Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાપાનમાં મહિલા મેયરની મેટરનિટી લીવ પર વિવાદ:કવાટા બોલ્યા- દેશમાં મહિલાઓ પ્રત્યે હજુ પણ કેટલો ભેદભાવ પ્રવર્તે છે

    6 days ago

    પશ્ચિમ જાપાનના યવાટા શહેરના 35 વર્ષીય મેયર શોકો કવાટા છ મહિનાના ગર્ભવતી છે અને ચાર મહિનાની મેટરનિટી રજા લેવાનું આયોજન કરી રહ્યા છે. આવું કરનાર તેઓ જાપાનના પ્રથમ મેયર હશે, પરંતુ તેમની આ યોજનાએ જાપાનમાં રાષ્ટ્રીય ચર્ચા જગાવી છે. ઘણા લોકોએ તેમને બેબી શૂઝ અને શુભકામના ભેટ મોકલીને સમર્થન આપ્યું, પરંતુ સમાજના એક વર્ગે તેને બિનજવાબદાર નિર્ણય ગણાવીને આરોપ લગાવ્યો કે તેમણે જનતા કરતાં પોતાના અંગત જીવનને વધુ પ્રાધાન્ય આપ્યું છે. કવાટાએ કહ્યું કે આ વિવાદે તેમને પહેલીવાર અનુભવ કરાવ્યો કે જાપાનમાં મહિલાઓ પ્રત્યે હજુ પણ કેટલો ભેદભાવ પ્રવર્તે છે. દેશમાં ગર્ભવતી અને કાર્યરત મહિલાઓ સાથે થતા ભેદભાવ માટે "માતાહારા" (મેટરનિટી હેરેસમેન્ટ) જેવો અલગ શબ્દ પણ પ્રચલિત છે. પૂર્વ જનરલ તોશિયો તમોગામીએ લખ્યું કે સાર્વજનિક પદ પર બેઠેલા લોકોએ આટલી લાંબી રજા ન લેવી જોઈએ અને બાળકોનું આયોજન કરી રહેલી મહિલાઓએ ચૂંટણી ન લડવી જોઈએ. વધતા વિરોધ બાદ કવાટાએ સોશિયલ મીડિયાથી અંતર બનાવી લીધું. જાપાનમાં સ્થાનિક સંસ્થાઓના 1,740 પ્રમુખોમાં મહિલાઓની ભાગીદારી હજુ પણ 4% થી ઓછી છે. રાષ્ટ્રીય દૈનિક મૈનિચીએ લખ્યું કે દેશમાં એવું વાતાવરણ બનવું જોઈએ, જ્યાં મહિલાઓ ભેદભાવ વિના મેટરનિટી લીવ લઈ શકે.
    Click here to Read More
    Previous Article
    Congo superfan on how his standing-still pose is a tribute to ex-PM Lumumba
    Next Article
    ઈરાન બોલ્યું- ફસાયેલા પૈસા લેવા દોહા જઈ રહ્યા છીએ:અમેરિકા સાથે કોઈ વાતચીત નહીં થાય; કતાર-પાકિસ્તાન મારફત વાત કરશે ટ્રમ્પના જમાઈ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment