Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાળંગપુર કષ્ટભંજનદેવ દાદાને હીરાનો મુકુટ ધરાવાયો:પૂનમે છપ્પનભોગ અન્નકૂટ અને સફેદ ગુલાબનો 'શિવ સ્વરૂપ' શણગાર

    2 days ago

    સાળંગપુર સ્થિત શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં તાજેતરમાં પૂનમના દિવસે દાદાને રિયલ ડાયમંડનો મુકુટ, છપ્પનભોગ અન્નકૂટ અને સફેદ ગુલાબનો દિવ્ય 'શિવ સ્વરૂપ' શણગાર કરવામાં આવ્યો હતો. આ દિવ્ય દર્શનનો લહાવો લેવા મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે દાદાને જરદોશી અને એમ્બ્રોઈડરી વર્કના વાઘા ધરાવવામાં આવ્યા હતા. સફેદ ગુલાબના ફૂલો વડે અલૌકિક 'શિવ સ્વરૂપ' શણગાર તૈયાર કરાયો હતો, જેમાં ભગવાન શિવનું પ્રતીક એવું 'ત્રિપુન્ડ' અને હિમાલય તથા બરફાચ્છાદિત પહાડોની પ્રતિકૃતિ જેવો માહોલ સર્જાયો હતો. આ શણગાર ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. મંદિરમાં સવારે 05:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા દાદાની મંગળા આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ સવારે 7 કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. આ ઉપરાંત, સાંજે 5 થી 7 કલાક દરમિયાન રાજોપચાર પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    હેલ્પ્સ ફાઉન્ડેશને જરૂરિયાતમંદ બહેનોને રાશન કીટનું વિતરણ કર્યું:જેઠ સુદ તેરસના પવિત્ર દિવસે થરાદમાં સેવાકાર્ય
    Next Article
    2BHK At Rs 2 Crore? Delhi Man Earning Rs 2 Lakh/Month Says Home Out Of Reach

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment