Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરગાસણ બ્રિજ નીચે હિટ એન્ડ રન:ટ્રક ચાલકે એક્ટિવાને અડફેટે લેતા નિવૃત્ત મદદનીશ તાલુકા વિકાસ અધિકારીનું કરુણ મોત; ચાલક ફરાર

    1 day ago

    રાજધાની ગાંધીનગરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સરગાસણ ચાર રસ્તા ઓવરબ્રિજ નીચે ગઈકાલે સોમવારે સાંજે એક બેફામ સ્પીડે આવી રહેલા ટ્રક ચાલકે એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા 68 વર્ષીય નિવૃત મદદનીશ તાલુકા વિકાસ અધિકારી (ATDO)નું સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ચાર રસ્તા પસાર કરતી વખતે કાળ આંબી ગયો મળતી માહિતી મુજબ, જૂનાગઢના માળિયા હાટીના તાલુકા પંચાયતમાંથી મદદનીશ તાલુકા વિકાસ અધિકારી (એટીડીઓ) તરીકે નિવૃત્ત થયેલા પોપટભાઈ રાયમલભાઈ લાખાની (ઉં.વ. 68) હાલ ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં પરિવાર સાથે રહેતા હતા. ગઈકાલે સોમવારે સાંજે તેઓ પોતાનું એક્ટિવા લઈને તારાપુર ચાર રસ્તાથી ચ-0 સર્કલ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સરગાસણ ચાર રસ્તા ઓવરબ્રિજ નીચેથી પસાર થતી વખતે પાછળથી ગફલતભરી રીતે ધસમસી આવેલા એક ટ્રક (નંબર GJ-03-BZ-2217)ના ચાલકે તેમના એક્ટિવાને પાછળથી જોરદાર અડફેટે લીધું હતું. આ ટક્કર એટલી મજબૂત હતી કે, પોપટભાઈ રોડ પર પટકાતા તેમને માથાના અંદરના ભાગે ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો અકસ્માત થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત વૃદ્ધને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. આ અકસ્માત અંગે મૃતકના સાળાએ તેમના બનેવી હઠીસિંહ સંજયસિંહ જેઠવાને ફોન દ્વારા જાણ કરી હતી, જેથી તેઓ પણ કંપનીની બસમાંથી અધવચ્ચે ઉતરીને તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં સારવાર હેઠળ રહેલા પોપટભાઈને ફરજ પરના તબીબોએ મોડી રાત્રે મૃત જાહેર કર્યા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો. આ દુઃખદ ઘટના અંગે મૃતકના જમાઈ હઠીસિંહ જેઠવાએ સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને ફરાર ટ્રક ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    દીકરીના મોઢામાં ડૂચો મારી પિતાએ દુષ્કર્મ આચર્યું:ઘરે આવતા દ્દશ્ય જોઈ માતાના હોંશ ઉડી ગયા, રડતાં-રડતાં આપવીતી જણાવતા માએ ફરિયાદ નોંધાવી; ડેસર તાલુકાના ગામનો બનાવ
    Next Article
    Woman Kills Partner To "Protect" Daughter, Tries To Pass It Off As Suicide

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment