Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનો બીજો દિવસ:કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી હાજર, સાંજે સમાપન સમારોહ યોજાશે

    1 day ago

    વડોદરા ખાતે બે દિવસથી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાજ્યની ચોથી રિજનલ મીટ છે. આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી મનિષા વકીલ હાજર રહ્યા હતા. જ્યારે પ્રથમ દિવસે ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મધ્ય ગુજરાત એ આગામી દિવસોમાં ઉદ્યોગો માટે માનીતું બની જશે. મધ્ય ગુજરાત લાંબા સમયથી રાજ્યના ઔદ્યોગિક વિકાસનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે અને ગુજરાતના કુલ ઉત્પાદન ક્ષેત્રમાં આશરે 28 ટકા જેટલો મહત્વપૂર્ણ ફાળો આપે છે. હવે આ પ્રદેશ ઉત્પાદન ક્ષેત્રની સાથે સેવા ક્ષેત્રમાં પણ અગ્રેસર બનવા તરફ આગળ વધી રહ્યો છે. આ દિશામાં મહત્વપૂર્ણ ચર્ચા સોમવારે GSFC યુનિવર્સિટી, વડોદરા ખાતે યોજાયેલી ચોથી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દરમિયાન સેવા ક્ષેત્ર પર આયોજિત ઉચ્ચસ્તરીય સેમિનારમાં થઈ હતી. આ ચર્ચા વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 (2026-2031)ના વિઝનને અનુરૂપ હતી. રાજ્યએ 2047 સુધીમાં $3.5-ટ્રિલિયનનું અર્થતંત્ર બનવાનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે, જેમાં ઉત્પાદન ક્ષેત્રની સાથે સેવા ક્ષેત્રને પણ સમાન પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. વૈશ્વિક સેવા ક્ષેત્રનું મૂલ્ય અંદાજે $8.7 ટ્રિલિયન છે અને ગુજરાતે આ ક્ષેત્રમાં પોતાની મજબૂત હાજરી નોંધાવવા માટે IT અને ITeS, નાણાકીય સેવાઓ અને ફિનટેક, પ્રવાસન અને આતિથ્ય, વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ સહિત કુલ 21 પ્રાથમિક ક્ષેત્રોની ઓળખ કરી છે. ગઈકાલે યોજાયેલા સેમિનારમાં સરકાર, ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ અને સેવા ક્ષેત્રના અગ્રણી નિષ્ણાતોએ ભાગ લીધો હતો. આજે આ કાર્યક્રમનો સમાપન સમારોહ યોજવામાં આવશે. જેમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. બુલેટ ટ્રેન સ્ટેશન કાર્યરત થતા 800 મીટરથી 150 કિમી વિસ્તારમાં અસર પડશે જીએસએફસીમાં યોજાયેલી વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટમાં જાપાનની બુલેટ ટ્રેનના અધિકારી યાસુઓ ઇઝુમીએ જાપાનની બુલેટ ટ્રેન સાથે સરખામણી કરી હિમામાત્સુ સિટીના સંદર્ભે વડોદરાના વિકાસની વાત કરી કરી હતી. હાઇસ્પીડ ટ્રેનનું મુંબઇ-અમદાવાદ વચ્ચેનું અંતર અને બુલેટ ટ્રેનનું જાપાનમાં અંતર લગભગ સરખું છે. તેમણે બુલેટ ટ્રેન સ્ટેશન વિકાસને કેવી રીતે વેગવંતો બનાવે તેનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમણે કહ્યું કે, વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન ચાલુ થશે ત્યારે 800 મીટરથી 150 કિમી વિસ્તારમાં અસર પડશે. ઔદ્યોગિક, શૈક્ષણિક હેરિટેજ, પર્યાવરણીય ઇન્ટિગ્રેટેડ વિકાસ થશે. હિમામાત્સુ શહેર વિશે તેમણે કહ્યું કે, બુલેટ ટ્રેન સ્ટેશન પછી આ શહેરના વિકાસે નવી ઝડપ પકડી હતી. વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન પાસે પણ હરિયાળી જગ્યા, મોટા કન્વેન્શન સેન્ટર, કોન્ફરન્સ હોલ અને મલ્ટીમોડેલ ટ્રાન્સપોર્ટ સુવિધા વિકસાવવી જોઇએ. તેમણે બુલેટ ટ્રેન સ્ટેશન વિસ્તારને 3 ઇકોનોમિક ઇમ્પેક્ટ ઝોનમાં વહેંચ્યા હતા. બુલેટ ટ્રેનથી આ 3 તબક્કાના ઇકોનોમિક ઇમ્પેક્ટ ઝોન 1. બુલેટ ટ્રેન સ્ટેશનથી 800 મીટર (EI ઝોન-1) : વોકિંગ એરિયા હોવો જોઇએ. જેમાં શિક્ષણ-રિસર્ચ, સોશિયલ સર્વિસ સાથે સંકળાયેલી સંસ્થા હોય. વડોદરા પાસે MSU, બરોડા મેડિકલ કોલેજ અને કમાટીબાગ છે. મલ્ટીમોડેલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે પણ વિકાસ હોવો જોઇએ. વડોદરા માત્ર હાઈસ્પીડ રેલનું સ્ટેશન જ નહીં, પરંતુ પશ્ચિમ ભારતનું એક સશક્ત મેન્યુફેક્ચરિંગ લોજિસ્ટિક સર્વિસ અને ઈનોવેશન હબ બનાવાની ક્ષમતા ધરાવે છે. > મનોહરલાલ ખટ્ટર, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી 2. બુલેટ ટ્રેન સ્ટેશનથી 150 કિમી (EI ઝોન-3): આ ઝોનમાં ટુરિઝમ- સ્પોર્ટ્સ ફેસિલિટીને વિકસાવી શકાય. વડોદરા પાસે રાજપીપળા, જાંબુઘોડા,પાવાગઢ (અપવાદ)માં આ સુવિધા છે. સ્પોર્ટ્સ ફેસિલિટી માટે ડેસર સ્પોર્ટ્સ યુનિ. છે.આ ક્ષેત્રે વિકાસ કામને પ્રોત્સાહિત કરી શકાય. 3. બુલેટ ટ્રેન સ્ટેશનથી 50 કિમી (EI ઝોન-2) : આ એવો વિસ્તાર છે જ્યાં વાહનથી 1 કલાકમાં પહોંચાય. જ્યાં ઔદ્યોગિક, લોજિસ્ટિક અને ઇકોનોમિક ઇન્ફ્લુઅન્સ ઝોન હોવા જોઇએ. વડોદરા પાસે મકરપુરા, સાવલી, મંજૂસર જીઆઇડીસી છે.
    Click here to Read More
    Previous Article
    11 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ, નવસારીમાં ઘરોમાં પાણી ઘૂસ્યાં:ગીર પંથકમાં પણ વાવણી લાયક વરસાદ; 5 દિવસ ભારે પવન ફૂંકાવાની શક્યતા, માછીમારો માટે એલર્ટ
    Next Article
    મોરબી-રાજકોટ હાઇવે પર ખેડૂતોએ ચક્કાજામ કર્યો:જેતપર ગામે ચાલી રહેલા આંદોલનને સમર્થન આપવા ખેડૂતો રસ્તા પર ઉતર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment