Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી બાદ રાજકીય ઘમાસાણ:કોંગ્રેસનો ભાજપ પર સત્તાના દુરુપયોગનો આરોપ, ભાજપે કહ્યું- પોતાની નબળાઈ છુપાવવાના પ્રયાસ

    1 day ago

    ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર તેજ બન્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા તુષાર ચૌધરીએ આરોપ લગાવ્યો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે સત્તાનો દુરુપયોગ કરીને કોંગ્રેસના ઉમેદવારો પર ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે ઘાક-ધમકીનો સહારો લીધો હતો. આ પરિસ્થિતિના કારણે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો અને કાર્યકરોમાં ભારે નારાજગી છે અને અનેક સભ્યો રાજીનામા આપી રહ્યા છે. ભાજપ પર સત્તાના દૂરુપયોગનો કોંગ્રેસનો આક્ષેપ તુષાર ચૌધરીએ જણાવ્યું કે આ સમગ્ર મુદ્દે કોંગ્રેસ હાઇકમાન્ડ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી સમક્ષ પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી છે અને પ્રભારી ટૂંક સમયમાં ગુજરાત આવીને નારાજ કાર્યકરો અને નેતાઓ સાથે બેઠક કરશે. તેમણે પક્ષમાં ઝડપથી નિર્ણય લેવાની જરૂરિયાત પર ભાર મૂકતાં કહ્યું કે પાર્ટી નિર્ણય લેવામાં વિલંબ કરી રહી હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે. વ્યારા તાલુકા પંચાયતની ચૂંટણીનો ઉલ્લેખ કરતાં તુષાર ચૌધરીએ કહ્યું કે તે ઘટનાના તેઓ પોતે સાક્ષી છે. તેમના જણાવ્યા મુજબ કોંગ્રેસના ત્રણ ચૂંટાયેલા સભ્યોને પોલીસે કોઈ કારણ વિના પકડીને અઢી કલાક સુધી પોલીસ મથકે બેસાડી રાખ્યા હતા જેથી તેઓ મતદાન કરી ન શકે. તેમણે દાવો કર્યો કે તેઓ જાતે પોલીસ મથકે સભ્યોને છોડાવવા ગયા હતા, પરંતુ પોલીસે તેમને મુક્ત કર્યા નહોતા. કોંગ્રેસ પોતાની નબળાઈ છુપાવવા ભાજપ પર મનઘડત આક્ષેપો કરે છે- ભાજપ પ્રવક્તા કોંગ્રેસના આક્ષેપો સામે ગુજરાત ભાજપાના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. અનિલ પટેલે કડક પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પોતાની આંતરિક નબળાઈ અને સતત વધી રહેલા અસંતોષને છુપાવવા માટે ભાજપ પર મનઘડત આક્ષેપો કરી રહી છે. કોંગ્રેસમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણના કારણે જ કાર્યકરો અને નેતાઓ પક્ષ છોડી રહ્યા છે. ડો. અનિલ પટેલે વધુમાં કહ્યું કે કોંગ્રેસ પરિવારવાદની રાજનીતિ નહીં છોડે ત્યાં સુધી તેના નેતાઓ અને કાર્યકરો સતત પક્ષ છોડતા રહેશે. તેમણે તુષાર ચૌધરીને સંબોધતા કહ્યું કે ભાજપ પર આરોપો લગાવવાના બદલે કોંગ્રેસે પોતાની આંતરિક નબળાઈઓ શોધવાનો પ્રયાસ કરવો જોઈએ.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં સમૂહલગ્નમાં આંબેડકર યુનિવર્સિટીનું શૈક્ષણિક કેન્દ્ર:248 યુવાનો-વડીલોએ પ્રવેશ, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ અંગે માર્ગદર્શન મેળવ્યું
    Next Article
    હજયાત્રાના નામે વકીલ સાથે 10.30 લાખની છેતરપિંડી:વિઝા કે ટિકિટ ન આપ્યા બાદ પૈસા નહીં મળે, ઓફિસે આવશો તો જીવતા પાછા નહીં જાઓ તેવી ધમકી આપી, સુરતના 5 સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment