Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ચોમાસા પૂર્વે તૈયારીઓ, કલેક્ટરની બેઠક:ડેમ, ડ્રેનેજ, બચાવ વ્યવસ્થાની સમીક્ષા, અધિકારીઓને સૂચના

    20 hours ago

    મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરવા માટે પ્રિ-મોન્સૂન સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી, જેમાં વિવિધ વિભાગોની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે અગાઉના વર્ષોના વરસાદના અનુભવના આધારે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેવા અને તાલુકા લાયઝન અધિકારીઓને સતત સક્રિય રહેવા સૂચના આપી હતી. માળિયા નજીક મચ્છુ નદીના પાણીના નિકાલ માટે રેલ્વે નાળાની કામગીરી, તમામ ડેમની ભયસૂચક સપાટી અને ડેમમાંથી પાણી છોડતા પહેલાં સ્થાનિકોને સમયસર એલર્ટ કરવાની વ્યવસ્થા અંગે પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં બચાવ અને રાહત કામગીરી માટે ઉપલબ્ધ સાધનો, આશ્રયસ્થાનો, કંટ્રોલ રૂમની તૈયારી, પીજીવીસીએલની પૂર્વ તૈયારીઓ તેમજ આરોગ્ય વિભાગ પાસે જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તેની પણ સમીક્ષા કરવામાં આવી હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ટાળવા માટે નગરપાલિકાઓને ડી-વોટરિંગ પંપ તૈયાર રાખવા, નદી-નાળા અને ડ્રેનેજની સફાઈ કરાવવા, હાઈવેની બંને બાજુના ડ્રેનેજ ક્લીન કરવા તેમજ રસ્તા અને પુલોની ચકાસણી કરીને જરૂરી સ્થળોએ સાઈનબોર્ડ લગાવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જર્જરિત અને જોખમી ઇમારતોમાં રહેતા લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાવવા પણ સૂચના આપવામાં આવી હતી. તમામ ફિલ્ડ અધિકારીઓ અને કર્મચારીઓને પૂર્વ મંજૂરી વિના હેડક્વાર્ટર ન છોડવા અને આપત્તિ સમયે ઝડપી સંકલન માટે ‘સચેત (Sachet)’ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયા, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડૉ. સુનિલકુમાર બેરવાલ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, ડીઆરડીએના નિયામક નવલદાન ગઢવી, એનડીઆરએફ ટીમના પ્રતિનિધિઓ, આપત્તિ વ્યવસ્થાપન સમિતિના સભ્યો તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કારોબારી બેઠક:મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠક મળી: સુરક્ષા, સરકારી મિલકતોની જાળવણી અને પ્રી-મોન્સૂન કામગીરી સહિતના મહત્વના પ્રસ્તાવો રજૂ કરાયા
    Next Article
    Live Updates: Major Police Op In Germany's Stade After 5 Dead In Mass Shooting

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment