Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાંડેસરાના મુક્તિનગરમાં મકાનની ગેલેરી સાથે સીડી ધરાશાયી:નીચે ઉતરવાનો રસ્તો બંધ થતાં પ્રથમ માળે મહિલા ફસાઇ, ફાયર બ્રિગેડે દિલધડક રેસ્ક્યૂ કર્યું

    14 hours ago

    સુરતમાં ચોમાસાની શરૂઆત થતાં જ જર્જરિત અને જોખમી બાંધકામો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવવા લાગી છે. આજે સવારે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી મુક્તિનગર સોસાયટીમાં એક રહેણાંક મકાનની ગેલેરી અને સીડી અચાનક તૂટી પડતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ગેલેરી અને દાદર ધરાશાયી થવાને કારણે પ્રથમ માળે રહેતા ભાડુઆત મકાનમાં જ ફસાઈ ગયા હતા. આ અંગે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ઉધના ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પ્રથમ માળે ફસાયેલી મહિલાનું સફળ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ગેલેરી અને સીડી તૂટી પડતા નીચે ઉતરવાનો રસ્તો બંધ થયો મળતી વિગતો મુજબ, પાંડેસરાના મુક્તિનગર ખાતે આવેલી ગલી નંબર 3માં પ્લોટ નંબર 68ના મકાનમાં આ અકસ્માત સર્જાયો હતો. આ મકાનની માલિકી તિલકરાજ દુબેની હોવાનું જાણવા મળ્યું છે. આજે સવારે આશરે 10:25 વાગ્યે મકાનના પહેલા માળની ગેલેરી અને દાદર અચાનક તૂટી પડી હતી. ગેલેરી અને સીડી તૂટી પડવાના કારણે નીચે ઉતરવાનો રસ્તો બંધ થઈ ગયો હતો, જેના લીધે પહેલા માળે રહેતા 32 વર્ષીય ભાડુઆત ચૌધરી સતીષ ચોડે મકાનની અંદર જ ફસાઈ ગયા હતા. કોઈ મોટી જાનહાનિ નહીં, ફાયર બ્રિગેડનું સલામત રેસ્ક્યૂ ઘટનાની જાણ થતા ઉધના ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઉધના ફાયર સ્ટેશનની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ભારે જહેમત બાદ પહેલા માળે ફસાયેલા 32 વર્ષીય ચાંદની સતીષ ચોડેને સહી-સલામત રીતે રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા હતા. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ઈજા થઈ નથી, જેથી સ્થાનિક લોકો અને તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. પાલિકાની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી ઘટનાની ગંભીરતાને જોતા સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોન-Aના શહેરી વિકાસ વિભાગના જુનિયર એન્જિનિયર રાહુલ પટેલ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે હાજર રહીને મકાન માલિકને શોધી કાઢ્યા હતા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત સુરક્ષિતતાના ભાગરૂપે GEB (ગુજરાત એનર્જી બોર્ડ) બમરોલી સબ ડિવિઝનના ઇજનેર મિતેશ એમ. પટેલ પણ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને શોર્ટ સર્કિટ ન થાય તે માટે તાત્કાલિક વીજ પુરવઠો સુરક્ષિત કર્યો હતો. ફાયરે ભારે જહેમત બાદ પરિસ્થિતિ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો આ સમગ્ર રેસ્ક્યૂ ઓપરેશન ઉધના ફાયર સ્ટેશનના વાહન નંબર GJ-05-GV-3108 સાથે ગયેલા ફાયર ફાઇટર્સ અને અધિકારીઓ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. ઘટનાસ્થળે એસ.ઓ. નરોત્તમ જી. ખલાસી અને હાજર ફાયર સ્ટાફ દ્વારા ભારે જહેમત બાદ પરિસ્થિતિ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો:મહિલા-બાળ અધિકાર, આરોગ્ય અને સરકારી યોજનાઓ પર માર્ગદર્શન અપાયું
    Next Article
    BJP Chief Sets 2028 Telangana Target, Vows Double-Engine Government

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment