Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઈ:દૂધ-દહીં, મધ, ખાંડ, ઘીથી જળાભિષેક કરાયો, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે જગન્નાથજી મોસાળમાં

    3 days ago

    અમદાવાદમાં આ વર્ષે 149મી રથયાત્રા યોજાવાની છે, તે પૂર્વે આજથી ઉજવણીનો પ્રારંભ થયો છે. આજે 29 જૂનને જેઠ સુદ પૂર્ણિમાના દિવસે ભગવાન જગન્નાથીજીની ધામધુમથી જળયાત્રા યોજાઈ. સૌપ્રથમ 12 હાથી અને બાદમાં જય રણછોડના નાદ સાથે બળદગાડા મંદિર પ્રાંગણની બહાર નીકળી યાત્રાની શરૂઆત થઈ હતી. બેન્ડ-વાજા, ઢોલ-નગારા અને ગોવિંદ બોલો, ગોપાલ બોલો…જય જગન્નાથના નાદ સાથે યાત્રા સાબરમતી નદીના કિનારે પહોંચી હતી. સાબરમતી નદીના ભૂદરના આરે શાસ્ત્રોક્ત વિધિથી ગંગા પૂજન કર્યા બાદ સંતો અને મહાનુભાવો બોટ મારફતે નદીની વચ્ચે જઈને 108 પવિત્ર કળશમાં જળ ભર્યું. આ જળ વડે મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો શોડષોપચાર પૂજા વિધિ સાથે ભવ્ય જળાભિષેક કરવામાં આવ્યો. સાથે જ દૂધ, દહીં, મધ, ખાંડ, ઘીથી જળાભિષેક કરાયો. જે બાદ ભગવાને અલૌકિક ગજવેશ (ગણપતિ સ્વરૂપ) ધારણ કર્યો હતું, જેના દર્શન કરી ભક્તો ભાવવિભોર થયાં હતાં. ભગવાન વાજતે-ગાજતે સરસપુરમાં રણછોડરાય મંદિરમાં (પોતાના મોસાળમાં) પહોંચ્યા, જ્યાં મામાના ઘરે તેમનું ભવ્ય સ્વાગત કરાયું. ભગવાન આગામી 15 દિવસ સુધી મોસાળમાં જ રોકાશે, જ્યાં ભક્તો તેમના દર્શન કરી શકશે.
    Click here to Read More
    Previous Article
    નવા નિયમથી રાજ્યના સોલાર સેક્ટરમાં કટોકટી:દક્ષિણ ગુજરાતમાં રૂ.1500 કરોડના કોન્ટ્રાક્ટ રદ, દેશમાં 15 લાખની નોકરી જોખમમાં; PMને રજૂઆત કરશે
    Next Article
    Video Shows Lava Eruptions Up To 700 Feet At Hawaii's Kilauea Volcano

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment