Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામમંદિર ચોરી- ચંપત રાયને જેલ ભેગો કરો:અયોધ્યાના વકીલોએ કહ્યું- અમે આરોપીનો કેસ નહીં લડીએ, પોલીસે બેંકમાં ખાતાની તપાસ કરી; સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો

    3 days ago

    અયોધ્યા રામમંદિરમાં દાનમાંથી ચોરીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. વકીલ અનૂપ અવસ્થીએ આ ઘટનાની CBI તપાસની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલાની તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે અરજદારને સીધો પ્રશ્ન કર્યો કે આટલી ઉતાવળ કેમ છે. અયોધ્યા રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં પોલીસ સોમવારે સવારે 10.30 વાગ્યે જેલમાં બંધ 8 આરોપીઓના ખાતા ચેક કરવા બેંક પહોંચી હતી. અયોધ્યાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિત અન્ય બેંક શાખાઓમાં ખાતાઓની તપાસ કરી. લગભગ અડધા કલાક સુધી ખાતા તપાસ્યા બાદ પોલીસ ટીમ પાછી ફરી. સૂત્રો અનુસાર, પોલીસ રામ મંદિર ટ્રસ્ટના લોકરની પણ તપાસ કરી શકે છે. તમામ 8 આરોપીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આજે કોર્ટમાં હાજર કરવામાં આવશે. આ દરમિયાન પોલીસ જજ પાસેથી આરોપીઓની રિમાન્ડ માંગી શકે છે. જેથી, પૂછપરછ કરીને એ જાણી શકાય કે આરોપીઓ કઈ રીતે અને ક્યારથી ચોરી કરી રહ્યા હતા. આ દરમિયાન, વકીલ અનૂપ અવસ્થીએ સુપ્રીમ કોર્ટ પાસેથી કેસની CBI તપાસની માંગ કરી. કોર્ટે કેસની તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરતા પૂછ્યું કે આખરે આમાં આટલી ઉતાવળ શા માટે છે. આ કેસ કોર્ટની રજાઓ પૂરી થયા પછી જ સાંભળવામાં આવશે. આ પહેલાં, રવિવારે સવારે 7 વાગ્યે પોલીસની 8 ટીમોએ આરોપીઓના ઘરે એકસાથે દરોડા પાડ્યા. ચંપત રાયના નજીકના રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુના ઘરેથી રોકાણ-ખરીદી સંબંધિત કાગળો, ઘરેણાં અને રોકડ મળી હતી. આરોપી અનુકલ્પ મિશ્રાના ઘરેથી એક ડાયરી મળી. પોલીસનું માનવું છે કે ડાયરીમાંથી ચઢાવા ચોરી કેસ સંબંધિત પુરાવા મળી શકે છે. આરોપી અનુકલ્પ મિશ્રાનો જૂનો વીડિયો સામે આવ્યો- "જીવન કો જીના હૈ મુજકો, કુછ પાપ કો પીના હૈ મુજકો" અયોધ્યા રામ જન્મભૂમિ મંદિર દાન ચોરી કેસના આરોપી અનુકલ્પ મિશ્રાનો ધાર્મિક પ્રવચન દરમિયાન સ્ટેજ પરથી કવિતા વાંચતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે કહેતો સંભળાય છે કે, "જીવન કો જીના હૈ મુજકો, કુછ પાપ કો પીના હૈ મુજકો".આ દરમિયાન ચંપત રાય પણ સ્ટેજ પર હાજર હતા. અયોધ્યાના વકીલોએ કહ્યું- અમે આરોપીનો કેસ નહીં લડીએ, ચંપત રાયને જેલ ભેગો કરો અયોધ્યાના સ્થાનિક વકીલોએ રામ મંદિરમાંથી ચોરી મામલે આરોપીઓનો કેસ લડવાનો ઇનકાર કર્યો છે. વકીલોનું કહેવું છે કે આ મામલો લાખો ભક્તોની શ્રદ્ધા સાથે જોડાયેલો હોવાથી, તેઓ આરોપીઓનો કેસ નહીં લડે. બાર એસોસિએશનની એક બેઠકમાં વકીલોએ અવાજ ઉઠાવીને માંગ કરી કે ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવને અયોધ્યા છોડી દે. તેમણે ચેતવણી આપી હતી કે જો આ વ્યક્તિઓ ત્રણ દિવસમાં અયોધ્યાથી બહાર નહીં જાય અથવા તેમને જેલમાં નહીં ધકેલવામાં આવે તો તેઓ આખા અયોધ્યા શહેરને જામ કરશે. 2 તસવીરો- SITએ 23 જૂને રિપોર્ટ સોંપ્યો, 2 દિવસ પછી ધરપકડ રામમંદિર દાન ચોરી સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    Samay Raina’s sexist joke from India’s Got Latent invites comparison to ‘Rs 370 biryani’
    Next Article
    ભગવાન જગન્નાથનો જળાભિષેક પૂર્ણ, થોડીવારમાં ગજવેજના દર્શન થશે:સાંજે 4 વાગ્યે ભગવાન વાજતે-ગાજતે પોતાના સરસપુર મોસાળમાં જશે, 15 દિવસ સુધી ત્યાં જ રોકાશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment