Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભગવતીપરામાં નશેડીઓનો આતંક યુવકને છરી મારી લૂંટ ચલાવી:રાત્રે ફોન આવ્યો ‘હું ટ્રેનમાં રાજકોટ આવું છું, સવારે રેલવે પ્લેટફોર્મ પરથી મૃતદેહ મળ્યો

    9 hours ago

    રામભાઈ દાનાભાઈ ચાવડા (ઉં.વ.55) આજે વહેલી સવારે રાજકોટ રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર ચાર ઉપર પીલોર નંબર 64 પાસેથી બેભાન હાલતમાં મળી આવ્યા હતા. કોઈએ પોલીસને જાણ કરતા રેલવે પોલીસે પ્રથમ મૃતકના પરિવારજનોને જાણ કરી હતી અને 108માં ફોન કર્યો હતો. 108ના ઇએમટીએ સ્થળ ઉપર જ રામભાઈને મૃત જાહેર કર્યા હતા જેથી પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરીને મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક રામભાઈ પોરબંદર ખાતે માછીમારીનું મજૂરીનું કામ કરતા હતા. તેઓના અગાઉ લગ્ન થઈ ગયા હતા પણ બાદમાં છૂટાછેડા થઈ ગયા હતા. હાલ તેઓ શાપર ખાતે પોતાના ભાઈ એભાભાઈ સાથે રહેતા હતા. ગઈકાલે ભાઈના દીકરાને ફોન કરીને જણાવ્યું હતું કે, હું ટ્રેનમાં બેસી ગયો છું અને રાજકોટ આવું છું. પછી સવારે પરિવારજનોને તેમનો મૃત્યુ અંગે સમાચાર મળ્યા હતા. જેથી પરિવારમાં ભારે આક્રંદ છવાયો હતો. પ્રાથમિક તબક્કે હાર્ટ એટેકથી મોત થયાનું અનુમાન છે. ભત્રીજાવ મિત્ર સાથે મળી કાકાને છરીના ઘા ઝીંક્યા રાજકોટના રેલનગર વિસ્તારમાં લોન્ડ્રી ધરાવતા અમિતભાઈ મૂળજીભાઈ ચુડાસમા (ઉં.વ.40) આજે 12.30 વાગ્યા આસપાસ પોતાની દુકાને હતા ત્યારે હિમેશ વાઘેલા અને કરમજીત પાજીએ આવી ઝઘડો કરી તેમને છરીના ઘા ઝીંકી દેતા લોહી લુહાણ હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં અમિતભાઈના માસીયાઈ ભાઈ હરેશભાઈ વાઘેલાના પત્ની ચંદ્રિકાબેન મનમેળ થતા 6 મહિનાથી અમિતભાઈ સાથે લિવ ઈનમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. થોડા સમય પૂર્વે હરેશભાઈને પત્ની સાથે ઝઘડો થતા હરેશભાઈ સુરત રહેવા જતા રહ્યા હતા. દરમ્યાન ચંદ્રિકાબેન અને તેમના ત્રણ સંતાન ભાડે રહેતા હતા. 6 મહિના પહેલા ચંદ્રિકાબેને અમિતભાઇ સાથે લિવ ઈન કરાર કરતા તેઓ પોતાની દીકરીને લઈ અમિતભાઇ સાથે રહેવા જતા રહ્યા હતા જોકે યુવાન પુત્ર હિમેશને આ વાત પસંદ આવી ન હતી. જેથી આજે બપોરે હિમેશ તેના મિત્ર કરમજીત ઉર્ફે પાજી સાથે અમિતભાઈની લોન્ડ્રી શોપ પહોંચ્યો હતો અને ઝઘડો કરી છરીના ઘા ઝીંકી દીધા હતા. તબીબોના મતે અમિતભાઇની હાલત નાજુક છે. ભગવતીપરામાં નસેડીનો આતંક ગઈકાલે રાત્રે અશોક ટીસાભાઈ કેરાડીયા, મિત મનિષભાઈ ચુડાસમા અને રાહુલ ટીસાભાઈ કેરાડીયાને સિવિલ હોસ્પિટલમાં લોહી લુહાણ હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા બનાવ અંગે બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે લૂંટનો ગુનો નોંધી બે આરોપીની શોધખોળ હાથ ધરી છે. ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, નવાગામમાં રહેતો ફારૂક તેના ભાઈ અશોકનો મિત્ર હતો જોકે ફારુક નશાના રવાડે ચડી જતા અશોકે તેની સાથે સંબંધ ઓછા કરી નાખ્યા હતા. ગઈકાલે અશોક અને તેના મિત્ર અમિત બંને ભગવતીપરામાં સ્વામિનારાયણ ડેરી પાસે ઉભા હતા ત્યારે ફારૂક અને તેની સાથે અજાણ્યા માણસોને લઈ આવ્યો હતો જેને અશોક પાસે રૂપિયા માંગ્યા હતા તે નશા કરવા માટે રૂપિયા માંગતો હોય જેથી મારા ભાઈએ રૂપિયા આપવાની ના પાડી દેતા ફારુક અને તેની સાથેના બે અજાણ્યા માણસોએ અશોકને અને મિતને માર માર્યો હતો જેમાં તેઓને છરી વાગી ગઈ હતી. મારથી બચીને અશોક અને મીત ત્યાંથી ભાગી છુટ્યા હતા. ત્યાંથી મિતનું બાઈક લઈને આ ત્રણેય જણા રાહુલના ઘર પાસે આવ્યા હતા. આ પછી ત્રણેય લોકો રાહુલ પાસે આવ્યા હતા અને મિત તેમજ અશોક ક્યાં છે તેમ પૂછીને રાહુલને બાઈકમાં બેસાડી ભગવતીપરાના પુલ નીચે પાટા પાસે લઈ આવ્યા હતા જ્યાં પડખામાં છરી મારી હતી.
    Click here to Read More
    Previous Article
    All party legislators oppose Scheduled Caste sub-categorisation in Maharashtra
    Next Article
    Ground Report | 48 કલાકમાં બાદ તૂટી પડશે વરસાદ | બાબુઓના બંગલા પર બુલડોઝર | Monsoon | Weather Update

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment