Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાવડી ગામે મજૂર પર જીવલેણ હુમલો:મોટરસાયકલ સાઈડમાં રાખવાની બાબતે ત્રણ શખ્સોનો માર માર્યો

    2 days ago

    ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાવડી ગામમાં એક મજૂર પર મોટરસાયકલ સાઈડમાં રાખવાની નજીવી બાબતે ત્રણ શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરતા ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર બાદ ત્રણ હુમલાખોરો વિરુદ્ધ ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, આ બનાવ અંગે ઘોઘા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર રતીભાઈ ચુડાસમા ઉ.વ.55 ગઈકાલે તા.28 જૂનના રોજ બપોરના સમયે પોતાના ગામની સીમમાં આવેલ વાડીએથી કામ પતાવી મોટરસાયકલ લઈને ઘરે જમવા આવી રહ્યા હતા, તે દરમિયાન ગામના ચોક પાસે પહોંચતા સામેથી આવેલ મંદીપ મકવાણાએ પોતાનું મોટરસાયકલ રતીભાઈના મોટરસાયકલની સામે આડું ઉતાર્યું હતું, રતીભાઈએ મોટરસાયકલ સાઈડમાં ઉભું રાખતા જ મંદીપએ નીચે ઉતરી અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. રતીભાઈએ ગાળો બોલવાની ના પાડતા મંદીપે પોતાની મોટરસાયકલમાં રાખેલ લોખંડના પાઇપ વડે રતીભાઈના વાસાના ભાગે ઘા માર્યો હતો, આ સમયે સાથે રહેલા સંજય ધનાભાઈ ચાવડા અને ઋષિ ચાવડાએ રતીભાઈને પાછળથી પકડી રાખ્યા હતા. ત્યારબાદ મંદીપે તેના હાથમાં પહેરેલા કડા વડે રતીભાઈના માથાના અને કપાળના ભાગે ઉપરાછાપરી ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા બાદ રતીભાઈના પુત્ર મયુરએ તાત્કાલિક 108 ને જાણ કરી હતી. 108 મારફતે રતીભાઈને સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબો દ્વારા માથામાં ત્રણ અને કપાળ તથા આંખના ભાગે ટાંકા લઈ સારવાર આપવામાં આવી હતી, ​સારવાર બાદ રતીભાઈએ પોતાના પુત્ર રમેશ સાથે ઘોઘા પોલીસ સ્ટેશનમાં પહોંચીને મંદીપ મકવાણા, સંજય ધનાભાઈ ચાવડા અને ઋષિ ચાવડા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત યુનિવર્સિટીની કમાન સંઘ પાસે જ રહેશે!:ઇન્ચાર્જ કુલપતિ તરીકે શંકરસિંહ વાઘેલાની કોલેજના પ્રિન્સિપાલ આશિષ દવેનું નામ ચર્ચામાં, નીરજા ગુપ્તાથી સરકાર અને સંઘ નારાજ!
    Next Article
    Man Travels From Lucknow To Delhi, Kills Wife In Sleep Over Affair Suspicion

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment