Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકા અને ઈરાન એકબીજા પર હુમલા રોકવા રાજી:કાલે કતારમાં ફરી વાતચીત થશે; હોર્મુઝમાંથી જહાજોની અવરજવર ચાલુ રહેશે

    2 days ago

    અમેરિકા અને ઈરાને હાલ પૂરતું એકબીજા પર સૈન્ય હુમલા રોકવા સંમતિ દર્શાવી છે. બંને દેશો વચ્ચે છેલ્લા 3 દિવસથી હુમલા ચાલુ હતા. અમેરિકી અધિકારીઓ અનુસાર, અમેરિકા-ઈરાન વચ્ચે 17 જૂને થયેલા કરાર (MoU)ના તમામ મુદ્દાઓ પર વાતચીત ચાલુ રહેશે. આ જ સિલસિલામાં મંગળવારે કતારમાં બંને દેશોના પ્રતિનિધિઓ ટેકનિકલ સ્તરની વાટાઘાટો કરશે. કરાર હેઠળ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા વ્યાવસાયિક જહાજોની અવરજવર રોકવામાં આવશે નહીં. તાજેતરના દિવસોમાં આ જ જળમાર્ગને લઈને બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો. અમેરિકાએ ઈરાનના મિસાઈલ અને રડાર ઠેકાણાઓ પર કાર્યવાહી કરી હતી, જ્યારે ઈરાને જવાબમાં કુવૈત અને બહેરીનમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ પછી બંને દેશોએ હાલ પૂરતી સૈન્ય કાર્યવાહી રોકીને વાતચીત દ્વારા ઉકેલ શોધવા પર સંમતિ દર્શાવી છે. છેલ્લા 24 કલાકના 4 મોટા અપડેટ્સ… અમેરિકાનો ઈરાન પર હુમલો: અમેરિકાએ સતત બીજા દિવસે ઈરાન પર હવાઈ હુમલા કર્યા. આ દરમિયાન કિશ્મ દ્વીપ, સિરિક અને બંદર-એ-લંગેહને નિશાન બનાવવામાં આવ્યા. ત્યારબાદ ઈરાને જવાબી કાર્યવાહીમાં બહેરીન અને કુવૈતમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યા. ઈરાને કહ્યું- 30 દિવસ સુધી હોર્મુઝ અમારા નિયંત્રણમાં: ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે આગામી 30 દિવસ સુધી હોર્મુઝ સંપૂર્ણપણે ઈરાનના નિયંત્રણમાં રહેશે. તેમણે ચેતવણી આપી કે જો અમેરિકાએ આગળ હુમલો કર્યો તો સ્થિતિ વધુ ગંભીર બની જશે. ટ્રમ્પે ઈરાનને ધમકી આપી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો ઈરાન સુધરશે નહીં તો તેનું અસ્તિત્વ નહીં રહે. તેમણે કહ્યું કે જો જરૂર પડી તો અમેરિકા પોતાના શરૂ કરાયેલા સૈન્ય અભિયાનને સંપૂર્ણપણે અંજામ સુધી પહોંચાડશે. ઈરાને કહ્યું કે અમેરિકાને નુકસાન ભોગવવું પડશે: ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ કહ્યું કે આવનારા દિવસોમાં ક્ષેત્રમાં હાજર અમેરિકી સૈન્ય ઠેકાણાઓને ભારે નુકસાન ભોગવવું પડશે. ઈરાન-અમેરિકી પીસ ડીલ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Probe ordered as ‘toddler loses eyesight after treatment in MP hospital’
    Next Article
    ચંપત રાયને જેલ ભેગા કરો:અયોધ્યાના વકીલોએ કહ્યું- અમે આરોપીનો કેસ નહીં લડીએ, પોલીસે બેંકમાં ખાતાની તપાસ કરી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment