Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહોરમના જમણવારના આમંત્રણ મુદ્દે મારામારી:ગરીબનવાજ સોસાયટીમાં તલવાર, ધોકાથી હુમલો, ત્રણ મહિલા ઈજાગ્રસ્ત

    3 days ago

    મહેસાણા શહેરના એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં ગરીબનવાજ સોસાયટીમાં મહોરમના પવિત્ર તહેવાર નિમિત્તે યોજાનારા જમણવારનું આમંત્રણ આપવા જેવી નજીવી બાબતે પાડોશીઓ પર હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે સોસાયટીમાં રહેતી 26 વર્ષીય મહિલાએ ચાર શખસો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જમવાનું આમંત્રણ આપવા મુદ્દે બોલાચાલી કરી ગરીબનવાજ સોસાયટીમાં રહેતા હીનાબાનુ મુસ્તાક અહેમદભાઈ સૈયદ ગત રાત્રે સાડા નવેક વાગ્યે તેમના પાડોશી સલીમભાઈ દિવાન અને તેમના પત્ની ટીનાબેન સાથે સોસાયટીમાં મહોરમ નિમિત્તે યોજાનારા જમણવારનું આમંત્રણ આપવા માટે અન્ય ઘરોમાં ગયા હતા. આ દરમિયાન સોસાયટીના જ મકાન નંબર 63માં રહેતા ફીરોજખાન પઠાણને આ બાબત પસંદ આવી ન હતી. જેને પગલે ફીરોજખાને તેના મિત્રો હારુનભાઈ મનસુરી, ચૌહાણ અયુબભાઈ અને બલ્લીભાઈને સ્થળ પર બોલાવી લીધા હતા. ચારેય શખસોએ ફરિયાદી સહિત 3 પર હુમલો કર્યો આ ચારેય શખસોએ હીનાબાનુ અને સલીમભાઈ સાથે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો શરૂ કર્યો હતો. વાત આટલેથી ન અટકતા આરોપીઓએ હિંસક હુમલો કરી દીધો હતો, જેમાં આરોપી હારુનભાઈએ હીનાબાનુના જમણા હાથના કાંડાના ભાગે તલવારનો ઝાટકો મારી દીધો હતો. જ્યારે ફીરોજખાને પાડોશી ટીનાબેન તથા તેમની દીકરી સીમરનને માથાના ભાગે લાકડાના ધોકા વડે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ સિવાય ચૌહાણ અયુબભાઈ અને બલ્લીભાઈ નામના શખ્સોએ મહિલાઓ અને પાડોશીને ગડદાપાટુનો ઢોર માર માર્યો હતો. ચારેય હુમલાખોર સામે ફરિયાદ નોંધાવી બનાવના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને સલીમભાઈએ વધુ મારપીટમાંથી મહિલાઓને છોડાવી હતી. હુમલો કર્યાં બાદ ચારેય શખસો ત્યાંથી નાસી છૂટ્યા હતા. લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત હીનાબાનુ, ટીનાબેન અને સીમરનબાનુને તાત્કાલિક ઓટો રિક્ષા મારફતે સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર મેળવ્યા બાદ ભોગ બનનાર મહિલાએ શહેર એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી ફીરોજખાન પઠાણ સહિત ચારેય હુમલાખોરો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુમુલ ડેરીની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું:1000 કરોડના કથિત કૌભાંડના 'ડાઘી' નેતાઓને ભાજપે મેન્ડેટ આપ્યાનો આક્ષેપ, ધમકીના કારણે 5 બેઠક બિનહરીફ:દર્શન નાયક
    Next Article
    Video: Fire At High Rise In Noida, AC blast Suspected

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment