Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપી જિલ્લામાં વટ સાવિત્રી વ્રતની ઉજવણી:મહિલાઓએ પતિના દીર્ઘાયુષ્ય માટે વડની પૂજા કરી

    2 days ago

    તાપી જિલ્લા સહિત સમગ્ર પંથકમાં વટ સાવિત્રીના પવિત્ર પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી. સૌભાગ્યવતી મહિલાઓએ પતિના દીર્ઘાયુષ્ય, સુખ-સમૃદ્ધિ અને સુખમય દાંપત્યજીવન માટે વટ સાવિત્રીનું વ્રત રાખી પરંપરાગત પૂજા-અર્ચના કરી. સવારથી જ શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલા વડના વૃક્ષો પાસે વ્રતધારી મહિલાઓની ભીડ જોવા મળી હતી. વ્રતધારી મહિલાઓએ વહેલી સવારે પવિત્ર સ્નાન કરી ભગવાનની પૂજા કરી હતી. ત્યારબાદ તેઓ વડના વૃક્ષ પાસે પહોંચી પૂજન કર્યું. મહિલાઓએ વડદાદાને અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, ફૂલો અને જળ અર્પણ કર્યા. પછી વડના ઝાડ ફરતે સૂતરનો કાચો દોરો વીંટાળી પ્રદક્ષિણા કરી પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી. આ પવિત્ર દિવસે પૂજા કર્યા બાદ કેટલીક મહિલાઓએ નકોરડા (પાણી વિનાના) ઉપવાસ કર્યા, જ્યારે અન્ય કેટલીક મહિલાઓએ માત્ર એક ફળ ખાઈને અથવા ફરાળ કરીને વ્રતની ઉજવણી કરી. વટ સાવિત્રી વ્રત નિમિત્તે વ્યારા શહેર અને જિલ્લામાં અનેક સ્થળોએ વિશેષ પૂજન વિધિના આયોજનો પણ કરાયા હતા. સ્થાનિક રહેવાસી શ્રદ્ધા રાણાએ જણાવ્યું કે, તેઓ વ્યારાના કાનપુર સ્થિત વડની પૂજા કરવા આવ્યા છે. લગ્ન બાદ આ તેમનું પહેલું વટ સાવિત્રીનું વ્રત છે, જેને લઈને તેઓમાં ઉત્સાહ છે. તેમણે ઉમેર્યું કે, પતિના લાંબા આયુષ્ય અને સુખમય દાંપત્ય જીવન માટે આ વ્રતનું વિશેષ મહત્વ છે. તેઓ સવારે વહેલા ઉઠીને ભગવાનની પૂજા કર્યા બાદ વડની પૂજા કરે છે અને માત્ર એક ફળ ખાઈને ઉપવાસ રાખે છે. મોના શિંદેએ જણાવ્યું કે, તેઓ વ્યારાના વતની છે. પતિના લાંબા આયુષ્ય, સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે તેઓ દર વર્ષે આ વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કરે છે. ભારતીય સંસ્કૃતિમાં વડના વૃક્ષને અમરત્વનું પ્રતીક માનવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર, સાવિત્રીએ પોતાના દ્રઢ સંકલ્પથી યમરાજ પાસેથી પતિ સત્યવાનના પ્રાણ પાછા મેળવ્યા હતા. આ કથાને યાદ કરીને તાપીની નારી શક્તિએ પવિત્ર વાતાવરણમાં આસ્થા અને સમર્પણનો અનોખો નજારો રજૂ કર્યો.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં યુવક હાઈમાસ્ટ ટાવર પર ચડ્યો:મિત્રએ તમાચો મારતાં ડ્રામા શરૂ, માફી માંગતા નીચે ઉતર્યો
    Next Article
    Mumbai monsoon chaos: Suburbs submerged after 4-hour downpour, traffic paralysed

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment