Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠક મળી:સુરક્ષા, સરકારી મિલકતોની જાળવણી અને પ્રી-મોન્સૂન કામગીરી સહિતના મહત્વના પ્રસ્તાવો રજૂ કરાયા

    17 hours ago

    મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠક આજે 29 જૂન કોર્પોરેશનના સભાખંડ ખાતે યોજાઈ હતી. આ મહત્વપૂર્ણ પ્રથમ બેઠકમાં કમિશનર તરફથી આવેલી વિવિધ ભલામણો અને દરખાસ્તો પર નિર્ણય લેવા માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં કાયદાકીય આદેશોના પાલનથી લઈને શહેરની માળખાકીય સુવિધાઓના વિકાસ અને મોન્સૂન પ્લાનિંગને લગતા મહત્વના એજન્ડા રજૂ કરવામાં આવ્યા હતા. બેઠકની મુખ્ય દરખાસ્તોમાં ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર રાજ એચ. પટેલને પુનઃ ફરજ પર હાજર કરવા અંગે કમિશનર તરફથી મળેલી ભલામણને મંજૂરી આપવાની બાબત સામેલ હતી. આ ઉપરાંત, કોર્પોરેશન હસ્તકની મિલકતોની સુરક્ષા અને જાળવણી માટે ગંભીરતા દાખવવામાં આવી છે. GeM પોર્ટલ પરથી ઓનલાઈન ભાવો મંગાવવામાં આવ્યા મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની મિલકતોની દેખરેખ અને સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા માટે GeM પોર્ટલ પરથી ઓનલાઈન ભાવો મંગાવવામાં આવ્યા હતા. જેમાં ભાગ લેનારી તમામ એજન્સીઓના ભાવો સમાન આવતા પોર્ટલની પારદર્શક 'Auto L1' સિસ્ટમ દ્વારા વિજેતા જાહેર થયેલ 'વેલકમ એન્ટરપ્રાઇઝ' ના એલ-1 ભાવો મંજૂર કરવા કમિશનરની ભલામણ રજૂ કરાઈ હતી. નેગોશિયેશનના અંતે ઘટાડેલા ભાવોને મંજૂર કરવા અંગે ચર્ચા શહેરમાં પીવાના પાણી અને માળખાકીય સુવિધાઓને મજબૂત કરવાના ભાગરૂપે, વિવિધ વિસ્તારોમાં ટ્યુબવેલ માટેની કોલમ, પાઈપો, કેબલ અને મોટર પંપ સપ્લાય કરવા તેમજ અંડરગ્રાઉન્ડ સંપના મોટર પંપ સપ્લાયની કામગીરી માટે 'મહાકાલી મોટર રીવાઇન્ડિંગ વર્ક્સ' સાથે થયેલ નેગોશિયેશનના અંતે ઘટાડેલા ભાવોને મંજૂર કરવા અંગે ચર્ચા થઈ હતી. ભંગારના નિકાલ માટે જાહેર હરાજી તેની સાથે જ, કોર્પોરેશનની અલગ-અલગ મિલકતોમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર બનાવવાના કામ માટે 'એબલ ઈન્ફ્રા પ્રોજેક્ટ'ના અંદાજિત રકમ કરતાં 1.99% ઓછા ભાવો મંજૂર કરવા પણ દરખાસ્ત મુકાઈ હતી. કોર્પોરેશનની વર્કશોપ શાખા દ્વારા લોખંડ, પ્લાસ્ટિક, લાકડું અને ઈ-વેસ્ટ જેવા ભંગારના નિકાલ માટે જાહેર હરાજી દ્વારા ઊંચા ભાવો મેળવી મંજૂરી અર્થે પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ચોમાસા દરમિયાન ભરાતા વરસાદી પાણીના નિકાલ અંગે ચર્ચા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને શહેરીજનોને મુશ્કેલી ન પડે તે માટે પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્પોરેશન વિસ્તારના અંડરપાસોમાં ચોમાસા દરમિયાન ભરાતા વરસાદી પાણીના નિકાલ અને પંપીંગ મશીનરીના 24×7 ઓપરેશન તથા મેઈન્ટેનન્સ માટે એજન્સી નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોને બેઠક અંગે જાણ કરાઈ ટેકનિકલ બીડમાં ક્વોલિફાય થયેલી ચાર એજન્સીઓમાંથી સૌથી ઓછા ભાવો રજૂ કરનાર 'કમલેશ ઈલેક્ટ્રિકલ'ના ભાવો મંજૂર કરવા કમિશનર દ્વારા ભલામણ કરવામાં આવી છે, જેથી આગામી ચોમાસામાં અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યાનો ઝડપી નિકાલ લાવી શકાય. મ્યુનિસિપલ સેક્રેટરી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોને આ બેઠક અંગે જાણ કરવામાં આવી હતી. દબાણ શાખા માટે 6 ગાર્ડ તૈનાત કરાશે મહેસાણા મહાનગરપાલિકા હસ્તકની વિવિધ મિલકતોની સલામતી અને સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડ સપ્લાય કરવાની કામગીરી ‘નીરવ એન્ટરપ્રાઇઝ’ એજન્સીને સોંપવામાં આવી છે. આ અંતર્ગત મ્યુનિસિપલ ઓફિસ (4 પોઇન્ટ), ટાઉન હોલ, RTO સ્મશાન અને ડમ્પિંગ સ્ટેશન જેવા મહત્વના 2-2 પોઇન્ટ તેમજ વિવિધ પાણીના સંપ, ફાયર સ્ટેશન અને ગેરેજ સહિત કુલ 15 જેટલા સ્થળો પર 8 કલાકની શિફ્ટ મુજબ સિક્યુરિટી પોઇન્ટ ફાળવવામાં આવ્યા છે, જ્યારે દબાણ શાખા માટે 6 ગાર્ડ તૈનાત કરાશે. આ કામગીરી માટે 8 કલાક લેખે એક સિક્યુરિટી ગાર્ડનો માસિક પગાર રૂ.13312 નિયત કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    રાજકુમાર જાટના મોત કેસની તપાસ CBIને સોંપવા માગ:અરજદારના વકીલે હાઈકોર્ટમાં કહ્યું- જયરાજસિંહ જાડેજાના બંગલે મૃતકને માર મરાયો, લકઝરી બસ અને આરોપી વચ્ચે ઓળખ
    Next Article
    Weather LIVE Updates: Rain Lashes Parts Of Delhi NCR

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment