Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કંગનાએ કિસ કરીને વીર દાસના હોઠ ચીરી નાખ્યા':દાવા પર ભડકી કંગના, કહ્યું- નામનો ઉપયોગ કરીને ગંદી કલ્પનાઓ પૂરી કરી રહી છે, વીર દાસે સ્પષ્ટતા કરી

    2 दिन पहले

    સિદ્ધાર્થ કાનનના પોડકાસ્ટમાં જર્નાલિસ્ટ સિમી ચંડોકે દાવો કર્યો છે કે ફિલ્મ રિવોલ્વર રાનીના શૂટિંગ દરમિયાન કિસિંગ સીનમાં કંગનાએ કો-એક્ટર વીર દાસના હોઠ ચીરી નાખ્યા હતા. મહિલાએ દાવો કર્યો છે કે વીર દાસ આજે પણ આ આઘાત ભૂલી શક્યો નથી. પોડકાસ્ટનો વીડિયો વાઇરલ થયા બાદ એક યુઝરે લખ્યું છે કે વીર દાસ દરેક મુદ્દા પર બોલે છે, તો આ મહિલાના નિવેદન પર કેમ ચૂપ છે, શું મહિલા સાચું કહી રહી છે. વીર દાસે આ દાવાને નકારી કાઢતા કંગના રનૌતનો બચાવ કર્યો. તેણે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લખ્યું, "બિલકુલ. બસ સ્પષ્ટ કરી દઉં કે આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. કંગના સંપૂર્ણપણે પ્રોફેશનલ હતી અને આજે પણ હું માનું છું કે તે ખૂબ જ પ્રતિભાશાળી કલાકાર છે. તેમના વિશે આવી ખોટી વાતો ફેલાવવી ખોટું છે. જોકે, કેટલાક વર્ષો પછી તેમણે મારી કોમેડીને લઈને મને 'આતંકવાદી' સુધી કહી દીધું હતું. પરંતુ ફિલ્મના સેટ પર અમારી વચ્ચે ક્યારેય કોઈ મુશ્કેલી કે વિવાદ થયો નથી." પત્રકારના નિવેદન પર કંગના રનૌત પણ ભડકી ગઈ છે. તેણે વીર દાસની પોસ્ટના જવાબમાં લખ્યું છે- આભાર વીર, પણ આ મહિલા કોણ છે? EWW... લાગે છે કે કોઈ વિચિત્ર વ્યક્તિ છે, જે આપણા બંનેના નામનો ઉપયોગ કરીને પોતાની ડરામણી અને ગંદી કલ્પનાઓને પૂરી કરી રહી છે. ક્યારેક લખે છે કે હું તારું લોહી પી રહી છું, તો ક્યારેક કહે છે કે 10 વર્ષ પછી પણ તું તે ઘટનાથી આઘાતમાં છે અને રડે છે. કેટલી વિચિત્ર અને અકારણ વાતો છે. મહિલાનો આખો દાવો શું છે? સિદ્ધાર્થ કાનનના પોડકાસ્ટમાં જર્નાલિસ્ટ સિમી ચંડોકે કહ્યું, તમે કંગનાને કેમ ભૂલી રહ્યા છો? જ્યારે તે રિવોલ્વર રાનીનું શૂટિંગ કરી રહી હતી, ત્યારે બિચારા વીર દાસને પૂછો. તમે તેને આજે પણ પોડકાસ્ટમાં બોલાવશો તો તે પોતાની સાથે થયેલા તે આઘાતને યાદ કરીને રડી પડશે. રિવોલ્વર રાની માટે તેને વીર દાસને કિસ કરવાની હતી. તે ભૂલી ગઈ. સીન પૂરો થઈ ગયો, પણ તે ત્યારે પણ કિસ કરતી રહી. બિચારા (વીર દાસ)ના હોઠ કાપીને લોહીલુહાણ કરી દીધા હતા. કંગનાએ ક્યારેક વીર દાસને આતંકવાદી કહ્યો હતો એક સમયે કંગના રનૌત અને વીર દાસ વચ્ચે મોટો વિવાદ થયો હતો. ખરેખરમાં, કેટલાક વર્ષો પહેલા વીરે પોતાની યુટ્યુબ ચેનલ પર 'આઈ કમ ફ્રોમ ટુ ઈન્ડિયા' ટાઈટલથી એક વીડિયો અપલોડ કર્યો હતો, જે વોશિંગ્ટન ડીસીના 'જ્હોન એફ કેનેડી સેન્ટર'માં તેમના પર્ફોર્મન્સનો એક ભાગ હતો. શોમાં તેમણે કહ્યું હતું કે હું એક એવા દેશમાંથી આવું છું, જ્યાં દિવસમાં મહિલાઓની પૂજા કરવામાં આવે છે અને રાત્રે તેમની સાથે સામૂહિક બળાત્કાર થાય છે. તેના આ નિવેદનથી વિવાદ થયો અને તેમની વિરુદ્ધ દેશભરમાં ઘણી ફરિયાદો પણ નોંધાઈ. આ દરમિયાન કંગના રનૌતે વીર દાસના નિવેદનની ટીકા કરતા તેને આતંકવાદી કહી દીધો. કંગનાએ લખ્યું હતું, "જ્યારે તમે બધા ભારતીય પુરુષોને સામૂહિક દુષ્કર્મો તરીકે સામાન્ય કરો છો, ત્યારે તે દુનિયાભરમાં ભારતીયો વિરુદ્ધ જાતિવાદને પ્રોત્સાહન આપે છે. બંગાળમાં પડેલા દુષ્કાળ પછી ચર્ચિલે કહ્યું હતું, 'આ ભારતીયો સસલાં જેવા છે, અને આ જ રીતે મરવા માટે બંધાયેલા છે... ચર્ચિલે ભૂખને કારણે લાખો લોકોના મૃત્યુ માટે ભારતીયોની સેક્સ ડ્રાઇવને દોષી ઠેરવી હતી... આખી જાતિને નિશાન બનાવતું આવું રચનાત્મક કાર્ય એક સોફ્ટ ટેરરિઝમ છે... વીર દાસ જેવા ગુનેગારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ."
    Click here to Read More
    Previous Article
    Shraddha Kapoor’s Eetha in trouble, Vithabai Narayangaonkar’s family demands title change
    Next Article
    રામમંદિર ચોરી- સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો:પોલીસ આરોપીઓના ખાતાઓની તપાસ કરવા માટે બેંક પહોંચી; આજે કોર્ટમાં હાજર કરશે, રિમાન્ડ માંગશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment