Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સજુબા ગર્લ્સ સ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ:જામનગરનાં મેયર મોનિકા વ્યાસની હાજરીમાં દીકરીઓને શૈક્ષણિક કીટ અપાઈ

    17 hours ago

    જામનગરમાં 29 જૂન, 2026 ના રોજ સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે 'શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2026' નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરની પાંચ શાળાઓની બાળાઓને ઉત્સાહભેર પ્રવેશ અપાયો હતો. આ સંયુક્ત મહોત્સવમાં જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં. 6, 38, 5 અને 41 ની આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1 માં પ્રવેશ મેળવતી બાળાઓને આવકારવામાં આવી હતી. આ ઉપરાંત, શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ-9 અને ધોરણ-11 માં પ્રવેશ મેળવતી તેજસ્વી વિદ્યાર્થીનીઓને પણ કંકુ તિલક કરીને શાળા પરિવારમાં આવકાર અપાયો હતો. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત જામનગર મહાનગરપાલિકાના મેયર મોનિકાબેન વ્યાસે વિદ્યાર્થીનીઓને શિક્ષણની સાથે સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ઉજ્જવળ ભવિષ્ય તરફ પ્રગતિ કરવા પ્રેરણા આપી હતી. તેમણે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું અને કાર્યક્રમના આયોજન બદલ શાળાના આચાર્યા, સ્ટાફ અને વિદ્યાર્થીનીઓની પ્રશંસા કરી હતી. આ મહોત્સવમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, મદદનીશ શિક્ષણ નિરીક્ષક અમિતભાઈ તન્ના, કોર્પોરેટર આશાબેન રાઠોડ, મંજુબેન બાંભણિયા, સંજયભાઈ દાઉદીયા, નીલેશભાઈ હાડા, દિનેશભાઈ ચૌહાણ, ભદ્રેશભાઈ ચૌહાણ, દર્શનભાઈ શેઠ અને પ્રમુખ બ્રિજેશભાઈ વોરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિત મહેમાનોના હસ્તે નવોદિત દીકરીઓને સ્કૂલબેગ, પાઠ્યપુસ્તકો અને યુનિફોર્મ જેવી શૈક્ષણિક કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર પ્રવેશોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા નં. 6 ના આચાર્ય શ્રી પ્રશાંતભાઈ માધવાચાર્ય, શાળા નં. 38 ના આચાર્ય ધ્રુતીબેન વડાલીયા તથા સજુબા સરકારી શાળાના આચાર્યા બીનાબેન દવે અને તમામ શાળાઓના શિક્ષક સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    દિલ્હી-રાજકોટ એર ઈન્ડિયાની ફ્લાઈટ મોડી પડતા મુસાફરોનો હોબાળો, VIDEO:AC બંધ હોવાથી 3 કલાક લેટ, રિટર્ન દિલ્હી જતી ફ્લાઈટ પણ લેટ
    Next Article
    Maharashtra orders inspection of all blood centres after FDA shuts two facilities

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment