Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લો બોલો... યુવતીએ રીલ બનાવવા ટ્રાફિક ડાયવર્ટ કરી દીધો!:વડોદરાના લહેરીપુરા ગેટ નીચે યુવતીનો રીલ અને ફોટોશૂટનો વીડિયો વાયરલ, જાહેર રસ્તા પર ટ્રાફિક વચ્ચે શૂટિંગથી ઉઠ્યા સવાલો

    1 day ago

    વડોદરા શહેરના લહેરીપુરા ગેટ નીચે જાહેર રસ્તા વચ્ચે યુવતીનો રીલ અને ફોટોશૂટનો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં શૂટિંગ દરમિયાન સામાન્ય વાહનચાલકો અને રાહદારીઓને અસુવિધા થતી જોવા મળી રહી છે. સમગ્ર ઘટનાને લઈને જાહેર રસ્તા પર કાયદો હાથમાં લેવાયો હોવાના આક્ષેપો સાથે ટ્રાફિક સુરક્ષા અને નિયમોના પાલન અંગે પણ સવાલો ઊભા થયા છે. આ મામલે દિવ્ય ભાસ્કરે ટ્રાફિક DCP તેજલ પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો નહોતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં વડોદરાના લહેરીપુરા ગેટ નીચે આવેલા વ્યસ્ત MG રોડ પર કેટલાક લોકો રીલ અને ફોટોશૂટ કરતા જોવા મળે છે. જાહેર માર્ગ પર વાહનોની અવરજવર ચાલુ હોવા છતાં શૂટિંગ કરવામાં આવતું હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વીડિયોમાં એક વ્યક્તિ વાહનચાલકો અને રાહદારીઓને સાઈડમાંથી પસાર થવા માટે સૂચના આપતો જોવા મળે છે, જેથી શૂટિંગમાં કોઈ વિક્ષેપ ન પડે. આ દરમિયાન સામાન્ય લોકો અને વાહનચાલકોને થોડો સમય અટક્યા બાદ માર્ગ બદલીને આગળ જવું પડ્યું હતું. જાહેર રસ્તા પર આ પ્રકારની પ્રવૃત્તિને લઈને સોશિયલ મીડિયા પર અનેક લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા છે. લોકોમાં એક જ ચર્ચા છે કે, જાહેર માર્ગ કોઈના ખાનગી ફોટોશૂટ કે રીલ બનાવવા માટે નથી અને આવી પ્રવૃત્તિઓના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ શકે છે તેમજ અકસ્માતનું જોખમ પણ વધી શકે છે. વીડિયોમાં દેખાતી યુવતી કોણ છે, તે હજુ જાણી શકાયું નથી. પોલીસ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી છે. આ વીડિયો વાયરલ થયા બાદ જાહેર સ્થળો પર રીલ બનાવવાની વધતી જતી પ્રવૃત્તિ, ટ્રાફિક નિયમોનું પાલન અને જાહેર સુરક્ષાના મુદ્દે ફરી ચર્ચા શરૂ થઈ છે. હવે જોવાનું એ રહે છે કે, પોલીસ આ મામલે ક્યારે અને શું કાર્યવાહી કરે છે.
    Click here to Read More
    Previous Article
    સુમુલ ડેરીની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું:1000 કરોડના કથિત કૌભાંડના 'ડાઘી' નેતાઓને ભાજપે મેન્ડેટ આપ્યાનો આક્ષેપ, ધમકીના કારણે 5 બેઠક બિનહરીફ થઈ:દર્શન નાયક
    Next Article
    Welcome To The Jungle Box Office Collection Day 3: Akshay Kumar's Film Racing Towards Rs 100 Crore Globally

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment