Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતોની અશ્વ રેલી જેતપર પહોંચી:આમરણાંત ઉપવાસને સમર્થન આપવા અનેક ગામોના ખેડૂતો જોડાયા

    1 day ago

    મોરબીના જેતપર ગામે ખેડૂત ક્રાંતિ સંગઠન દ્વારા ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનને વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે. શાપર, રંગપર, વાઘરવા, જીવાપર સહિતના અનેક ગામોના ખેડૂતો અશ્વો પર સવાર થઈ ભવ્ય અશ્વ રેલી સ્વરૂપે જેતપર ખેડૂત છાવણી ખાતે પહોંચ્યા હતા. અશ્વ રેલીના આગમન સાથે જ આંદોલન સ્થળ 'ખેડૂત એકતા'ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. પરંપરાગત અંદાજમાં અશ્વો પર સવાર થઈ પહોંચેલા ખેડૂતોનું આંદોલનકારીઓ અને સ્થાનિક ગ્રામજનોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અશ્વસવારો અને અન્ય ખેડૂતોએ ઉપવાસ પર બેઠેલા ખેડૂતોને મળીને પોતાના સંપૂર્ણ સમર્થનની જાહેરાત કરી હતી. તેમણે સરકારને ખેડૂતોના પ્રશ્નોના ન્યાયસંગત ઉકેલ માટે વહેલી તકે યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી હતી. આ અનોખી અશ્વ રેલીને કારણે જેતપરનું ખેડૂત આંદોલન વધુ ચર્ચામાં આવ્યું છે. આસપાસના ગામોમાંથી સતત મળી રહેલા સમર્થનથી આંદોલનને નવી ઉર્જા મળી છે, જે આગામી દિવસોમાં આંદોલન વધુ મજબૂત બનવાના સંકેતો આપે છે.
    Click here to Read More
    Previous Article
    દોઢ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરનારને આજીવન કેદ:પીડિતા ઉપર દુષ્કર્મ આચરવા સાથે શારીરિક હિંસા આચરી, ઓથોરિટી 10 લાખ વળતર ચૂકવશે
    Next Article
    Australia vs West Indies Live Updates, Women's T20 World Cup Semi-Final: Disciplined Australia Keep Windies In Check

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment