Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટંકારામાં પાકીટ ચોરીની શંકાએ મિત્રની હત્યા:લાકડીના ફટકાથી યુવકનું મોત, આરોપી ફરાર

    1 day ago

    ટંકારા તાલુકાના નશીતપર ગામની સીમમાં જીયારતના તહેવાર દરમિયાન એક મિત્રએ પાકીટ ચોરીની શંકાએ અન્ય મિત્રની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મૂળ નસીતપર ગામના વતની અને હાલ રાજકોટના રતનપર ગામે રહેતા ખેડૂત અશોકસિંહ હનુભા ઝાલા (ઉ.વ. ૪૦) એ મોરબીના અનિલ અશ્વિનભાઈ મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જીયારતના તહેવાર નિમિત્તે વાડીની ઓરડી પાસે રવિ રાવળદેવ, અનિલ મકવાણા અને અન્ય મિત્રો ભેગા થયા હતા. રાત્રિના આશરે દસેક વાગ્યે અનિલનું પાકીટ ખોવાઈ ગયું હતું. શોધખોળ કરતાં તે પાકીટ રવિ પાસેથી મળી આવ્યું હતું. આ બાબતથી અનિલ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાનું અપમાન થયું હોવાનું અનુભવ્યું હતું. ઉશ્કેરાયેલા અનિલે ત્યાં પડેલા લાકડાના ધોકા વડે રવિના માથા તેમજ શરીરના અન્ય ભાગો પર આડેધડ ઘા ઝીંકી દીધા હતા. હુમલાના કારણે રવિ ગંભીર રીતે લોહીલુહાણ થઈ ગયો હતો. અન્ય મિત્રો રવિને તાત્કાલિક મોટરસાયકલ પર મોરબી સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. રસ્તામાં જ રવિ બેભાન થઈ ગયો હતો અને હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. રવિનું મોત નીપજતાં જ આરોપી અનિલ હોસ્પિટલેથી નાસી છૂટ્યો હતો. વહેલી સવારે ટંકારા પોલીસે વાડી માલિકનો સંપર્ક કરી સમગ્ર બનાવની જાણ કરી હતી અને હત્યાનો ગુનો દાખલ કરીને ફરાર આરોપીને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પૂનમના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથને પંચામૃતથી દિવ્ય સ્નાન કરાવાયું:108 પવિત્ર કળશ અને ફળોના રસથી ઠાકોરજીનો મહાઅભિષેક, આગામી 15 દિવસ ભક્તો દર્શન નહીં કરી શકે
    Next Article
    Welcome to the Jungle Box Office Collection Day 3 Live Updates: Akshay Kumar film to cross Rs 100 crore mark today

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment