ પણ મેદાને આવી છે. આ મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનો - કાર્યકરોએ મનપા વેસ્ટ ઝોન કચેરી ખાતે અનોખો વિરોધ કર્યો હતો. જેમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા મ્યુ કમિશ્નરે તપાસ માટે જે સમિતિ નિમી છે, તે બિલાડીને દુધના રખોપા સમાન ગણવવામાં આવી હતી. અને ડે. કમિશ્નર પર પ્રતીકાત્મક બિલાડી ફેંકી, SIT પાસે તપાસ કરાવવાની માંગ કરવામાં આવી હતી. જોકે ડે. કમિશ્નર ચેતન નંદાણીએ તપાસનો કોઈ ચોક્કસ સમય આપવાનું ટાળ્યું હતું. અને આ મુદ્દે ઝીણવટપૂર્વક તપાસ કરવાનું રટણ કર્યું હતું. કોંગ્રેસના તમામ આગેવાનોએ કમિશનર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ કોંગ્રેસના અગ્રણીઓ અને કોર્પોરેટરો દ્વારા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સામે ગંભીર આક્ષેપો કરીને મોરચો ખોલવામાં આવ્યો છે. આજે શહેર કોંગ્રેસના તમામ અગ્રણી આગેવાનો અને મહિલા તેમજ પુરુષ કોર્પોરેટરો મોટી સંખ્યામાં કોર્પોરેશનની કચેરીએ ઉમટી પડ્યા હતા અને કમિશનર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન એટલું ઉગ્ર હતું કે કચેરી પરિસરમાં ભારે ધમાલ મચી ગઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કોર્પોરેશનના પરિસરમાં પોલીસ અને વિજીલન્સ ટીમ તૈનાત કરવામાં આવી હતી, જેની હાજરી વચ્ચે જ કોંગ્રેસના કાર્યકરોએ કમિશનર વિરુદ્ધ ઉગ્ર રજૂઆતો કરી હતી. તંત્રની તપાસ પ્રક્રિયા પર સવાલો ઉઠાવતા કટાક્ષ કર્યો હતો આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના અગ્રણીઓએ તંત્રના ભ્રષ્ટાચાર પર આકરા પ્રહારો કરતા એક અનોખો અને કટાક્ષમય વિરોધ કર્યો હતો. કોંગ્રેસના નેતાઓએ ડેપ્યુટી કમિશનર સી. કે. નંદાણી સમક્ષ વિરોધ દર્શાવતા "દૂધનું ધ્યાન બિલાડી રાખી રહી છે" તેવા સૂત્રોચ્ચારો કર્યા હતા અને પ્રતીકાત્મક રીતે બિલાડીનો ઘા કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. કોંગ્રેસે તંત્રની તપાસ પ્રક્રિયા પર સવાલો ઉઠાવતા કટાક્ષ કર્યો હતો કે "બિલાડીને દૂધ પીવડાવો!", કારણ કે જે અધિકારીઓ શંકાના દાયરામાં છે તેમની તપાસ પણ તંત્રના જ અન્ય અધિકારીઓને સોંપવામાં આવી રહી છે. કમિશનરને રજા ઉપર ઉતારવા કે તેમની બદલી કરવાની માંગ પણ કોંગ્રેસે કરી શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ આ અંગે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, ડેપ્યુટી કમિશનર એ મ્યુ કમિશનરના તાબા હેઠળ કામ કરે છે. સમગ્ર મામલામાં કમિશનરની સંડોવણી હોવાની પૂરતી શક્યતા છે. આ મામલે રાજ્ય સરકારના નિયમ મુજબ ઉચ્ચ અધિકારી ઉપર કોઈ આરોપ હોય તો તેની તપાસ નિવૃત જજ કે SIT દ્વારા થવી જોઈએ. કમિશનરની તપાસ ડેપ્યુટી કમિશનર કઈ રીતે નિષ્પક્ષ રીતે કરી શકે? આથી જ કોંગ્રેસ દ્વારા સમગ્ર કૌભાંડની તપાસ માટે એક સ્વતંત્ર સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે SIT ની રચના કરવામાં આવે તેવી ભારપૂર્વક માંગ કરવામાં આવી છે તેમજ જ્યાં સુધી તપાસ ચાલુ છે ત્યાં સુધી કમિશનરને રજા ઉપર ઉતારવા કે તેમની બદલી કરવાની માંગ પણ કોંગ્રેસે કરી છે. શું કમિશનરે આ આંકડા નહોતા જોયા અને સીધી દરખાસ્ત સ્ટેન્ડિંગમાં મોકલી દીધી? મહિલા કોંગ્રેસના દિગ્ગજ નેતા ગાયત્રીબા વાઘેલાએ દિવ્યભાસ્કર સમક્ષ જણાવ્યું હતું કે, આ ખાસ કરીને શાસકોની બેદરકારી છે અને જ્યારે શાસક નબળો હોય ત્યારે જ આ પ્રકારની ઘટનાઓ બને છે. આ મામલામાં કમિશનરની પણ મુખ્ય બેદરકારી છે અને તેમને પણ સસ્પેન્ડ કરવા જોઈએ, કારણ કે કોઈ પણ ટેન્ડર પહેલા કમિશનર સમક્ષ આવે છે અને ત્યારબાદ જ તે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે જતું હોય છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, શું કમિશનરે આ આંકડા નહોતા જોયા અને સીધી દરખાસ્ત સ્ટેન્ડિંગમાં મોકલી દીધી? આ બાબતમાં કમિશનર પણ એટલા જ જવાબદાર છે. 'કહેતા ભી દીવાના ઓર કરતા ભી દીવાના' જેવી શાસકોની સ્થિતિ જોવા મળી રહી છે. બીજી તરફ, જ્યારે સામાન્ય લોકોના ઘર બેઘર થઈ રહ્યા હતા અને લોકો આંસુ સારી રહ્યા હતા, ત્યારે આ લોકોને લાખો રૂપિયાની કાજુકતરી ખાવાનો સમય મળ્યો હતો. આમાં માત્ર નાના અધિકારીઓની સંડોવણી નથી, પરંતુ આ કૌભાંડમાં જે મોટા માથા સામેલ છે તેમની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ. શાસકો દ્વારા આ કાજુકતરીના બોક્સ 'કમલમ' સુધી મોકલવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે તેમણે સમગ્ર મામલાની તાત્કાલિક અને યોગ્ય તપાસ કરવાની તેમજ કમિશનરને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. શાસકો માત્ર વાતો કરે છે, પરંતુ જ્યારે આખેઆખા હાથી નીકળી જાય ત્યારે નાના કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવે છે તે યોગ્ય નથી. હવે સૌપ્રથમ અમે તમામ આરોપો એકત્ર કરીશું ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીએ જણાવ્યું હતું કે, આ મામલે મારા અધ્યક્ષસ્થાને કમિટી રચવામાં આવી છે. જેમાં સેન્ટ્રલ ઝોનના ડે. કમિશનર એચ. આર. પટેલ, અનુભવી સિટી ઇજનેર પરેશ અઢીયા, ચિફ એકાઉન્ટન્ટ અમીત સવજીયાણી અને વિજીલન્સ અધિકારી બી. એલ. કાથરોટિયાની નિયુક્તિ કરવામાં આવી છે. ગત સાંજે મ્યુ. કમિશનર દ્વારા આ કમિટી રચવામાં આવ્યા બાદ હવે સૌપ્રથમ અમે તમામ આરોપો એકત્ર કરીશું. ત્યારબાદ તેને લગતા અધિકારી-કર્મચારીની પૂછપરછ કરવામાં આવશે. પ્રથમ એક પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરી લેવામાં આવશે. જેના આધારે વધુ ઝીણવટપૂર્વક તપાસ કર્યા બાદ ફાઇનલ રિપોર્ટ કમિશનરને સોંપવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જંગલેશ્વર ડિમોલિશન મામલે જે પણ આક્ષેપો કરવામાં આવ્યા છે, તેને લઈને કમિટી દ્વારા ખૂબ ગંભીરતાથી પ્રથમ તબક્કાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. હાલ તમામ આરોપો અંગેની વિગતો એકઠી કરાઈ રહી છે. અને આ તપાસ અંતર્ગત કોર્પોરેશનના જુદા-જુદા બિલો, ટેન્ડરો, રેટ કોન્ટ્રાક્ટની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. આ સમગ્ર પ્રકરણ સાથે જોડાયેલા તમામ પ્રકારના વહીવટી અને નાણાકીય પુરાવા હાલ એકઠા કરવામાં આવી રહ્યા છે. પુરાવાઓની સંપૂર્ણ ચકાસણી અને તટસ્થ તપાસ કર્યા બાદ જ આ બાબતે સત્તાવાર રીતે કંઈ પણ બોલી શકાશે. જોકે આ તપાસ કેટલા સમયમાં પૂર્ણ થશે તે અંગે કંઈ બોલવાનું તેમણે ટાળ્યું હતું. જાણો શું હતો સમગ્ર મામલો? રાજકોટનાં જંગલેશ્વરમાં એક મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જેના ખર્ચના બિલો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અટકાવવામાં આવતા આ મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ દિવ્યભાસ્કર દ્વારા આ ડિમોલિશન દરમિયાન થયેલા પાણીના બિલો લાવવામાં આવ્યા હતા. જેમાં માત્ર 3 રૂપિયાની પાણીની બોટલનાં રૂ. 8 ચુકવવામાં આવ્યા હોવાનો પર્દાફાશ થયો છે. આ સાથે જ સમગ્ર પ્રક્રિયામાં અંદાજે ત્રણેક કરોડ રૂપિયાનો તોતિંગ ખર્ચ થયો હોવાનું સામે આવતા મ્યુ. કમિશનર દ્વારા તપાસ સમિતિ રચવામાં આવી છે. જેમાં કમિશનર વિરુદ્ધની તપાસ ડેપ્યુટી કમિશનરને સોંપવામાં આવતા આજે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે જવાબદારો સામે ક્યારે અને કેવા પગલાં લેવાશે તે જોવું રહ્યું. આવાસ કૌભાંડની તપાસ સમિતિનો રિપોર્ટ પણ દબાવી દેવાયો છે રાજકોટમાં ગત વર્ષે 16 એપ્રિલના રોજ સિટી બસના ચાલકે બેફામ બસ દોડાવીને ઇંદિરા સર્કલ જેવા ભરચક્ક વિસ્તારમાં ચાર નિર્દોષ લોકોના ભોગ લીધા હતા. આ સમયે પણ મનપા કમિશનર તુષાર સુમેરા દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિના રિપોર્ટ પણ એક વર્ષ કરતાં લાંબો સમય પસાર થઇ ગયા છતાં હજી સુધી જાહેર કરવામાં આવ્યો નથી. આવી જ રીતે મહાનગરપાલિકાના બે કોર્પોરેટરો દ્વારા નાણાંકિય ગોલમાલ કરીને પોતાના સગા વહાલાઓને આવાસની ફાળવણી કરી હોવાનું ખુલ્યું હતુ. આ પ્રકરણમાં પણ જે તે સમયે તપાસ સમિતિની રચના થઇ હતી. આ બન્ને કૌંભાડોના અહેવાલ જાહેર કરવાને બદલે દબાવી દેવાયા છે. હવે જંગલેશ્ર્વરના જશ્ન માટે પણ તપાસ સમિતિની રચના બાદ તેનો તપાસ રિપોર્ટ સુપરત કરવા માટે કોઇ સમયમર્યાદા જાહેર ન કરીને જુની પ્રણાલી મુજબ જ આખું કૌંભાડ દબાવવાની ચાલ શાસકો અને પ્રશાસકો દ્વારા શરૂ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ઈરાન બોલ્યું- ફસાયેલા પૈસા લેવા દોહા જઈ રહ્યા છીએ:અમેરિકા સાથે કોઈ વાતચીત નહીં થાય; કતાર-પાકિસ્તાન મારફત વાત કરશે ટ્રમ્પના જમાઈ
    Next Article
    ફૂડ વિભાગનું મેગા સર્ચ ઓપરેશન:જુદી-જુદી 84 પેઢીઓમાં તપાસ કરી 518 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, 6 મોટી પેઢીઓ સીલ અને રૂ.79,500નો દંડ વસૂલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment